Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓલપાડ: હિંદુ સગીરાને ભગાડી લઇ જવામાં આરોપી સાહિલને મદદ કરનાર જાફર શેખ...

    ઓલપાડ: હિંદુ સગીરાને ભગાડી લઇ જવામાં આરોપી સાહિલને મદદ કરનાર જાફર શેખ પણ પકડાયો

    બંને અજમેર જવા માટે નીકળ્યાં હતાં પરંતુ પરિવાર અને હિંદુ સંગઠનોએ ફરિયાદ કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં આરોપી સગીરાને ઓલપાડ મૂકીને ફરાર થઇ ગયો હતો.

    - Advertisement -

    સુરત જિલ્લાના ઓલપાડ ખાતે એક મુસ્લિમ યુવક હિંદુ સગીરાને ભગાડી લઇ જવાના પ્રકરણમાં હવે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. જાફર શેખ નામના ઈસમ પર આરોપી સાહિલ પૂનાગિરીની મદદ કરવાનો આરોપ છે. મંગળવારે (2 મે, 2023) સુરત જિલ્લા પોલીસે તેને ઝડપી લીધો હતો. 

    એક સપ્તાહ પહેલાં ઓલપાડ નગરમાં રહેતી એક હિંદુ સગીરાને ભગાડીને લઇ ગયો હતો. બંને અજમેર જવા માટે નીકળ્યાં હતાં પરંતુ પરિવાર અને હિંદુ સંગઠનોએ ફરિયાદ કર્યા બાદ પોલીસે તપાસ શરૂ કરતાં આરોપી સગીરાને ઓલપાડ મૂકીને ફરાર થઇ ગયો હતો. જોકે, પછીથી તેને શોધી કાઢવામાં આવ્યો હતો. 

    આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે, ઓલપાડમાં જ રહેતા જાફર શેખ નામના ઈસમે તેને સગીરાને ભગાડીને લઇ જવામાં મદદ કરી હતી. પીડિત સગીર હોવાનું જાણવા છતાં આરોપીને ભગાડીને લઇ જવામાં મદદ કરવા બદલ પોલીસે જાફરની પણ ધરપકડ કરી લીધી હતી. તેણે સાહિલને 10 હજાર રૂપિયાની આર્થિક મદદ પણ કરી હતી તેમજ સગીરાને લેવા માટે વડોદરા પણ ગયો હતો.

    - Advertisement -

    સગીરા મળી આવ્યા બાદ તેણે પોલીસને જણાવ્યું હતું કે, સાહિલ તેને ભગાડીને અજમેર તરફ લઇ જવા માંગતો હતો પરંતુ પોલીસ સક્રિય થઇ જતાં અધવચ્ચેથી જ બંને પરત આવી ગયાં હતાં અને યુવક તેને મૂકીને ફરાર થઇ ગયો હતો. સગીરા મળી આવ્યા બાદ તેના નિવેદનનના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સોની કલમ પણ ઉમેરીને તપાસ શરૂ કરી હતી. 

    ગત 29 એપ્રિલે પોલીસે આરોપી સાહિલને ઝડપી લીધો હતો. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. તેની પૂછપરછમાં જ જાફરનું નામ સામે આવ્યું હતું તો બીજી તરફ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. 

    હિંદુઓમાં આક્રોશ, મુસ્લિમ ટોળાં પણ ધસી આવતાં જૂથ અથડામણ 

    ઘટનાને પગલે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ મથકનો ઘેરાવ કરીને સ્થાનિક હિંદુઓએ આ મામલે કડક કાર્યવાહી કરીને તપાસની માંગ કરી હતી અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા રજૂઆત કરી હતી. 

    જોકે, એક તરફ હિંદુઓ વિરોધ માટે એકઠા થતાં મુસ્લિમ ટોળાં પણ ધસી આવ્યાં હતાં અને જૂથ અથડામણ સર્જાઈ હતી. ધમાલમાં ટોળાએ પેટ્રોલ પમ્પ પાસે આવેલા શાકભાજી માર્કેટમાં ધસી જઈને ધમાલ મચાવી હતી અને શાકભાજીની કેટલીક લારીઓ પણ ઉંધી વાળી દીધી હતી. ઉપરાંત, રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવેલાં અમુક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

    ધમાલને પગલે સુરત જિલ્લા પોલીસની ટીમોએ પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં