ભારતના કેટલાક વિસ્તારો એવા છે, જ્યાં સ્વતંત્રતા મળ્યા બાદ પણ વિદેશીઓનું શાસન સ્થાપિત રહ્યું હતું અને તેઓ કોઈપણ ભોગે તે જગ્યા છોડવા તૈયાર નહોતા. આવું જ એક સ્થળ ગોવા છે. ગોવાનો ઇતિહાસ ભારતીય ઇતિહાસની સાથોસાથ ચાલતો આવે છે, પણ એક સમયે તે ખ્રિસ્તી મિશનરીઓનું ગઢ પણ રહ્યું હતું. ગોવામાં ખ્રિસ્તી પંથનો પ્રચાર કરવા માટે ‘સેન્ટ’ ફ્રાન્સિસ ઝેવિયરનું નામ સૌથી વધુ કુખ્યાત હતું. ઘણા મિશનરીઓ અને ખ્રિસ્તીઓ તેને ‘ગોવાના સંરક્ષક’ માને છે. જોકે, સત્ય તો એ પણ છે કે આ જ ગોવાની 60% વસ્તી હિંદુઓની છે. એ જ હિંદુઓ જેમને ખતમ કરવા માટે ઝેવિયરે અકલ્પનીય આતનાઓ આપી હતી.
આગળ વધતા પહેલાં એ જાણવું જરૂરી છે કે સત્તાવાર વેબસાઇટ પર ગોવા વિશે શું લખ્યું છે. ગોવાની આધિકારિક સાઇટ અનુસાર ગોવાની સંસ્કૃતિને ધર્મપરિવર્તનથી આંચકો લાગ્યો હતો એ બાબત નિર્વિવાદ અને સ્પષ્ટ છે. ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન હિંદુઓનું મોટાપાયે ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ બધું જોઈને ખ્રિસ્તી મિશનરીઓએ ‘ફ્રાન્સિસ ઝેવિયર’માં તેમની અતૂટ શ્રદ્ધા બતાવવાનું શરૂ કર્યું હતું.
કોણ હતા ફ્રાન્સિસ ઝેવિયર?
ખ્રિસ્તી મિશનરી અન ખ્રિસ્તી પંથના પ્રચારક ફ્રાન્સિસ ઝેવિયર વર્ષ 1542માં પોર્ટુગીઝ કાફલા સાથે ભારત આવ્યા હતા. તેમણે ભારત પહોંચીને ખ્રિસ્તી મતનો પ્રચાર કર્યો હતો. તેઓ ‘સોસાયટી ઑફ જીસસ’ સાથે સંકળાયેલા હતા. આ સોસાયટી ઑફ જીસસના લોકો જેસુઈટ કહેવાય છે.
ફ્રાન્સિસ ઝેવિયરના આગમન પછી 1559 સુધીમાં ગોવામાં 350થી વધુ હિંદુ મંદિરો બંધ કરવામાં આવ્યાં હતાં. આ સમયગાળા દરમિયાન હિંદુઓની મૂર્તિપૂજા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી મત અપનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પછી પણ ઝેવિયરને સમજાયું કે હિંદુઓનું બળજબરીથી ધર્માંતરણ કરવાના તેમના પ્રયાસો સંપૂર્ણપણે સફળ થયા ન હતા.
સમય જતાં તેમને ખાતરી થઈ ગઈ કે સનાતન ધર્મની શ્રદ્ધા અકબંધ છે. જો તે મંદિરોનો નાશ કરે છે તો લોકો પોતાના ઘરમાં મંદિરો બનાવે છે. તેણે જોયું કે લોકોને તીક્ષ્ણ હથિયારોથી કાપીને, તેમના હાથ અને ગરદન કાપીને તથા અવિરત ત્રાસ આપ્યા પછી પણ લોકો ફેની (સસ્તો દારૂ) અને સનાતન ધર્મ વચ્ચે સનાતન ધર્મ પસંદ કરી રહ્યા છે અને હસતાં-હસતાં મોતને ભેટી રહ્યા છે.
નિરાશ થઈને ઝેવિયરે રોમના રાજાને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે હિંદુઓને અપવિત્ર જાતિ ગણાવ્યા અને તેમને જુઠ્ઠા અને છેતરનારા ગણાવીને કહ્યું કે તેમની મૂર્તિઓ કાળી, કદરૂપી અને ડરામણી હોવાની સાથે જ તેલની ગંધથી યુક્ત હોય છે. આ પછી હિંદુઓ પર અત્યાચારનો સૌથી ખરાબ તબક્કો આવ્યો હતો. ફ્રાન્સિસ ઝેવિયરે ગોવા પર સંપૂર્ણ કબજો કર્યો હતો.
હિંદુઓને દબાવવા માટે એક નીતિ બનાવવામાં આવી હતી અને ઈસુની કથિત સત્તામાં વિશ્વાસ ન રાખનારા ‘નૉન-બિલીવર્સ’ને સજા થવા લાગી હતી. આ ઘટના વિશે લખનારા ઇતિહાસકારોને પણ ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમને કાં તો ગરમ તેલમાં નાખીને સળગાવી દેવામાં આવ્યા હતા અથવા તો જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આવા કેટલાક લેખકોમાં ફિલિપો સાસેસ્ટી, ચાર્લ્સ ડેલોન, ક્લાઉડિયસ બુકાનન વગેરેના નામ સામેલ છે.
ઇતિહાસમાં પ્રથમ વખત હિંદુઓને મોટાપાયે ભાગી જવા અને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ફ્રાન્સિસ ઝેવિયર માત્ર ભારતમાં જ નહીં પરંતુ મલય દ્વીપકલ્પ, શ્રીલંકા, જાપાન અને ચીનમાં પણ ખ્રિસ્તી મતનો પ્રચાર કરવા ગયા હતા. ચીનના ટાપુ પર તાવથી તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે તેમણે પોતાના જીવનમાં ઓછામાં ઓછા 30,000 લોકોને ખ્રિસ્તી બનાવ્યા હતા.
સોસાયટી ઑફ જીસસ અથવા ‘જેસુઈટ્સ’, જેનો સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર એક ભાગ હતા, તેણે લોકોને મોટાપાયે ગુલામ બનાવ્યા હતા. જેસુઈટ્સે અમેરિકામાં સ્થાનિક આદિવાસીઓને ગુલામ બનાવ્યા હતા. તેની પાસે એક સમયે 20,000થી વધુ ગુલામો હતા અને તેમને ખેતરોમાં અને અન્ય નોકરીઓમાં કામે રાખવામાં આવતા હતા. ગુલામો રાખવા અને તેમને ત્રાસ આપવાને ઘણી વખત યોગ્ય ગણાવવામાં આવ્યું હતું. તેને ખ્રિસ્તી મત વિરુદ્ધ ગણી શકાતું નહોતું.
કઈ રીતે થતું હિંદુઓનું ધર્માંતરણ?
શરૂઆતમાં જ્યારે ઝેવિયર ગોવા આવ્યા ત્યારે તેમણે શાંતિપૂર્ણ રીતે પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયા ત્યારે હિંસા, બળજબરી અને યાતનાઓનો સહારો લીધો. શરૂઆતમાં ઝેવિયરે ધર્માંતરણ માટે સ્થાનિક ભાષામાં ખ્રિસ્તી પંથના સિદ્ધાંતો લખાવીને શાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું અને બાળકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેમણે ગોવામાં એક કૉલેજ ખોલી, જેમાં મૂર્તિપૂજક યુવાનોને પ્રવેશ આપવામાં આવતો અને તેમને લેટિન શીખવવામાં આવતી, ત્યારબાદ ખ્રિસ્તી શિક્ષણ આપવામાં આવતું. ‘સાન્ટા ફે’ નામની આ કૉલેજમાં 500 વિદ્યાર્થીઓ હતા અને તેને ચલાવવા માટે યુરોપમાંથી ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું.
શરૂઆતમાં આદિવાસી સમુદાયના બાળકોને બાપ્ટિઝમ આપીને ક્રોસ પહેરાવવામાં આવ્યા અને તેમને તેમના જ માતા-પિતાની સામે કરવામાં આવ્યા. પછી હિંદુ બાળકોને મંદિરમાં લઈ જવાતા અને તેમને દેવી-દેવતાઓને ગાળો આપવાનું કહેવાતું. મૂર્તિઓ તોડવી, તેમના પર થૂંકવું અને તેને કચડી નાખવાનું કહેવામાં આવતું હતું. 1541માં ખ્રિસ્તી મિશનરીઓએ બધા હિંદુ મંદિરો બંધ કરવાનું ફરમાન બહાર પાડ્યું હતું.
હિંદુઓને ગણાવ્યા ‘કાફિર’
ફ્રાન્સિસ ઝેવિયર હિંદુઓને ‘મૂર્તિપૂજક’, ‘કાફિર અથવા ‘વિધર્મી’ કહેતા હતા. એક પત્રમાં તેમણે લખ્યું હતું કે જો ખ્રિસ્તી મતના માત્ર થોડા લોકો એવા હોત જેઓ ફક્ત પોતાના ફાયદાનું જ ન વિચારતા હોત તો મોટી સંખ્યામાં ‘કાફિરો’ને ખ્રિસ્તી બનાવી શકાયા હોત. આ જ પત્રમાં તેમની કૉલેજનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેના વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં ખ્રિસ્તી પંથ ફેલાવશે.
આ જ પત્રમાં ઝેવિયરનો હિંદુઓ અને ખાસ કરીને બ્રાહ્મણો પ્રત્યેનો દ્વેષ પણ દેખાતો હતો. તેમને લાગતું કે હિંદુઓ ‘જુઠ્ઠા અને દગાબાજ’ હોય છે. પત્રમાં લખ્યું છે કે તેઓ દેવી-દેવતાઓની પૂજા કરે છે, અંધશ્રદ્ધાળુ ધાર્મિક વિધિઓ કરે છે અને મંદિરો અને મૂર્તિઓની જાળવણી કરે છે. તેમણે બ્રાહ્મણોનું વર્ણન કરવા માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેમને ‘વિશ્વનો સૌથી વિકૃત અને દુષ્ટ સમુદાય’ ગણાવ્યો હતો.
હિંદુઓના નરસંહાર પર વ્યક્ત કર્યો આનંદ
1545માં કોચીનમાં ઝેવિયરે એક પત્ર લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, “દરેક વ્યક્તિ બાપ્તિસ્મા લે તો હું તેમના ખોટા દેવતાઓના તમામ મંદિરોનો નાશ કરવાનો અને બધી મૂર્તિઓના ટૂકડા-ટૂકડા કરવાનો આદેશ આપીશ. હું એ આનંદનું વર્ણન નથી કરી શકતો કે જે મૂર્તિઓની તે પૂજા કરતા હતા એ જ મૂર્તિઓ તેમના દ્વારા તોડવામાં આવી રહી છે, આ બધું જોઇને મને કેટલો આનંદ થઇ રહ્યો છે. હું દરેક શહેરો અને ગામડાઓમાં ખ્રિસ્તી સિદ્ધાંતોને સ્થાનિક ભાષામાં લખીને મોકલું છું અને સાથે લોકોને એ પણ સમજાવું છું કે સવાર અને સાંજની શાળાઓમાં તેને કેવી રીતે ભણાવવા જોઈએ.”
ઝેવિયરે 16 મે 1545ના રોજ પોર્ટુગલના રાજાને એક પત્ર લખ્યો હતો, જેમાં ગોવામાં ઇન્ક્વિઝિશનની માંગ કરી હતી. આ પત્રને કારણે 1560માં ગોવા ઇન્ક્વિઝિશનની શરૂઆત થઈ, જે 1774 સુધી એટલે કે 214 વર્ષ સુધી ચાલ્યું અને 1812માં સંપૂર્ણપણે ખતમ થયું તેનો ઉપયોગ કરીને હિંદુઓ પર ભયાનક યાતનાઓ ગુજારવામાં આવી હતી.
બાળકોને જીવતાં સળગાવી દેવાયાં
ઇન્ક્વિઝિશન આવ્યા બાદ હિંદુઓ પર અત્યાચારનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. ફ્રાન્સિસ ઝેવિયરે ગોવા પર સંપૂર્ણ કબજો જમાવી લીધો. તેણે હિંદુઓને દબાવવા માટે નીતિઓ સ્થાપિત કરી અને ઈસુની કથિત શક્તિમાં ન માનતા હોય એવા લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. ઑક્ટોબર 1560 સુધીમાં સામાન્ય લોકોના જીવનથી લઈને મૃત્યુ સુધીનું તેમનું ભાગ્ય ખ્રિસ્તી પાદરીઓના હાથમાં હતું. આ સભ્યતાના આડમાં શ્રદ્ધાનો ક્રૂર અને ભયાનક કબજો હતો. લોકોને ખ્રિસ્તી પંથમાં રૂપાંતરિત કરવા માટે હિંદુવિરોધી ક્રૂર કાયદા ઘડવામાં આવ્યા હતા.
આ સિસ્ટમ એવી ભયાનક હતી કે જેમણે પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે પણ પોતાનો સનાતન પાળ્યો હોય તેમને ભયંકર યાતનાઓ આપવામાં આવતી હતી. પૂછપરછ માટે માત્ર એક અફવા પૂરતી હતી કે ફલાણો વ્યક્તિ ઘરમાં ગુપ્ત રીતે મૂર્તિપૂજા કરે છે કે હિબ્રૂ ભાષામાં પ્રાર્થના કરે છે. બસ એટલી જ અફવા પર મિશનરીઓ એ વ્યક્તિને ઘસડીને કચેરીમાં લાવી દેતા.
જેમને દોષી ઠેરવવામાં આવતા તેમને એવી ભયાનક સજાઓ આપવામાં આવતી કે માનવતા પણ શરમાઈ જાય. જાહેરમાં ચાબુક મારવા, નખ ઉખેડી ફેંકવા, આંખો ફોડી નાખવી આ બધું સામાન્ય હતું. કેટલાક કિસ્સાઓમાં આખાં ગામને આગ ચાંપી દેવામાં આવતી અને સ્ત્રીઓ-બાળકોને ગુલામ બનાવી લેવામાં આવતાં. આ સિવાય મોટા ચક્કરવાળા પૈડાઓનો કે ચક્રોનો ઉપયોગ કરીને હિંદુઓને બાંધી દેવામાં આવતા અને ચક્ર ફેરવવામાં આવતું. આ ચક્ર ત્યાં સુધી ફેરવવામાં આવતું જ્યાં સુધી વ્યક્તિના લગભગ બધાં હાડકાં ચૂર-ચૂર ન થઈ જતાં. નોંધનીય છે કે 1959 સુધીમાં 350થી વધુ હિંદુ મંદિરોનો નાશ કરવામાં આવ્યો અને મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હિંદુઓ પર નિર્મમ અત્યાચાર
ઇન્ક્વિઝિશનના સમયમાં હિંદુઓને તેમના ધર્મગ્રંથોનું વાંચન કરવા માટે જેલમાં પૂરી નાખવામાં આવતા, તેમને યાતનાઓ આપવામાં આવતી અને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. એવું કહેવાય છે કે કદંબવંશના સપ્તકોટેશ્વર મંદિરના અવશેષ ગણાતા એક સ્તંભ પર હિંદુઓને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. આ સ્તંભને ‘હાથકાટરો સ્તંભ’ (પિલર ઑફ ઇન્ક્વિઝિશન) તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા પર જે હિંદુઓ ધર્માંતરણનો વિરોધ કે ઇનકાર કરતા તેમને બાંધીને તેમના હાડકા ન તૂટી જાય સુધી ખેંચવામાં આવતા.
આ સ્તંભ પર બાંધીને તેમને માર મારવામાં આવતો હતો. તેમના હાથ-પગ તોડવામાં આવતા હતા. એટલું જ નહીં હિંદુ માતા-પિતાનાં બાળકોને ઝૂંટવી લઈને તેમની આંખ સામે જ જીવતાં સળગાવી દેવામાં આવતાં. માતા-પિતાને બાંધીને બેસાડી દેવામાં આવતાં અને કહેવામાં આવતું કે, “ખ્રિસ્તી મત સ્વીકારો, નહીં તો બાળકને આંખ સામે બળતું જુઓ.”
ઇન્ક્વિઝિશનના સમયગાળામાં 4,000થી વધુ બિન-ખ્રિસ્તીઓને આવી ભયાનક સજાઓ આપવામાં આવી હતી. મુસ્લિમ આક્રમણકારોના જઝિયા કરની જેમ પોર્ટુગીઝ મિશનરીઓએ હિંદુઓ પર ‘ઝેન્ડી કર’ (Xenddi tax) લાદ્યો હતો. કહેવાય છે કે 214 વર્ષના લાંબા કાળખંડમાં (1560-1774) કુલ 16,172 લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમાંથી મોટાભાગનાને રોમન કૅથોલિક સિવાયના કોઈપણ પંથને વળગી રહેવાના આરોપમાં ભયંકર યાતનાઓ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આ બધી યાતનાઓના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત હિંદુઓને મોટાપાયે ભાગી જવા અને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ફ્રાન્સિસ ઝેવિયર માત્ર ભારતમાં જ નહીં પરંતુ મલય દ્વીપકલ્પ, શ્રીલંકા, જાપાન અને ચીનમાં પણ ખ્રિસ્તી મતનો પ્રચાર કરવા ગયા હતા. ચીનના ટાપુ પર તાવથી તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે, તેમણે પોતાના જીવનમાં ઓછામાં ઓછા 30,000 લોકોને ખ્રિસ્તી બનાવ્યા હતા.


