Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, હિંદુ બાળકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર કરતા...

    ખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું, હિંદુ બાળકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર કરતા કોરીયન નાગરિક સહીત 5ની ધરપકડ

    ભારતના ઘણા વિસ્તારોમાં ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓ થતી આવી છે, તે બાબતે હિંદુ સંગઠનો હમેશા ચિંતા દર્શાવતા રહ્યા છે.

    - Advertisement -

    ખેડાની શાળામાં ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું છે. ગઈકાલે 21 ઓગષ્ટે ખેડા જિલ્લામાં આવેલી નવાગામ પાસેની અડાસણ પ્રાથમિક શાળામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈ એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે બાળકોને આપવામાં આવેલ કલર પુરવાના ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મની પ્રતિકૃતિ દેખાય છે. આ વાતની જાણ હિન્દુ સંગઠનોને થતા તેઓ દ્વારા વિરોધ કરાયો હતો, અને ખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખેડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી, જેમાંથી એક કોરીયન નાગરિક છે.

    મળતી માહિતીના આધારે ખેડા જિલ્લા SOG દ્વારા શાળામાં રેડ કરવામાં આવી હતી, અને 6 લોકોને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. અડાસણની શાળામાં કોરિયન લોકો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ધર્મ પરિવર્તન રેકેટમાં પકડાયેલ પાંચ આરોપીઓમાંથી એક દક્ષિણ કોરિયાનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.

    દક્ષિણ કોરિયાના વ્યક્તિએ શાળામાં શેડ બનાવી આપ્યો

    - Advertisement -

    મળતી માહિતી મુજબ શાળાના મહિલા આચાર્ય જયંતિકાબેન પટેલને પૂછતા તેમને જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાથી અન્ય એક વ્યક્તિ દ્વારા સાત વર્ષ પહેલા સ્કૂલના બાળકો માટે એક શેડ બનાવી આપવામાં આવ્યો છે અને શેડ બનાવી આપનાર વ્યક્તિ સ્કૂલની અનેક વખત મુલાકાત લેતો હતો પરંતુ કોરોના કાળ દરમિયાન શેડ બનાવી આપનાર એ નાગરિક પરત તેમના દેશ ચાલ્યો હતો.

    મહિનામાં બે દિવસ શેડમાં પ્રવૃત્તિઓ

    મળતી માહિતી મુજબ ગઈકાલે પોલીસ ની પૂછપરછ દરમિયાન સાઉથ કોરિયન નાગરિક આ સ્કૂલની મુલાકાત લેતો હતો પરંતુ રવિવારના દિવસે જ તે બાળકોને બોલાવી એ શેડ નીચે બેસાડી અલગ અલગ ધાર્મિક પોસ્ટરો સાથેની પ્રવૃત્તિઓ કરાવતો હતો. શાળામાં આવેલા કેમ્પસના આ શેડની ચાવી ગામના અન્ય એક વ્યક્તિની પાસે આપેલી જ હોય છે.

    ચાવી આપવાનું મુખ્ય કારણ બંધ શાળા દરમિયાન શાળામાં આવતી અન્ય કોઈ ચીજ વસ્તુ મૂકવામાં સહેલાઈ રહે, સાથે સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે મહિનામાં બે દિવસ આ વ્યક્તિઓ શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રવૃત્તિઓ કરાવતા હતા તેની જાણ એમને બીજે દિવસે શાળામાં આવીએ ત્યારે થતી હતી.

    શાળામાં ત્રાહિત વ્યક્તિના પ્રવેશ સામે અનેક સવાલો

    આ સમગ્ર મામલામાં શાળા સંચાલકોની ગંભીર બેદરકારી એ છે કે કોઈ ત્રાહિત વ્યક્તિ શાળામાં પ્રવેશ કરે છે અને આવી પ્રવૃત્તિ કરતો હોય તો તેમને ઉપલા અધિકારીને કેમ જાણ ન કરી અને જો જાણ કરી હોય તો ઉપલા અધિકારીએ કેમ પગલાં ન લીધા. શાળાના આચાર્યએ જે રીત નો જવાબ આપ્યો તે જ રીતનો જવાબ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મીડિયાને આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં