Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચરનારો મહંમદ હુસૈન શેખ ત્રણ દિવસના પોલીસ...

    વડોદરા: હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચરનારો મહંમદ હુસૈન શેખ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર, મહિલાના પુત્રને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી

    ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ રાત્રે 2 વાગ્યે તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જો તે કોઈને આ અંગે કહે તો તેના સંતાનને જાનથી મારી નાખવાની ફરી ધમકી આપી હતી.

    - Advertisement -

    વડોદરામાં હિંદુ પરિણીતાને ધમકાવીને દુષ્કર્મ આચરનારા મુસ્લિમ યુવકને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. આરોપી મહંમદ હુસૈન શેખે નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને એસિડ અટેકની અને તેના પુત્રને જાનથી મારી નાખવી ધમકી આપી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

    આરોપીની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે કેસની ઊંડાણપૂર્વકની તપાસ કરવાની હોઈ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે, આરોપીને કોઈએ મદદ કરી છે કે કેમ તેમજ કોઈએ આર્થિક મદદ પૂરી પાડી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. જોકે, કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. ત્યારબાદ તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરામાં હિંદુ પરિણીતાને નવાપુરા અંસારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસૈન શેખ દોઢ છેલ્લા વર્ષથી હેરાન કરતો હતો. મહિલા જ્યારે પણ બહાર નીકળતી તે તેનો પીછો કરીને છેડતી કરતો હતો. એકવાર તેણે એક ચિઠ્ઠીમાં પોતાનો નંબર લખીને નાના બાળક મારફતે મહિલાને મોકલીને ફોન કરવા માટે કહ્યું હતું. મહિલાએ કોઈ દાદ ન આપતાં એક દિવસ તેને રોકીને ‘ફોન નહીં કરે તો તારા પુત્રને મારી નાંખીશ’ એવી ધમકી આપી હતી.

    - Advertisement -

    ધમકીથી ગભરાઈ ગયેલી મહિલાએ પછીથી મહંમદને ફોન કર્યો હતો. ત્યારબાદ આરોપી મહિલાને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર મળવા માટે દબાણ કરતો હતો. મહિલાની ફરિયાદ અનુસાર, ગત 23 એપ્રિલે મહિલાનો પતિ ઘરમાં ન હોવાનું જાણતાં મહંમદ રાત્રે 2 વાગ્યે તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જો તે કોઈને આ અંગે કહે તો તેના સંતાનને જાનથી મારી નાખવાની ફરી ધમકી આપી હતી. આ ઉપરાંત, તેણે પીડિતાને એસિડ અટેકથી ચહેરો કદરૂપો કરી નાખવાની ધમકી આપી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    મહિલાને દરગાહ લઈ જઈને મહંમદે ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ

    દુષ્કર્મ આચર્યાના 20 દિવસ બાદ મહંમદ પરિણીતાને એક દરગાહ લઈ ગયો હતો અને તેણે કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને ચાંદીના ઝાંઝર ઉતરાવીને તેને તાવીજ પહેરાવ્યું હતું. એ પછી ગુલાબનું પાણી પીવડાવીને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ ધર્માંતરણનો એન્ગલ નકારી રહી છે.

    નવાપુરા પોલીસે આરોપી સામે 376, 354(A) (D), 323, 506(2), 406 અને 452 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. મહિલાના દાગીના રિકવર કરવા ઉપરાંત આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે. 5 જૂન સુધીના પોલીસ રિમાન્ડમાં આ અંગે વધુ ખુલાસા થઈ શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં