Sunday, November 3, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમાતા-પિતાની સામે કાપી નાખ્યા હિંદુ બાળકોના અંગો... ધર્માંતરણની ના પાડી તેમને જીવતા...

    માતા-પિતાની સામે કાપી નાખ્યા હિંદુ બાળકોના અંગો… ધર્માંતરણની ના પાડી તેમને જીવતા સળગાવી દેવાયા…: જે ફ્રાન્સિસ ઝેવિયરને ખ્રિસ્તીઓ માને છે સંત, તેમણે ગોવામાં બંધ કરાવ્યા હતા 300થી વધુ મંદિરો- જાણો વિસ્તારથી

    ગોવામાં 'હાથકાટરો' સ્તંભ પણ છે. કહેવાય છે કે હિંદુઓ પર પોર્ટુગીઝ શાસકોની બર્બરતાનો આ જીવંત પુરાવો છે. હિંદુઓને તેની સાથે બાંધી દેવામાં આવતા અને તેમના શરીરના અંગો ખ્રિસ્તીઓ દ્વારા તોડવામાં આવતા.

    - Advertisement -

    ગોવામાં ખ્રિસ્તી (Christian) ધર્મનો પ્રસાર કરવા માટે ‘સેન્ટ’ ફ્રાન્સિસ ઝેવિયરનું (Saint Francis Xavier) નામ સૌથી વધુ કુખ્યાત છે. ખ્રિસ્તી સમુદાયના લોકો તેમને ‘ગોવાના સંરક્ષક’ માને છે. જો કે, આ કહેતી વખતે, તેમને યાદ નથી કે તેઓ જે ગોવાની (Goa) વાત કરે છે તેની 60% વસ્તી હજુ પણ હિંદુઓની છે. તે હિંદુઓ જેમને નાબૂદ કરવા માટે ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર’એ જે કર્યું હતું તેની કોઈ કલ્પના પણ કરી શકે એમ નથી.

    આગળ વધતા પહેલા, એ જાણીએ કે સત્તાવાર સાઇટ પર ગોવા વિશે શું લખ્યું છે. ગોવા સરકારની સાઇટ અનુસાર, ગોવાની સંસ્કૃતિને ધર્મપરિવર્તનથી આંચકો લાગ્યો હતો આ બાબત એકદમ સ્પષ્ટ છે. ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન લોકોનું મોટા પાયે ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ બધું જોઈને ખ્રિસ્તી સમુદાયના લોકોએ ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર’માં તેમની અતૂટ શ્રદ્ધા બતાવવાનું શરૂ કર્યું.

    (Photo: OpIndia Hindi)

    કહેવાય છે કે પોર્ટુગીઝ શાસન પહેલા નાનકડાં ગોવામાં સેંકડો મંદિરો હતા. જો કે, જ્યારે ‘સેન્ટ’ ફ્રાન્સિસ ઝેવિયર 1542માં પોર્ટુગીઝ કાફલા સાથે ભારત આવ્યા, ત્યારે તેમણે માત્ર ખ્રિસ્તી ધર્મનો ફેલાવો શરૂ કર્યો એટલું જ નહીં પરંતુ થોડા વર્ષોમાં 350+ થી વધુ હિંદુ મંદિરો પણ બંધ કરાવી દીધા. આ દરમિયાન અનેક મંદિરો પણ જમીનદોસ્ત થઈ ગયા હતા.

    - Advertisement -

    ‘સેન્ટ’ ઝેવિયરના કાળ દરમિયાન હિંદુઓ પર અનેક નુસ્ખાઓ અજમાવીને તેમને ખ્રિસ્તી બનાવવાના પ્રયત્નો થવા લાગ્યા. પરંતુ આ પ્રયત્નો જયારે નિષ્ફળ જવા લાગ્યા અને ‘સેન્ટ’ ઝેવિયરને લાગ્યું કે સનાતનને ધ્વસ્ત કરવો એટલું સરળ કામ નથી. જો એ રસ્તાઓ પર મંદિરો બંધ કરાવશે તો હિંદુઓ ઘરમાં જ મંદિર બનાવી દેશે. આ પરિસ્થિતિમાં તેમણે હિંસા અને લોકોને ભ્રમિત કરવાનો રસ્તો અપનાવ્યો.

    ફિલિપો સૈસેટી, એક ઇટાલિયન પ્રવાસી અને વેપારી હતા કે જેઓ 1578થી 1588 દરમિયાન ભારતમાં હતા. ગોવાની સ્થિતિ જોઈને તેમણે કહ્યું હતું કે તે સમયે હિંદુઓ પર તેમના પવિત્ર ગ્રંથો અને તેમના ધર્મનું પાલન કરવાનો આરોપ હતો. હિંદુ મંદિરોને નષ્ટ કરવામાં આવતા હતા, લોકોને એટલા પ્રતાડિત કરવામાં આવતા હતા કે તે મોટી સંખ્યામાં શહેર છોડીને ચાલ્યા જાય. જો કોઈ આ વાત માનવાનો ઇનકાર કરે કે તેમના પૂર્વજોના દેવતાઓની પૂજા કરે તો એમણે જેલવાસ, યાતના અને મૃત્યુની સજા ફરમાવવામાં આવતી હતી.

    ‘સેન્ટ ઝેવિયર’ પરના હાલના લેખો દર્શાવે છે કે તેમને હિંદુઓથી એટલી નફરત હતી કે તે હિંદુઓને વિધર્મી, નાસ્તિક તરીકે પણ સંબોધતા હતા. તે જ સમયે, તેમને બ્રાહ્મણો સાથે એટલી બધી તકલીફો હતી કે તે તેમને ‘છેતરનારા અને જૂઠ્ઠા’ તરીકે દર્શાવતા હતા જેથી સમાજનો તેમના પરથી વિશ્વાસ ઉઠી જાય. આ ઉપરાંત, લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ લાવવા માટે, ખ્રિસ્તી ધર્મના ગુણો સિવાય, તે કહેતા હતા કે હિંદુઓ અને તેમના દેવી-દેવતાઓ કેવી રીતે ખરાબ છે.

    (Photo: OpIndia Hindi)

    ફ્રાન્સિસ વિશે એવું કહેવામાં આવે છે કે તેમની હાજરી દરમિયાન, ગોવામાં ધર્મપરિવર્તનની ગતિ એટલી ઝડપથી વધી ગઈ કે ઘણી વખત તેમણે આખે આખા ગામોને ખ્રિસ્તી બનાવી દીધા હતા. પછી હિંદુ બાળકોને મંદિરમાં લઇ જતા અને તેમને દેવી-દેવતાઓને ગાળો આપવાનું કહેતા હતા, મૂર્તિઓ તોડવી, તેમના પર થુકવા અને તેને કચડી નાખવાનું કહેવામાં આવતું હતું.

    હવે ‘સેન્ટ’ ઝેવિયરના યુગને ઘણી સદીઓ વીતી ગઈ છે. આજે આપણે ખ્રિસ્તી સમુદાય અંગે એટલું જ જાણીએ છીએ જેટલું ખ્રિસ્તી સમુદાય આપણને એમના વિષે જણાવે છે. પરંતુ તેમની વાતો જો આપણે જાતે સમજવા ઈચ્છતા હોઈએ તો ‘સેન્ટ’ ઝેવિયર હિંદુઓ માટે શું વિચાર ધરાવતા હતા તો પત્રમાં લખેલી એક વાત વાંચવી જોઈએ જે તેમણે 1545માં કોચીનમાં લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે,

    “જ્યારે બધા લોકો બાપ્તિસ્મા પામ્યા છે, ત્યારે હું તેમના જૂઠા દેવોના મંદિરોનો નાશ કરવાનો અને બધી મૂર્તિઓને તોડી-ફોડી નાખવાનો આદેશ આપું છું. હું એનું વર્ણન નથી કરી શકતો કે જે મૂર્તિઓની તે પૂજા કરતા હતા એ જ મૂર્તિઓ તેમના દ્વારા તોડવામાં આવી રહી છે, આ બધું જોઇને મને કેટલો આનંદ થઇ રહ્યો છે. હું દરેક શહેરો અને ગામડાઓમાં ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોને સ્થાનિક ભાષામાં લખીને મુકું છું અને સાથે લોકોને એ પણ સમજવું છું કે સવાર અને સાંજની શાળાઓમાં આને કેવી રીતે ભણાવવું જોઈએ.”

    જ્યારે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરે સંપૂર્ણ રીતે ગોવા પર કબજો કર્યો, ત્યારે બિન-ખ્રિસ્તીઓ માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ કારણ કે પછી સત્તા ખ્રિસ્તી પાદરીઓના હાથમાં આવી ગઈ અને હિંદુ વિરોધી કાયદાઓ બનવા લાગ્યા. ધર્મ પરિવર્તન માટે ઘાતકી યાતનાઓનો ઉપયોગ થવા લાગ્યો. હિંદુ માતા-પિતાની સામે બાળકોના અંગો કાપી નાખવામાં આવતા. જેઓ ધર્મ પરિવર્તન માટે સંમત ન હતા તેમને શૂળી પર લટકાવીને સળગાવી દેવામાં આવ્યા.

    આ રીતે, ઝેવિયરના સમયમાં ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને પછીથી, જ્યારે ઈતિહાસકારોએ આ સત્ય વિશે લખવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને પણ અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો. ગોવામાં ‘હાથકાટરો’ સ્તંભ પણ છે. કહેવાય છે કે હિંદુઓ પર પોર્ટુગીઝ શાસકોની બર્બરતાનો આ જીવંત પુરાવો છે. હિંદુઓને તેની સાથે બાંધી દેવામાં આવતા અને તેમના શરીરના અંગો ખ્રિસ્તીઓ દ્વારા તોડવામાં આવતા.

    ઘણા હિંદુઓ માને છે કે જે સ્તંભ પર હિંદુઓ પર આટલો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તે શ્રી સપ્તકોટેશ્વર મંદિરના અવશેષો છે. જે કદંબ વંશના શાસન દરમિયાન અસ્તિત્વમાં હતા અને બાદમાં પોર્ટુગીઝો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યા હતા. તથા પછીથી તેનો ઉપયોગ હિંદુઓને યાતના આપવા માટે થવા લાગ્યો.

    આજે ભારતમાં ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર’ના નામ પર અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને આરોગ્ય કેન્દ્રો છે. ખ્રિસ્તીઓ ‘સેન્ટ’ ઝેવિયરને તેમના પ્રતિષ્ઠિત પાદરી માને છે. તેમના અપમાનને પોતાનું અપમાન સમજે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમના વિશેના હાલના લેખો અને માહિતી માત્ર એટલું જ જણાવે છે કે તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે હિંદુઓ અથવા બિન-ખ્રિસ્તીઓ પર અત્યાચાર કર્યો હતો. જો આજે પણ લોકો ‘સેન્ટ’ ઝેવિયરના બતાવેલા રસ્તાને સૌથી સારો મને છે તો શું એવું માનવું જોઈએ કે એ પણ હિંદુ વિરોધી છે જેમને ઝેવિયર કાળમાં હિંદુઓ સાથે જે થયું તેનાથી કોઈ આપત્તિ નથી.

    જાણકારી માટે નોંધનીય છે કે ‘સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર’ ‘સોસાયટી ઓફ જીસસ’ સાથે સંકળાયેલા હતા. જીસસના આ સમાજના લોકોને ‘જેસુઈટ્સ’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જેસુઈટ્સે એક સમયે 20,000 થી વધુ લોકોને ગુલામ બનાવ્યા હતા અને તેમને ખેતી સહિત સખત મહેનત વાળા કામ કરાવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં