સોમવારે (3 ઓક્ટોબર) ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ડીએસપી ખેડાએ જણાવ્યું હતું કે ગત રાત્રે ઉંધેલા ગામમાં નવરાત્રીની ઉજવણી દરમિયાન આરીફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં મુસ્લિમ ટોળાએ હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 ઘાયલ થયા હતા.
તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં પોલીસ તૈનાત કરીને જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અનુસાર ગામમાં હાલ સ્થિતિ કાબુ હેઠળ છે.
Gujarat | Stones pelted during Navratri celebrations in Kheda;6 people got injured
— ANI (@ANI) October 4, 2022
During Navratri celebrations in Undhela village last night, a group led by two people named Arif & Zahir started creating a disturbance. Later they pelted stones in which 6 got injured: DSP Kheda pic.twitter.com/EF05bPDKIc
ઘટના બાદ પોલીસ કાફલો ખડકાયો
અહેવાલો મુજબ આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલમાં આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે વિગતો આપતા ખેડા DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, “માતર તાલુકાના ઉંઢેરા ગામમાં ગઈકાલે રાતે નવરાત્રીની આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન આરીફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક મુસ્લિમ ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.”
વધુમાં DSPએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસે તકેદારીના ભાગરૂપે ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગામમાં આવતા-જતાં તમામ લોકોની તલાશી લેવામાં આવી રહી છે. આ પથ્થરમારાની ઘટનામાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં તણાવનો માહોલ છે.
ખેડા જિલ્લામાં વધી રહેલ કોમી તંગદિલી
ગુજરાતના આ ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિન-હિંદુઓએ કોમી વાતાવરણ બગાડ્યું હોવાના અહેવાલો આવ્યા કરે છે. ગત સોમવારના દિવસે ટૂંકા ગાળામાં એક પછી એક 4 લવ જેહાદના કિસા સામે આવતા ખેડા જિલ્લાના કપડવંજમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો.
ખેડા: કપડવંજ શહેરમાં લવ જેહાદનો કિસ્સો
— News18Gujarati (@News18Guj) October 3, 2022
વિધર્મી યુવકે યુવતીને ભગાડી જતાં લોકોમાં રોષ
હિન્દુ સંગઠનોમાં વધ્યો આક્રોશ
સમગ્ર ઘટનાને લઇ આજે કપડવંજ શહેર બંધ
હિન્દુ સંગઠન અને વેપારીઓએ લીધો નિર્ણય#Kheda #Gujarat #Lovejehad pic.twitter.com/t2E8hu5WFt
એ પહેલા પણ ખેડા જિલ્લાની એક શાળામાંથી આંતરરાષ્ટ્રીય ધર્માંતરણ રેકેટ વિષે ખુલાસો થયો હતો. જે બાદ તપાસ થતા એક કોરિયન નાગરિક સમેત 6 લોકોની ધરપકડ કરાઈ હતી.
વડોદરાના સાવલીમાં મુસ્લિમોએ ગરબા બાદ હિન્દૂ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો
વડોદરા જિલ્લાના સાવલીમાં 2 દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. સાવલીની બી.કે. પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં નવરાત્રિના ગરબાના કાર્યક્રમમા ઇસ્લામી ગીત વગાડવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા બાદ કોલેજ કમ્પાઉન્ડની બહાર ટુંડાવ ગામના ચાર મુસ્લિમ યુવાઓએ પટ્ટાથી અને પથ્થરોથી હુમલો કરી છ હિન્દૂ વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડી હતી.