Saturday, July 27, 2024
More
    હોમપેજદેશગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો મામલે X પર ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ અકાઉન્ટ...

    ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વિડીયો મામલે X પર ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ અકાઉન્ટ ચલાવતા અરુણ રેડ્ડીની ધરપકડ: દિલ્હી પોલીસની કાર્યવાહી

    ગૃહમંત્રી અમિત શાહે અનામત વિશે વાત કરતાં કહ્યું હતું કે તેઓ ગેરબંધારણીય મુસ્લિમ અનામતને હટાવીને તેને ST, SC અને OBCને આપશે. પણ તેને જુદી રીતે રજૂ કરવામાં આવ્યું.

    - Advertisement -

    અનામતને લઈને ગૃહમંત્રી અમિત શાહે એક જાહેરસભામાં કરેલા સંબોધનના વિડીયોમાંથી અમુક ભાગ ઉઠાવી લઈને તેને એડિટ કરીને વાયરલ કરવા મામલે દેશભરમાંથી ધરપકડો કરવામાં આવી રહી છે. આ મામલે હવે X પર જાણીતા હેંડલ ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ના એડમિનને પકડી લેવામાં આવ્યો છે. આ કોંગ્રેસ સમર્થક હેન્ડલ ભૂતકાળમાં પણ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ વિવાદમાં ઘેરાઈ ચૂક્યું છે. 

    આ કાર્યવાહી દિલ્હી પોલીસે કરી છે. પોલીસે જાણકારી આપી કે તેમણે ગૃહમંત્રીના એડિટેડ વિડીયોના કેસમાં ‘સ્પિરિટ ઑફ કોંગ્રેસ’ ચલાવતા એક અરુણ રેડ્ડી નામના શખસની ધરપકડ કરી છે. આ સિવાય હૈદરાબાદથી તેલંગાણા કોંગ્રેસના પાંચ એક્ટિવિસ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. જે કાર્યવાહી પણ પણ આ વિડીયો મામલે જ થઈ છે. જોકે, તેમને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ₹10,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ IT સેલે ગૃહમંત્રી અમિત શાહનો એડિટેડ વિડીયો ફરતો કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે FIR નોંધાવી હતી. દિલ્હી પોલીસ સમક્ષ નોંધાયેલી આ FIRમાં IPCની 153, 153A, 465, 469 અને IT એક્ટની 171G વગેરે કલમો લગાડવામાં આવી છે. FIRમાં સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી શાહનો એડિટેડ વિડીયો ફેલાવનારાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. 

    - Advertisement -

    આ મામલે ગુજરાતમાં પણ અમુકની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જિજ્ઞેશ મેવાણીનો PA પણ સામેલ છે. તે સિવાય આસામમાં કોંગ્રેસના ‘વૉર રૂમ કૉ-ઓર્ડિનેટર’ રીતમ સિંઘની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ મોકલ્યાં હતાં. 

    વાસ્તવમાં, થોડા દિવસો પહેલાં તેલંગણામાં એક સભા સંબોધતી વખતે ગૃહમંત્રી અમિત શાહે અનામત વિશે વાત કરતાં કહ્યું હતું કે તેઓ ગેરબંધારણીય મુસ્લિમ અનામતને હટાવીને તેને ST, SC અને OBCને આપશે. તેમણે કહ્યું હતું કે, “ભાજપે કોંગ્રેસ અને TRS દ્વારા આપવામાં આવતા મુસ્લિમ અનામતને રદ કરીને તેને ST, SC અને OBCને આપવાનો નિર્ણય કર્યો છે.” 

    તેમના આ વિડીયોમાં કાપકૂપ કરીને, એડિટ કરીને કોંગ્રેસ IT સેલે એવું ફેલાવ્યું હતું કે તેમણે જાતિ આધારિત અનામત દૂર કરવાની વાત કહી હતી. તેલંગાણા કોંગ્રેસે એડિટેડ વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે અમિત શાહે ST, SC અને OBCને મળતા અનામતને રદ કરવાની વાત કરી, જે સત્ય ન હતું. તેઓ તો મુસ્લિમ અનામત રદ કરીને ST, SC અને OBCને આપવાની વાત કહી રહ્યા હતા. આ વિડીયો પછીથી કોંગ્રેસ IT સેલ અને સમર્થક અકાઉન્ટ્સે ખૂબ ફેલાવ્યો હતો. ત્યારબાદ ગૃહમંત્રાલય અને દિલ્હી પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં