Monday, May 20, 2024
More
  હોમપેજદેશજે રોહિત વેમુલાના મૃત્યુ બાદ ‘ઇકોસિસ્ટમે’ દેશભરમાં મચાવ્યો હતો ઉત્પાત, તે ‘દલિત’...

  જે રોહિત વેમુલાના મૃત્યુ બાદ ‘ઇકોસિસ્ટમે’ દેશભરમાં મચાવ્યો હતો ઉત્પાત, તે ‘દલિત’ હતો જ નહીં: તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટમાં ખુલાસો- ભાંડો ફૂટવાના ડરે કરી હતી આત્મહત્યા 

  રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, “એવા કોઇ તથ્ય કે પરિસ્થિતિ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી, જેનાથી એવું કહી શકાય કે તેના કારણે તેણે (રોહિત) અંતિમ પગલું ભરવું પડ્યું હોય. તેના મૃત્યુ માટે કોઇ પણ વ્યક્તિ જવાબદાર નથી.” 

  - Advertisement -

  2016માં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાના કેસમાં તેલંગાણા પોલીસે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો છે અને તમામ આરોપીઓને ક્લીન ચિટ આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, રોહિત અનુસૂચિત જાતિ (SC)માં આવતો જ ન હતો અને તેની સાચી ઓળખ છતી થઈ જવાના ડરે અને અભ્યાસ બરાબર ચાલતો ન હોવાના ડરે જ તેણે આત્મહત્યા કરી હશે. આ જાણકારી શુક્રવારે (3 મે, 2024) સામે આવી.

  આ રિપોર્ટ 3 મેના રોજ તેલંગાણા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ કેસમાં સિકંદરાબાદના તત્કાલીન સાંસદ બંડારૂ દત્તાત્રેય, MLC એન રામચંદ્ર રાવ, યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અપ્પા રાવ, ABVPના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને ક્લીન ચિટ આપવામાં આવી છે. 

  રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, “એવા કોઇ તથ્ય કે પરિસ્થિતિ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી, જેનાથી એવું કહી શકાય કે તેના કારણે તેણે (રોહિત) અંતિમ પગલું ભરવું પડ્યું હોય. તેના મૃત્યુ માટે કોઇ પણ વ્યક્તિ જવાબદાર નથી.” 

  - Advertisement -

  ‘યુનિવર્સિટી કે અન્ય કોઇ પણ વ્યક્તિ મૃત્યુ માટે જવાબદાર નથી’

  પોલીસનો ક્લોઝર રિપોર્ટ જણાવે છે કે, રોહિતને ખબર હતી કે તે અનુસૂચિત જાતિમાં આવતો નથી અને તેની માતાએ તેનું SC સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. આ બાબતનો તેને સતત ડર રહેતો હોય તેવું બની શકે, કારણ કે જો તે બહાર આવી ગઈ હોત તો તેની ડિગ્રીઓ ઉપર પણ અસર થઈ હોત અને કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડ્યો હોત. 

  રોહિત વેમુલાના આપઘાત પાછળનાં કારણ જણાવતાં કહેવામાં આવ્યું છે કે, તેની પોતાની અમુક સમસ્યાઓ હતી અને તેના કારણે તે દુઃખી હતો. પોલીસના રિપોર્ટમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રશાસનને દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે. સાથે કહેવામાં આવ્યું કે, જો તે યુનિવર્સિટીના કોઇ નિર્ણયથી વ્યથિત હોત તો લેખિતમાં કે અન્ય કોઇ પણ રીતે સંકેત આપ્યા હોત, પણ તેણે આવું કશું જ કર્યું નથી. જે દર્શાવે છે કે યુનિવર્સિટીમાં જે સંજોગો કે પરિસ્થિતિઓ હતાં, તેને રોહિત વેમુલાના મૃત્યુ સાથે કશું જ લાગતું-વળગતું નથી. 

  અભ્યાસ કરતાં રાજકીય બાબતોમાં વધુ સક્રિય હતો: રિપોર્ટ

  પોલીસે રિપોર્ટમાં જણાવ્યું છે કે, જો મૃતકના અભ્યાસને જોવામાં આવે તો જણાય આવે છે કે તે અભ્યાસને સ્થાને રાજકીય મુદ્દાઓમાં વધુ સક્રિય હતો. તેણે 2 વર્ષના અભ્યાસ બાદ પહેલી Ph.D છોડી દીધી હતી અને ત્યારબાદ વધુ એક Ph.D શરૂ કરી હતી, પરંતુ તેની અભ્યાસ બહારની અમુક પ્રવૃત્તિઓના કારણે વધુ પ્રગતિ કરી શકતો ન હતો. 

  રિપોર્ટમાં રોહિત વેમુલાની માતાની પૂછપરછનો પણ ઉલ્લેખ છે. તપાસ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે તેમને જ્યારે રાધિકા વેમુલાને તેમની જાતિ વિશે જાણવા માટે DNA ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કોઇ જવાબ ન આપ્યો હતો અને મૌન રહ્યાં હતાં. 

  ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રોહિતે આત્મહત્યા કરી લીધી હતી, જે ત્યારે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો. તેને ‘દલિત વિદ્યાર્થી’ તરીકે રજૂ કરીને તેની આત્મહત્યા માટે સરકારી નીતિઓને જવાબદાર ગણવી દેવામાં આવી હતી અને વિપક્ષે ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ભાજપ સાંસદ વિરુદ્ધ FIR પણ થઈ હતી. પરંતુ હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે રોહિત ન તો દલિત વિદ્યાર્થી હતો કે ન તેણે કોઈએ પરેશાન કરવા પર આપઘાત કર્યો હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં