હોમપેજસ્પેશ્યલTCSથી લઈને લેન્સકાર્ટ સુધી: કેવી રીતે 'સમુદાય વિશેષ'ને મળેલા પ્રોત્સાહનનો ભોગ બની...

TCSથી લઈને લેન્સકાર્ટ સુધી: કેવી રીતે ‘સમુદાય વિશેષ’ને મળેલા પ્રોત્સાહનનો ભોગ બની રહ્યા છે હિંદુઓ

જ્યારે ઇસ્લામી કટ્ટરપંથીઓ સિસ્ટમેટિક હિંદુ મહિલાઓ અને હિંદુઓને ટાર્ગેટ કરે છે ત્યારે આવી કંપનીઓનું પ્રોત્સાહન હિંદુ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ છે અને મીડિયાનું ભેદી મૌન હિંદુઓ માટે ટકોર છે. 

- Advertisement -

નાશિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસની (TCS) યુનિટથી સામે આવેલો મામલો માત્ર એક સામાન્ય કાર્યસ્થળ વિવાદ નહોતો. અનેક FIR, ધરપકડો અને હિંદુ પીડિતાઓના નિવેદનો સ્પષ્ટ સંકેત આપે છે કે જે કંઈ થયું તે લાંબા સમય સુધી ચાલતું રહ્યું અને ફરિયાદો છતાં સમયસર તેને રોકવામાં આવ્યું નહોતું. હિંદુ પીડિતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને માનસિક અને શારીરિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો અને ઇસ્લામી ધર્માંતરણ માટે રીતસર બળજબરી, ધામધમકીનનો સામનો કરવો પડ્યો હતો.

જે આરોપીઓની ઓળખ જાહેર થઈ, તે તમામ મુસ્લિમ સમુદાયના છે અને સિસ્ટમેટિક રીતે આ આખી ગેંગ કામ કરતી હતી. રૂઆબદાર પોસ્ટ પર જેહાદી માનસિકતાના માણસને બેસાડી દેવામાં આવે છે અને ત્યાંથી શરૂ થાય છે સહકર્મી હિંદુ મહિલાઓનું શોષણ. આ કેસમાં પણ આવું જ થયું હતું. HRને ફરિયાદ કરવામાં આવતા તેણે પણ કોઈ મદદ કરી ન હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે આ આખા કાંડની માસ્ટરમાઇન્ડ HR નિદા ખાન હતી.

અહીં મુદ્દો માત્ર આરોપીઓની ઓળખનો નથી, પરંતુ તે પેટર્નનો છે જે આ આરોપોમાંથી ઉભરી આવે છે. જ્યારે એક જ પ્રકારના આરોપ અનેક કેસમાં સામે આવે છે, ટાર્ગેટિંગ, દબાણ અને ધર્માંતરણના પ્રયાસો. ત્યારે તેને માત્ર એકલદોકલ ઘટના કહીને  ફગાવી દેવી સરળ તો છે, પરંતુ નિષ્પક્ષ નથી. સવાલ એ છે કે શું કોર્પોરેટ દુનિયામાં હવે હિંદુ હોવું ગુનો બની રહ્યું છે? શું કોર્પોરેટ દુનિયામાં ‘સમુદાય વિશેષ’ના કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે?

- Advertisement -

લેન્સકાર્ટ વિવાદ

TCS કાંડનું હજુ તો ચાલી જ રહ્યું હતું અને તે દરમિયાન લેન્સકાર્ટ સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યો છે, જ્યાં કાર્યસ્થળના નિયમો અને હિંદુવિરોધી નીતિને લઈને વિવાદ વધ્યો છે. લેન્સકાર્ટે પોતાના કર્મીઓ માટે નવી નિયમાવલી જાહેર કરી હતી, જેમાં તિલક, કલાવા કે અન્ય હિંદુ ચિહ્નો, પ્રતીકો પર રોક લગાવી દેવામાં આવી તો બીજી તરફ હિજાબને મંજૂરી આપવામાં આવી હતી. આ માત્ર એક કંપનીની નીતિનો સવાલ નથી, પરંતુ તે વ્યાપક વિચારસરણીનો સંકેત છે જેમાં ‘ન્યુટ્રેલિટી’નો દાવો કરવામાં આવે છે, પરંતુ વ્યવહારમાં વર્ણસંકરતા દેખાય છે.

કોર્પોરેટ વર્લ્ડ પોતાને ‘પ્રોફેશનલ’ અને ‘નિષ્પક્ષ’ કહે છે. પરંતુ જ્યારે કાર્યસ્થળ પર કર્મચારીઓની ઓળખ, તેમની આસ્થા અને તેમની સાથેના વર્તન માટે બે અલગ-અલગ માપદંડો દેખાવા લાગે, ત્યારે આ દાવો નબળો પડવા લાગે છે. આ સાથે એ સવાલ પણ ઊઠે છે કે શું HR અને મેનેજમેન્ટ માત્ર નિયમોની ઔપચારિકતા નિભાવી રહ્યા છે, અથવા વાસ્તવમાં એક સુરક્ષિત અને સંતુલિત વાતાવરણ બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.

મીડિયાની ભૂમિકા પણ અહીં તપાસના દાયરામાં આવે છે. કેટલાક પાસાંઓને મોટી તવજ્જો આપવામાં આવે છે, જ્યારે કેટલાક અસ્વસ્થ કરતા સવાલોને કિનારે કરી દેવામાં આવે છે.  આ પસંદગી માત્ર ‘સાવધાની’ નથી, આ એક એવી અચકામણ છે જે કેટલાક વિષયો પર ખુલ્લી ચર્ચા કરવાથી રોકે છે? ખાસ કરીને હિંદુઓ માટેનો અવાજ બનવાની જગ્યાએ આ મીડિયા મૌન ધારણ કરી લે.

સૌથી મહત્વની વાત એ છે કે આવા મામલાઓને માત્ર ‘એક કંપનીની સમસ્યા’ માનીને છોડી દેવા સરળ રસ્તો છે. પરંતુ જો અલગ-અલગ જગ્યાએ સમાન પ્રકારના આરોપો ઉભરી આવે છે તો તેમને જોડીને જોવાની જરૂર છે. લેન્સકાર્ટ અને TCSમાં જે થયું એ હિંદુ સમુદાય માટે લાલબત્તી સમાન કિસ્સા છે અને હવે સમાજમાં એ સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે શું કોર્પોરેટ દુનિયામાં હિંદુ હોવું ગુનો છે? શા માટે આવી કંપનીઓમાં કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે?

સાથે એ સમજવું પણ જરૂરી છે કે જો કોર્પોરેટ દુનિયામાં નિષ્પક્ષતાનો દાવો કરવામાં આવે છે તો તે દરેક કર્મચારી માટે સમાન રીતે દેખાવો જોઈએ, નહીં કે પસંદગીપૂર્ણ રીતે. સવાલ ઉઠાવવો ‘વિવાદ’ નથી, પરંતુ તે સત્યની શોધ છે, જેને વારંવાર અસ્વસ્થતાના કારણે ટાળી દેવામાં આવે છે. જ્યારે ઇસ્લામી કટ્ટરપંથીઓ સિસ્ટમેટિક હિંદુ મહિલાઓ અને હિંદુઓને ટાર્ગેટ કરે છે ત્યારે આવી કંપનીઓનું પ્રોત્સાહન હિંદુ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ છે અને મીડિયાનું ભેદી મૌન હિંદુઓ માટે ટકોર છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં