Friday, September 13, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકક્ષત્રિયો અને કોળી સમાજના મતોની તેમને જરૂર નથી એવું વિજય રૂપાણીએ ક્યારેય...

    ક્ષત્રિયો અને કોળી સમાજના મતોની તેમને જરૂર નથી એવું વિજય રૂપાણીએ ક્યારેય નથી કહ્યું: ABP અસ્મિતાના લૉગો સાથે વાયરલ ન્યૂઝપ્લેટ ફેક, ચેનલે પણ કરી સ્પષ્ટતા

    ન્યૂઝપ્લેટ જાણીતી સમાચાર ચેનલ ABP અસ્મિતાના નામે વાયરલ કરવામાં આવી રહી છે. ઉપર ચેનલનો લૉગો જોવા મળે છે અને વચ્ચે ‘બ્રેકિંગ ન્યૂઝ’ના શીર્ષક સાથે લખાણ જોવા મળે છે. જે કંઈક આવું છે: ‘કોની પાસેથી મત લેવા એ અમને શિખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીના મતની જરૂર નથી અમારે- વિજય રૂપાણી.’ 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક તથાકથિત ન્યૂઝપ્લેટ વાયરલ થઈ રહી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજય રૂપાણીનું એક નિવેદન ટાંકવામાં આવ્યું છે. આ ન્યૂઝપ્લેટમાં વિજય રૂપાણીએ તેમને ક્ષત્રિયો કે કોળીના મતોની જરૂર નથી તેમ કહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હજારો ફોલોઅર્સ ધરાવતા જયેન્દ્રસિંહ ઝાલા નામના એક યુઝરે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘બસ આવી ખોટી હવા જ નડે છે.’ (આ ટ્વિટ હવે ડીલીટ કરી દેવામાં આવ્યું છે.)

    ટ્વિટ પછીથી ડિલીટ કરી દેવામાં આવ્યું હતું

    આ ન્યૂઝપ્લેટ જાણીતી સમાચાર ચેનલ ABP અસ્મિતાના નામે વાયરલ કરવામાં આવી રહી છે. ઉપર ચેનલનો લૉગો જોવા મળે છે અને વચ્ચે ‘બ્રેકિંગ ન્યૂઝ’ના શીર્ષક સાથે લખાણ જોવા મળે છે. જે કંઈક આવું છે: ‘કોની પાસેથી મત લેવા એ અમને શિખવાડવું નહીં, ક્ષત્રિયો કે કોળીના મતની જરૂર નથી અમારે- વિજય રૂપાણી.’ 

    - Advertisement -

    શું છે હકીકત?

    આ કથિત ન્યૂઝપ્લેટ થકી સોશિયલ મીડિયા પર દાવો એવો થઈ રહ્યો છે કે વિજય રૂપાણીએ ક્ષત્રિય અને કોળી સમાજનું અપમાન કર્યું છે. પરંતુ હકીકતે આ દાવો ખોટો છે અને ન્યૂઝપ્લેટ પણ ખોટી છે. ઑપઇન્ડિયાની તપાસમાં વધુ વિગતો સામે આવી છે. 

    સૌપ્રથમ આ કથિત ન્યૂઝપ્લેટના ફૉન્ટ જ જુદા પ્રકારના છે. ABP અસ્મિતા દ્વારા જે ફૉન્ટ પોતાની પ્લેટમાં વાપરવામાં આવે છે, તે તદ્દન જુદા તરી આવે છે. વધુમાં, આ પ્લેટમાં જે લૉગો છે તે જૂનો છે અને હાલ તેમાં પણ ફેરફારો કરી દેવામાં આવ્યા છે. જેથી સ્પષ્ટ છે કે ફોટો એડિટ કરવામાં આવ્યો છે. 

    આ સાથે અમે કી-વર્ડ દ્વારા વિજય રૂપાણીએ તાજેતરમાં કે ભૂતકાળમાં પણ કોઇ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે કેમ તે જાણવાના પ્રયાસ કર્યા, પરંતુ એવું એક પણ નિવેદન આપવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું નહીં. 

    ABP અસ્મિતાના એડિટરે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી

    આ ઉપરાંત, ઑપઇન્ડિયાએ ABP અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલનો પણ સંપર્ક કર્યો. તેમણે વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું કે, વિજય રૂપાણીના નામ સાથે ફરતી આ પ્લેટ સંપૂર્ણપણે ફર્જી છે અને ખોટી છે. ન તો તેમણે ક્યારેય પણ આવું નિવેદન આપ્યું છે કે ન ABP અસ્મિતાએ હમણાં કે ભૂતકાળમાં આ પ્રકારના સમાચાર પ્રસારિત કર્યા છે. આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે. રોનક પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્લેટ ફરતી થઈ હતી, જે વિશે ત્યારે પણ ચેનલે સ્પષ્ટતા કરી હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. 

    પછીથી ABP અસ્મિતાએ પણ સ્પષ્ટીકરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે, તેમના લૉગોનો દુરુપયોગ કરીને નકલી પ્લેટ વાયરલ કરવામાં આવી રહી છે અને વિજય રૂપાણીએ આવું નિવેદન ક્યારેય આપ્યું નથી અને ABP અસ્મિતાએ ક્યારેય પ્રસારિત પણ કર્યું નથી. ચેનલે લોકોને ફેક ન્યૂઝમાં ન ભરમાવાની અપીલ કરી હતી.

    તારણ: ક્ષત્રિય અને કોળી સમાજ વિશે વિજય રૂપાણીએ તેમને મત ન જોઈતા હોવાનું નિવેદન આપ્યું હોવાના દાવા સાથે અને મીડિયા ચેનલ ABP અસ્મિતાના લૉગો સાથે ફરતી પ્લેટ ફર્જી છે અને તેમાં કશું જ તથ્ય નથી. રૂપાણીએ ન તો ક્યારેય આવું નિવેદન આપ્યું છે, ન ચેનલે આવા સમાચાર પ્રસારિત કર્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં