હોમપેજરાજકારણડિલિમિટેશન અને વિપક્ષનો એજન્ડાપ્રેરિત વિરોધ: ‘જિતની આબાદી ઉતના હક’વાળાઓને હવે તકલીફ કેમ...

ડિલિમિટેશન અને વિપક્ષનો એજન્ડાપ્રેરિત વિરોધ: ‘જિતની આબાદી ઉતના હક’વાળાઓને હવે તકલીફ કેમ થઈ રહી છે?

રાહુલ ગાંધી અને કોંગ્રેસ દલિતો-OBCના ‘મસીહા’ બનતા ફરે છે અને ‘જિતની આબાદી, ઉતના હક’નાં ગાણાં ગાતા રહે છે. પરંતુ આ સમુદાયોની વસ્તી પણ ઉત્તરમાં વધારે છે. તેમની બેઠકો વધશે તો આ જ સમુદાયોનું પ્રતિનિધિત્વ પણ વધશે. તો પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને શું સમસ્યા હોવી જોઈએ એ પણ એક પ્રશ્ન છે.

- Advertisement -

સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં ત્રણ બિલો પર ચર્ચા કરીને પસાર કરવામાં આવશે. જેમાંથી એક બંધારણીય સુધારો છે. સાથે ડિલિમિટેશન કમિશનની રચના કરવા માટે એક બિલ લાવવામાં આવી રહ્યું છે. ત્રીજું બિલ સંલગ્ન છે, જે કેન્દ્રશાસિત પ્રદેશોનું સંચાલન કરતા કાયદામાં સુધારો કરવા માટે લવાશે.

લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33% મહિલા અનામતની જોગવાઈ કરતું ‘નારીશક્તિ વંદન વિધેયક’ બિલ સપ્ટેમ્બર 2023માં સંસદે પસાર કર્યું. પરંતુ આ બિલ એમ કહે છે કે તે લાગુ ત્યારે જ થાય જ્યારે નવેસરથી સીમાંકન થઈ જાય અને લોકસભાની બેઠકો વધે.

અંતિમ વખત 1977માં 1971ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન થયું હતું અને લોકસભાની 543 બેઠકો નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ બેઠકો ફ્રીઝ કરી દેવામાં આવી. એટલે કે આંકડો વધારી શકાય નહીં એવી જોગવાઈ થઈ. 2001માં આ બેઠકો ફ્રીઝ કરવાની વ્યવસ્થા 2021ની વસ્તી ગણતરી બાદ સીમાંકન થાય ત્યાં સુધી એટલે 2026 સુધી લંબાવવામાં આવી. એટલે ચાર દાયકાથી સીમાંકન થયાં તોપણ લોકસભાની બેઠકો વધી નથી. આંકડો 543 જ રહ્યો છે. મહત્તમ બેઠકો 550 સુધી લઈ જઈ શકાય એવું અત્યારે બંધારણ કહે છે.

- Advertisement -

મોદી સરકાર ઇચ્છે છે કે મહિલા અનામત 2029માં જ લાગુ થઈ જાય. તેના માટે સીમાંકન કરવું જરૂરી છે. સીમાંકન બંધારણ અનુસાર ‘લેટેસ્ટ વસ્તી ગણતરી’ પછી જ થઈ શકે. આમ તો વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પણ કોરોના મહામારીના કારણે પાછળ ઠેલાતી રહી. અત્યારે શરૂ થઈ છે. ઘર ગણતરી ચાલી રહી છે. બીજા તબક્કામાં વસ્તી ગણતરી થશે. જે ઘણો સમય માગી લેતું કામ છે. ત્યારબાદ સીમાંકન કરવામાં આવે તો લાંબો સમય રાહ જોવી પડે અને 2029 પહેલાં બેઠકો વધારી શકાય નહીં.

આનો તોડ લાવવા માટે સરકાર બંધારણીય સુધારો કરી રહી છે. જેથી સીમાંકન 2026ની વસ્તી ગણતરી પહેલાં થઈ શકે અને મહિલા અનામત વહેલી તકે લાગુ કરી શકાય. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે આના માટે આધાર માત્ર 2011ની વસ્તી ગણતરીના આંકડાનો નહીં લેવાય. બીજું આશ્વાસન એ પણ આપવામાં આવ્યું છે કે આમાં કોઈ રાજ્ય, કોઈ પ્રદેશને અન્યાય થવા નહીં દેવાય. આના માટે ખાસ ડિલિમિટેશન કમિશનની રચના કરવામાં આવશે, જેના માટે ડિલિમિટેશન બિલ લાવવામાં આવ્યું છે.

‘જિતની આબાદી ઉતના હક’ કહેનારાઓ અહીં એ તર્ક કેમ વાપરતા નથી?

તેમ છતાં સરકારના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવાની કુટેવ ધરાવતા વિપક્ષે ફરી હોબાળો મચાવવા માંડ્યો છે. મહિલા અનામત મુદ્દે તેઓ વિરોધ કરી શકે તેમ નથી એટલે એવું કહેવાનું ચાલુ કર્યું છે કે અમે આ બિલના તો સમર્થનમાં છીએ પણ સરકાર ડિલિમિટેશન ન કરે. તેના માટે દક્ષિણનાં રાજ્યોને ભડકાવવામાં આવી રહ્યાં છે અને એવું ચલાવવામાં આવી રહ્યું છે કે જો સીમાંકન થશે તો દક્ષિણનાં રાજ્યોને અન્યાય થશે. કારણ કે ઉત્તરનાં રાજ્યોની વસ્તી વધારે છે એટલે વસ્તીના પ્રમાણમાં તેમની બેઠકો વધુ થશે અને દક્ષિણમાં વસ્તી પ્રમાણમાં ઓછી છે એટલે તેમનું પ્રતિનિધિત્વ ઘટી જશે.

વક્રતા એ પણ છે કે આ જ કોંગ્રેસ અને આ જ રાહુલ ગાંધી અને તેમની ટોળકી બાકીના દિવસોમાં ‘જિતની આબાદી ઉતના હક’ની બૂમો પાડીને લોકોને ભડકાવવાના પ્રયાસો કરતા રહે છે. ત્યારે તેમનો તર્ક એવો હોય છે કે જે જાતિ-સમુદાયની જેટલી વસ્તી છે તેને તેટલો અનામતનો હક મળવો જોઈએ, એટલું વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ જ લૉજિક અહીં લાગુ કરીએ તો ઉત્તરનાં રાજ્યોની વસ્તી વધારે છે એટલે તેમની બેઠકો વધે એ તેમને મંજૂર નથી. હિન્દીમાં આના માટે ‘દોગલાપન’ શબ્દ છે.

બીજું, આ જ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દલિતો-OBCના ‘મસીહા’ બનતા ફરે છે અને ‘જિતની આબાદી, ઉતના હક’નાં ગાણાં ગાતા રહે છે. પરંતુ આ સમુદાયોની વસ્તી પણ ઉત્તરમાં વધારે છે. તેમની બેઠકો વધશે તો જે SC-ST અનામત છે એ પણ વધશે અને એટલે આ જ સમુદાયોનું પ્રતિનિધિત્વ પણ વધશે. તો પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને શું સમસ્યા હોવી જોઈએ એ પણ એક પ્રશ્ન છે.

સરકાર કહી ચૂકી છે– કોઈને અન્યાય નહીં થાય

તેમ છતાં સરકાર કહી ચૂકી છે, વડા પ્રધાન પોતે સંસદમાં ઓન રેકોર્ડ કહી ચૂક્યા છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રદેશ કે રાજ્યોને નુકસાન નહીં થવા દઈએ અને સમાન અનુપાતમાં સૌની બેઠકો વધશે. એટલે ગુજરાતની જે પ્રમાણે બેઠકો વધશે, એ જ રીતે તમિલનાડુની પણ વધશે. કોઈને નુકસાન નહીં થાય.

સરકારે સ્પષ્ટતા એ પણ કરી છે કે 2011ની વસ્તી ગણતરી એકમાત્ર આધાર રાખવામાં નહીં આવે. એ પણ એક સમજવા જેવી વાત છે કે 2011 હોય કે 2026ની વસ્તી ગણતરી, આ નોર્થ-સાઉથની વસ્તી વચ્ચે જે ગેપ છે એ રહેશે જ. એટલે કાલે ઉઠીને કદાચ 2026ની વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન કરવામાં આવે તોપણ કોંગ્રેસની વિશિષ્ટ પ્રકારની સમસ્યા છે તેનું સમાધાન નહીં મળે.

દક્ષિણમાં તમિલનાડુની DMK અને અન્ય અમુક પ્રાદેશિક પાર્ટીઓને આદત પડી ગઈ છે કે કેન્દ્ર સરકાર કોઈ પણ નિર્ણય લે તેનો વિરોધ કરવા ઉતરી પડવું. ઘણી વખત વિરોધ સીધી રીતે ન થઈ શકે તો તેમાં ‘અસ્મિતા’ અને ‘પ્રાદેશિક ગૌરવ’ અને ભાષા વગેરે જેવા મુદ્દાઓ જોડી દેવા. DMKએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી માંડીને અનેક મુદ્દાઓમાં આ જ ટેમ્પલેટ લાગુ કર્યું છે. આ વખતે પણ આવા બધા જ શબ્દોનો ઉપયોગ કરીને લોકોને રસ્તા પર ઉતારવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

બીજી તરફ સરકાર વારંવાર કહી રહી છે કે સીમાંકન પછી પણ દક્ષિણનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં, પરંતુ વિરોધ જ કરવો હોય તેનો કોઈ ઈલાજ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં