Friday, May 17, 2024
More
    હોમપેજરાજકારણગૃહમંત્રી અમિત શાહનો ડીપ ફેક વિડીયો: Xએ ઝારખંડ કોંગ્રેસનું આધિકારિક હેન્ડલ સ્થગિત...

    ગૃહમંત્રી અમિત શાહનો ડીપ ફેક વિડીયો: Xએ ઝારખંડ કોંગ્રેસનું આધિકારિક હેન્ડલ સ્થગિત કર્યું, ફેલાવ્યા હતા અનામતને લઈને ખોટા સમાચાર

    આ પહેલા આ જ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એક AAP કાર્યકર્તા અને કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીના PAની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    ઝારખંડ કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’નું આધિકારિક એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. @INCJharkhand નામના હેન્ડલ પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો એક ખોટો વિડીયો શેર કરવામાં આવ્યો હતો. આના પર માઇક્રો બ્લોગિંગ સાઇટે ઝારખંડ કોંગ્રેસના ‘X’ એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે અને ઝારખંડ કોંગ્રેસનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે.

    નોંધનીય છે કે X વતી, એવું કહેવામાં આવ્યું છે કે કાયદાકીય માંગના જવાબમાં, ઝારખંડ કોંગ્રેસનું હેન્ડલ ભારતમાં X પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અત્યારે આ હેન્ડલ પરથી કોઈ પોસ્ટ કરી શકાશે નહીં. આ હેન્ડલ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ‘ડીપ ફેક વિડીયો’ પોસ્ટ કરવામાં આવ્યો હતો.

    ઝારખંડ કોંગ્રેસ અધ્યક્ષને દિલ્હી પોલીસનું તેડું

    આ પહેલા ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસે ગૃહમંત્રી અમિત શાહ સાથે સંબંધિત નકલી વિડીયો કેસની તપાસના સંબંધમાં 2 મેના રોજ સમન્સ પાઠવ્યા છે. પાર્ટી પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલે 28 એપ્રિલે કેસ નોંધ્યો છે. રાજેશ ઠાકુરને દિલ્હી પોલીસની ‘ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ’ (IFSO) ઓફિસમાં તપાસમાં જોડાવા માટે વિનંતી કરવામાં આવી છે.

    - Advertisement -

    ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું, “મને મંગળવારે દિલ્હી પોલીસ તરફથી નોટિસ મળી છે. જો કે, મને શા માટે નોટિસ આપવામાં આવી છે તે હું સમજી શકતો નથી. આ અરાજકતા સિવાય બીજું કંઈ નથી.”

    AAP નેતા અને મેવાણીના PAની પણ ધરપકડ

    નોંધનીય છે કે આ પહેલા આ જ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એક AAP કાર્યકર્તા અને કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીના PAની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ કરવાના ઈરાદે ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. સાથે અમિત શાહનો આરક્ષણ મામલેનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. 

    અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની નજર જતાં તેઓએ જીગ્નેશ મેવાણીના PA સતીષ વસાણી અને AAP કાર્યકર્તા આર.બી. બારિયાની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે બંને વિરુદ્ધ ગુનો પણ દાખલ કરી દીધો છે. હાલ પોલીસ તમામ મુદ્દા પર તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં