Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ યુવાનને ખવડાવ્યું હતું ગૌમાંસ, 2 મહિના બાદ પકડાયો: સુરતના ચકચારી કેસમાં...

    હિંદુ યુવાનને ખવડાવ્યું હતું ગૌમાંસ, 2 મહિના બાદ પકડાયો: સુરતના ચકચારી કેસમાં મૃતકની પત્ની બાદ સાળા અખ્તર અલીની પણ ધરપકડ

    સુરતના ઉધના વિસ્તારમાં હિંદુ યુવાને ફાંસો ખાઈ લીધો હતો, મુસ્લિમ પત્ની અને સાળાને જવાબદાર ગણાવ્યાં હતાં.

    - Advertisement -

    સુરતના ઉધનામાં મુસ્લિમ પત્ની અને તેના ભાઈએ બળજબરીથી ગૌમાંસ ખવડાવી, ત્રાસ ગુજરી ધમકી આપતાં હિંદુ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. આ મામલે હવે મૃતકની પત્ની બાદ મુસ્લિમ સાળાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ અખ્તર અલી તરીકે થઇ છે. 

    આ પહેલાં આ મહિનાની શરૂઆતમાં પોલીસે મૃતકની પત્ની સોનમ જાકીર અલીની પણ ધરપકડ કરી લીધી હતી. પરંતુ તેનો ભાઈ અખ્તર અલી નાસતો ફરતો હતો. આખરે પોલીસે તેને પણ ઝડપી લીધો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, જેની ઉંમર 24 વર્ષ હોવાનું જણાવવામાં આવ્યું છે. 

    આ કેસની વધુ વિગતો એવી છે કે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની હિંદુ યુવક રોહિત અજિત પ્રતાપસિંઘે ગત 27 જૂનના રોજ પોતાના ઘરે પંખા સાથે લટકીને ફાંસો ખાઈ લીધો હતો. ઉધના પોલીસે પહેલાં તો અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી, પરંતુ પછીથી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. 

    - Advertisement -

    તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેને મુસ્લિમ પત્ની સોનમ અલી અને તેના ભાઈ અખ્તર અલીએ ગૌમાંસ ખવડાવીને ત્રાસ ગુજાર્યો હતો. આ બાબતનો ખુલાસો મૃતકની સ્યુસાઇડ નોટમાંથી જ થયો હતો. જે બાદ પોલીસે બંને આરોપીઓ સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. 

    આત્મહત્યા પહેલાં રોહિતે ફેસબુક પર સ્યુસાઇડ નોટ મૂકી હતી. જેમાં તેણે તેના મૃત્યુ પાછળ તેની પત્ની સોનમ અને તેના ભાઈ અખ્તર અલીને જવાબદાર ગણાવીને કહ્યું હતું કે, તેમણે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગૌમાંસ ખવડાવ્યું હતું. સાથે તેણે ન્યાય અપાવવાની પણ માંગ કરી હતી. 

    પિતાના મૃત્યુ બાદ રોહિત તેની માતા અને બહેનો સાથે રોજગારની શોધમાં સુરત આવ્યો હતો. અહીં સાથે મિલમાં કામ કરતી સોનમ અલી સાથે પ્રેમસબંધો બંધાયા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. જોકે, સોનમ મુસ્લિમ હોવાથી બદનામીના કારણે રોહિતની માતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, જેથી તે સોનમ અને તેના ભાઈ સાથે રહેતો હતો. જ્યાં તેણે આપઘાત કર્યો હતો. 

    રોહિતના મોત બાદ પત્ની સોનમે તેની જાણ તેના પરિજનોને પણ કરી ન હતી અને અંતિમ સંસ્કાર પણ મકાનમાલિક પાસે જ કરાવી દેવડાવ્યા હતા. જોકે, આ ઘટનાના બે મહિના પછી મૃતક રોહિતના પરિવારજનોને આ બાબતની જાણ થઇ હતી. 

    રોહિતના વતનના મિત્રને સોશિયલ મીડિયા મારફતે આ બાબતની જાણ થતાં તેણે તેના પરિજનોને વાકેફ કર્યા હતા. ત્યારબાદ તેમણે સોનમ અલી અને તેના ભાઈ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. 

    જોકે, ઘણા સમય સુધી બંને આરોપીઓ ભાગતા ફર્યા હતા અને પોલીસે શોધખોળ ચાલુ રાખી હતી. આખરે આ મહિનાની શરૂઆતમાં મૃતકની પત્ની પકડાઈ હતી જ્યારે હવે તેના મુસ્લિમ સાળાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં