મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીઓને બહાનું બનાવીને વિપક્ષી પ્રોપગેન્ડા પર સટાયર અને હ્યુમરનું આવરણ ચડાવીને માર્કેટમાં મૂકવામાં આવેલું ‘કોકરોચ જનતા પાર્ટી’ નામનું તૂત ફરી ચર્ચામાં છે. હમણાં જ તેના સ્થાપકે દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શન કરવાની ઘોષણા કરી. હવે આ પાર્ટીએ ત્રણ પ્રવક્તાઓ જાહેર કર્યા છે.
સૌરવ દાસ, આશુતોષ રાંકા અને વિજેતા દહિયા: આ ત્રણ પ્રવક્તાઓને કોકરોચ જનતા પાર્ટી અને તેના સમર્થકો ‘પત્રકાર’, ‘એક્ટિવિસ્ટ’ અને ફિલ્મનિર્માતા વગેરે લેબલો આપીને માર્કેટમાં રજૂ કરી રહ્યા છે, પરંતુ તેમની સોશિયલ મીડિયા ગતિવિધિઓ જોતાં ખબર પડશે કે આ તમામના એજન્ડા અને ઇરાદા શું છે. તેમની રાજકીય વિચારધારા શું છે. કઈ રીતે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. મજાની વાત એ છે કે ત્રણેયને ક્રાંતિવીર તરીકે રજૂ કરીને પ્રોફાઇલો છાપતું મીડિયા આમ આદમી પાર્ટી સાથેના કનેક્શન પર સદંતર મૌન છે.
Cockroach Janta Party announces three spokespersons who will speak on behalf of the protest movement to the public and the media.
— Cockroach is Back (@Cockroachisback) June 3, 2026
Investigative journalist Saurav Das will take on the role of Chief Spokesperson. Political researcher, author and filmmaker Vijeta Dahiya, and an…
સૌરવ દાસ: ઇસ્લામો-લેફ્ટિસ્ટ એજન્ડા આગળ ધપાવતો પ્રોપગેન્ડાબાજ પત્રકાર
કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય પ્રવક્તા તરીકે નીમ્યો છે સૌરવ દાસ નામના એક શખ્સને. આ સ્વઘોષિત ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ‘ધ વાયર’, ‘ધ કારવાં’, ‘ધ હિન્દુના ફ્રન્ટલાઈન મેગેઝિન’ વગેરે લેફ્ટિસ્ટ મીડિયા આઉટલેટ માટે પ્રોપગેન્ડા લેખો લખતો રહે છે. ઉમર ખાલિદનો નજીકનો મિત્ર છે અને અવારનવાર ખાલિદના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. એ સિવાય પણ તેનાં કારસ્તાનોની યાદી ઘણી લાંબી છે.
ડિસેમ્બર 2025માં નક્સલી હિડમા માર્યો ગયો ત્યારે દિલ્હીમાં અમુક અર્બન નક્સલોએ ‘પ્રદૂષણવિરોધી પ્રદર્શનો’ની આડમાં નક્સલી નારાબાજી કરી હતી. આ પ્રદર્શનોના સમર્થકો પૈકી એક આ સૌરવ દાસ પણ હતો.
ભારતવિરોધી પ્રોપગેન્ડા અને નક્સલીઓને જ નહીં સૌરવ દાસ પાકિસ્તાન સાથે લિન્ક ધરાવતા એન્ટી-હિંદુ પ્રોપગેન્ડાબાજોનું સમર્થન કરતો જોવા મળી ચૂક્યો છે. જાન્યુઆરી 2024માં જ્યારે સરકારે ‘હિન્દુત્વ વૉચ’ નામનું એક X હૅન્ડલ બ્લૉક કરી દીધું ત્યારે સૌરવ દાસ હેન્ડલના સમર્થનમાં આવ્યો હતો અને આરોપ લગાવ્યો કે હેન્ડલ એટલા માટે બ્લૉક કરવામાં આવ્યું કારણ કે તે હેટ સ્પીચના કેસ ડોક્યુમેન્ટ કરતું હતું અને જણાવતું હતું કે ભારતના દક્ષિણપંથીઓ કઈ રીતે શાંતિપૂર્ણ અને સેક્યુલર સમાજ સામે જોખમ ઊભું કરી રહ્યા છે.

હકીકત એ હતી કે આ ‘હિંદુત્વ વૉચ’ નામનું હેન્ડલ રકીબ હમીદ નાઈક નામનો એક શખ્સ ચલાવતો હતો અને તેનાં સીધાં જોડાણ પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી સાથે છે. આ હેન્ડલ ભારતમાં સતત હિંદુવાદી એક્ટિવિસ્ટોને ટાર્ગેટ કરતું હતું. ફેક ન્યૂઝ ફેલાવવામાં પણ આ હેન્ડલ સામેલ હતું. ત્યારબાદ તેને વિથલેન્ડ કરવામાં આવ્યું.
દિલ્હીનાં રમખાણોને ગણાવ્યાં હતાં ‘હિંદુત્વ ગેમપ્લાન’

ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં CAAવિરોધી આંદોલનની આડમાં પૂર્વનિયોજિત કાવતરું રચીને હિંદુવિરોધી રમખાણો થયાં ત્યારે સૌરવ દાસ તેને ‘ન્યૂ હિંદુત્વ ગેમપ્લાન’ ગણાવતો હતો. હકીકત એ હતી કે આ રમખાણો દરમ્યાન નિર્દોષ હિંદુઓને મારવામાં આવ્યા હતા. પછીથી તત્કાલીન AAP નેતા તાહિર હુસૈને સ્વીકાર્યું હતું કે હિંદુઓને પાઠ ભણાવવાના આશયથી રમખાણો કરવામાં આવ્યાં હતાં. છતાં સૌરવ દાસ ‘હિંદુત્વ ગેમપ્લાન’ અને ‘મોદી શાહ મોડેલ’ના રાગડા તાણતો રહ્યો.
ઉમર ખાલિદનો મિત્ર છે સૌરવ દાસ

આ જ હિંદુવિરોધી રમખાણોના મુખ્ય આરોપી ઉમર ખાલિદ માટે પણ સૌરવ દાસને વિશેષ સ્નેહ છે. તે સતત ઉમર ખાલિદના સમર્થનમાં લખતો રહ્યો છે. ખાલિદ આટલા દિવસથી જેલમાં છે અને તેને જામીન પર છોડી મૂકવો જોઈએનાં રોદણાં રડતી લિબરલ ટોળકીમાં એક નામ સૌરવ દાસનું પણ છે. આ ગેંગ સતત ન્યાયતંત્ર પર દબાણ લાવવા માટે કામ કરતી રહી અને ખાલિદને ‘પોલિટિકલ પ્રિઝનર’ ગણાવવા માટે પ્રોપગેન્ડા ચલાવતી રહી. પરંતુ હકીકત એ હતી કે મોટેભાગે સુનાવણીમાં વિલંબ ઉમર ખાલિદના પક્ષેથી થતો હતો.
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા વખતે હિંદુઓને આપી હતી સલાહ
Penned my thoughts. pic.twitter.com/fVG0C8C9zU
— Saurav Das (@SauravDassss) January 23, 2024
22 જાન્યુઆરી, 2024ના દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે પણ સૌરવ દાસે હિંદુઓને જ્ઞાન આપતી પોસ્ટ ઘસી નાખી હતી અને દરેક મસ્જિદ નીચે મંદિર ન શોધો જેવી સુફિયાણી સલાહો આપી હતી. સાથે મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી કરતા હિંદુઓને જ સલાહ આપવામાં આવી કે તેઓ ભૂતકાળમાં જે કંઈ બની ગયું તેના કારણે કથિત ‘સોશિયલ ફેબ્રિક’ને નુકસાન ન પહોંચાડે.
ટૂંકમાં જે સૌરવ દાસને મીડિયા ‘પત્રકાર’ તરીકે રજૂ કરી રહ્યું છે તે વાસ્તવમાં લોકતાંત્રિક વ્યવસ્થા અને દેશના સોશિયલ ફેબ્રિકને સાચવવા માટે લડવાની ડાહી-ડાહી વાતો કરીને ઇસ્લામો-લેફ્ટિસ્ટ એજન્ડા ફેલાવતો એક પ્રોપગેન્ડિસ્ટ છે.
આશુતોષ રાંકા પહેલાં AAPનો પ્રવક્તા હતો હવે કોકરોચોનો!
બીજો એક પ્રવક્તા છે આશુતોષ રાંકા. મૂળ રાજસ્થાનના આશુતોષને IIT કાનપુર અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સનો વિદ્યાર્થી બતાવીને ‘કોમ્પ્લેક્સ ઑપરેશનલ અને ઇકોનોમિક સ્ટ્રેટેજી’ તૈયાર કરનાર સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ગણાવવામાં આવી રહ્યો છે પણ એ જણાવવામાં આવી રહ્યું નથી કે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો રહ્યો છે અને પાર્ટીનો પ્રવક્તા પણ રહી ચૂક્યો છે.
સોશિયલ મીડિયા પર ફરતા સ્ક્રીનશૉટ જણાવે છે કે થોડા દિવસ પહેલાં કોકરોચ જનતા પાર્ટીનું તૂત શરૂ થયું એ પહેલાં આશુતોષે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં ‘AAP’ લખી રાખ્યું હતું જે હવે હટાવી દેવામાં આવ્યું છે, પરંતુ ઈન્ટરનેટ પર બીજા ઘણા પુરાવા ઉપલબ્ધ છે.
Kokroach Janta Party has appointed Ashutosh Ranka as their spokesperson
— STAR Boy TARUN (@Starboy2079) June 3, 2026
I captured both screenshots of his Insta profile, one on 24th May and the other today
He is spokesperson of AAP Rajasthan, why did he remove "AAP" from his bio?
Fraud CJP is just fooling its followers
देश… pic.twitter.com/EYuO1eu1VU
મે 2025માં રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં આશુતોષ આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને, પ્રવક્તા તરીકે મીડિયાને સંબોધિત કરતો જોવા મળે છે.
CSG अनुदान न मिलने से स्कूलों का संकट बढ़ा
— AAP Rajasthan (@AAPRajasthan) March 18, 2025
2024-25 के बजट में केवल 16% अनुदान ही जारी किया गया, जबकि इसे नवंबर-दिसंबर 2023 तक जारी हो जाना चाहिए था।
– @AshutoshRanka@ArvindKejriwal @msisodiapic.twitter.com/HPYsgf81ma
અન્ય અમુક ટીવી ચેનલોની ડિબેટમાં પણ આશુતોષ રાંકા આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પાર્ટીનો પક્ષ રાખી ચૂક્યો છે.
આશુતોષ રાંકાએ આમ આદમી પાર્ટીના નરેટિવ આગળ ધપાવવા માટે ‘ધ વાયર’ અને ‘ધ પ્રિન્ટ’ જેવાં લેફ્ટિસ્ટ મીડિયા આઉટલેટમાં લેખો પણ લખ્યા છે અને આ તમામમાં તેને આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય પ્રવક્તા ગણાવવામાં આવ્યો છે.

X પર અનેક પોસ્ટમાં તે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાથેના જોડાણ વિશે લખી ચૂક્યો છે.
AAP is emotion. AAP is love. AAP is life.@ArvindKejriwal might have made a ton of mistakes in his life, but what he, @msisodia, @SanjayAzadSln and others have gone through and still remained firm is just incredible.
— Ashutosh Ranka (@AshutoshRanka) January 20, 2025
More power to you all!#GoAAPhttps://t.co/EWROvtaHBw
For the last three years, thousands of people like me have been endlessly trolled and questioned for continuing to stand with AAP.
— Ashutosh Ranka (@AshutoshRanka) February 27, 2026
I left London and shifted back two weeks after Arvind Kejriwal was arrested in 2024. Just couldn’t take it anymore. I was called an idiot and naive… pic.twitter.com/f2W9ryDpKH
પરંતુ હવે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે ઓળખ ધારણ કરી લીધા બાદ આમ આદમી પાર્ટી સાથેના કનેક્શનની ચર્ચા કરવામાં આવી રહી નથી કારણ કે તેનાથી આખો એજન્ડા સામે આવી જાય એમ છે.
આ સિવાય અન્ય એક પ્રવક્તા વિજેતા દહિયાના AAP કનેક્શન વિશે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ ફરી રહી છે.
Mr. Vijeta Dahiya, Spokesperson of CJP, was also part of AAP.
— Office Of Vijay Patel (@VijayGajeraO) June 3, 2026
Later, he started to write scripts for AAP's another product, Dhruv Rathee. https://t.co/8PIpy0Lvmz pic.twitter.com/TuqFsUs2m9
કોકરોચ જનતા પાર્ટી શરૂ કરનાર અભિજીત દીપકે પણ આમ આદમી પાર્ટી માટે કામ કરી ચૂક્યો છે એ તો બહુ પહેલાં સામે આવી ચૂક્યું છે, પણ હવે પાર્ટીએ પ્રવક્તાઓ નીમ્યા છે એની ઉપરથી એજન્ડા શું છે તેનો ઘણોખરો ખ્યાલ આવી જાય એમ છે.


