હોમપેજદેશ2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ, 21 લાખ રોજગાર અને 120+ યુનિકોર્ન: કેવી રીતે...

2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ, 21 લાખ રોજગાર અને 120+ યુનિકોર્ન: કેવી રીતે મોદી સરકાર હેઠળ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું ભારત

આજે ભારતમાં 2 લાખથી વધુ DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ, 21 લાખથી વધુ નોકરીઓ, 120+ યુનિકોર્ન અને ટિયર-2/3 શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળે છે. આ બદલાવ 'PR' નથી. આ એક દાયકાની નીતિ, સુધારા અને રાષ્ટ્રીય સંકલ્પનું પરિણામ છે.

- Advertisement -

16 જાન્યુઆરી માત્ર એક દિવસ નથી, તે ભારતના એ આત્મવિશ્વાસનું પ્રતીક છે જ્યારે દેશના યુવાનોએ ‘નોકરી ક્યારે મળશે?’થી આગળ વધીને ‘હું નોકરી આપીશ’ની વિચારસરણી અપનાવી હતી. નેશનલ સ્ટાર્ટઅપ ડે તે બદલાવનો ઉત્સવ છે, જ્યાં ઇનોવેશન, ટેક્નોલોજી અને ઉદ્યમશીલતા મળીને ભારતને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારી રહ્યા છે. ભારતમાં ઉદ્યમશીલતાનો વિચાર હંમેશાથી રહ્યો છે, પરંતુ લાંબા સમય સુધી ‘સ્ટાર્ટઅપ’ શબ્દ દેશનાં મોટા શહેરો અને પસંદગીનાં કોર્પોરેટ નેટવર્ક સુધી જ મર્યાદિત ગણાતો હતો.

2014 પહેલાંના ભારતમાં પણ પ્રતિભાની કમી નહોતી, પરંતુ નીતિ-તંત્ર, પૂંજીની પહોંચ અને વિશ્વાસપાત્ર ઇકોસિસ્ટમની ગેરહાજરીએ નવા ઉદ્યમોને વારંવાર પાછા ધકેલી દીધા હતા. આજે તે જ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઊભું છે. આ બદલાવ માત્ર એક આંકડો નથી, પરંતુ રાષ્ટ્રીય માનસિકતા અને આર્થિક રચનામાં આવેલાં પરિવર્તનનું પ્રતીક છે. 

16 જાન્યુઆરીએ ઉજવાતો નેશનલ સ્ટાર્ટઅપ ડે આ જ બદલાવનું પ્રતીક છે. એક દાયકા પહેલાં શરૂ થયેલા ‘Startup India’ મિશનની યાત્રા એ છે, જેણે ભારતને માત્ર ‘નોકરી માંગનારો દેશ’ ન રહેવા દઈને, નોકરી આપનારો દેશ બનાવી દીધો છે.

- Advertisement -

2016થી શરૂ થયેલી ક્રાંતિ: Startup India એક રાષ્ટ્રીય મિશન

2016માં DPIITના (Department for Promotion of Industry and Internal Trade) નેતૃત્વમાં શરૂ થયેલી Startup India Initiativeને ઘણી વખત લોકો માત્ર એક સરકારી યોજના ગણી લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પહેલ ધીમે-ધીમે ભારતના ઇનોવેશન ઇકોસિસ્ટમની ઢાલ બની ગઈ છે. સરકારે પહેલી વખત સ્પષ્ટપણે સ્વીકાર્યું કે જો ભારતે વૈશ્વિક સ્પર્ધામાં ટકવું હોય તો ‘ઔદ્યોગિક વૃદ્ધિ’ સાથે ‘ઇનોવેશન વૃદ્ધિ’ને પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવવી પડશે.

આ જ કારણ છે કે છેલ્લા દાયકામાં ભારતનું સ્ટાર્ટઅપ સેક્ટર માત્ર ‘ટ્રેન્ડ’ નથી રહ્યું, પરંતુ આર્થિક પરિવર્તનનો એક ગંભીર સ્તંભ બની ગયો છે. આજે ભારતમાં DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2 લાખથી વધુ થઈ ચૂકી છે (ડિસેમ્બર 2025 સુધીમાં). આ આંકડો પોતે જ બતાવે છે કે ભારતમાં ઉદ્યમશીલતાનો વિસ્તાર મોટા શહેરો સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે આખા દેશમાં ફેલાઈ ચૂક્યો છે. 

ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

ભારતના સ્ટાર્ટઅપ બૂમને લઈને એક જૂનો આરોપ વારંવાર લાગતો રહ્યો છે કે આ ‘એલિટ ક્લાસ’ની રમત છે. કેટલાક ગણતરીનાં શહેરોના કેટલાક અમીર યુવાનોની દુનિયા. પરંતુ આંકડા આ નેરેટિવને તોડે છે. આજે લગભગ 50% DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી નીકળી રહ્યાં છે.

આ તથ્ય ભારતને ‘સ્ટાર્ટઅપ હબ’ બનાવવાની સૌથી મોટી ઓળખ છે. કારણ કે કોઈ પણ દેશની ઇકોસિસ્ટમ ત્યારે જ મજબૂત ગણાય જ્યારે ઇનોવેશનનો લાભ માત્ર રાજધાની અને મેટ્રો શહેરો સુધી મર્યાદિત ન રહે, પરંતુ નાના શહેરો, કસબા અને સ્થાનિક પ્રતિભાઓ સુધી પહોંચે.

બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હી-NCR જેવા મોટા કેન્દ્રો તો આગળ છે જ, પરંતુ વાસ્તવિક બદલાવ એ છે કે હવે નાના શહેરો પણ આ ક્રાંતિનાં ભાગીદાર બની ચૂક્યાં છે. આ જ છે ‘ડેમોક્રેટાઇઝેશન ઑફ એન્ટરપ્રિન્યોરશિપ’, જ્યાં તકો માત્ર પસંદગીના લોકોનો અધિકાર નથી રહી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખુલ્લું મેદાન બની ગઈ છે. 

એક દાયકામાં 21 લાખથી વધુ નોકરીઓ

સ્ટાર્ટઅપ કલ્ચરને લઈને સૌથી મોટો પ્રશ્ન હંમેશા રોજગાર પર ઉઠતો રહ્યો છે. વિપક્ષીઓ કહેતા રહ્યા કે ‘સ્ટાર્ટઅપ્સ કંઈ કામનાં નથી, ફક્ત રોકાણકારોના પૈસા બાળે છે.’ પરંતુ ભારતના આંકડા બીજું કઈક દર્શાવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ્સે 21 લાખથી વધુ નોકરીઓ ઉભી કરી છે.

આ આંકડો માત્ર સીધી રોજગારી સુધી મર્યાદિત નથી. સ્ટાર્ટઅપ્સે ગિગ ઇકોનોમી, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ, લોકલ સર્વિસ નેટવર્ક અને નાના વિક્રેતાઓ દ્વારા લાખો પરોક્ષ રોજગાર પણ તૈયાર કર્યા છે. આ જ કારણ છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ હવે માત્ર ‘ટેક્નોલોજી કંપનીઓ’ નથી રહી, પરંતુ તે આર્થિક વિસ્તાર અને રોજગાર નિર્માણની મશીનરી બની ગઈ છે. 

ભારતની યુનિકોર્ન છલાંગ: 4થી વધીને 120+

કોઈપણ દેશના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વૈશ્વિક ઓળખ ઘણી વખત યુનિકોર્નથી નક્કી થાય છે. એટલે કે તે કંપનીઓ જેનું વેલ્યુએશન 1 બિલિયન ડોલરથી વધુ હોય. ભારત માટે આ ક્ષેત્ર અગાઉ ખૂબ નબળું હતું. 2014માં ભારતમાં માત્ર 4 યુનિકોર્ન હતા, પરંતુ આજે આ સંખ્યા 120થી વધુ થઈ ચૂકી છે અને તેમનું સંયુક્ત વેલ્યુએશન 350 બિલિયન ડોલરથી વધુ જણાવવામાં આવ્યું છે.

આ બદલાવ માત્ર ‘મોટી કંપનીઓ’ની સંખ્યા વધવાની વાત નથી, પરંતુ તે દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરે રોકાણકારોનું વિશ્વાસપાત્ર બજાર બની ચૂક્યું છે. આ વિશ્વાસ સરકારી નીતિ, નિયમનકારી સુધારા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના શક્ય નહોતો. 

₹15 લાખ કરોડનું પ્રાઇવેટ ફંડિંગ અને ઘરેલુ રિસ્ક કેપિટલનો વિસ્તાર

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે પૂંજીની ઉપલબ્ધતા સૌથી મોટો મુદ્દો રહ્યો છે. ભારતમાં લાંબા સમય સુધી રોકાણ માટે એક સમસ્યા રહી, લોકલ રિસ્ક કેપિટલ નબળી હતી અને વિદેશી રોકાણ પણ મર્યાદિત હતું. પરંતુ છેલ્લા દાયકામાં તસવીર બદલાઈ છે. આંકડા અનુસાર ભારતના સ્ટાર્ટઅપ સેક્ટરે છેલ્લા 10 વર્ષમાં ₹15 લાખ કરોડનું પ્રાઇવેટ ફંડિંગ આકર્ષિત કર્યું છે.

તેનો અર્થ એ છે કે ભારત હવે માત્ર ‘ટેલેન્ટ પુલ’ નથી રહ્યો, પરંતુ એવું બજાર બની ગયો છે જ્યાં રોકાણકારો વિશ્વાસ સાથે પૈસા લગાવવા તૈયાર છે. અને આ બદલાવમાં સરકારની ભૂમિકા નિર્ણાયક રહી છે, કારણ કે સરકારે ફંડિંગને માત્ર ‘પ્રોત્સાહિત’ જ નથી કર્યું, પરંતુ તેને સિસ્ટમની અંદર વ્યવસ્થિત પણ કર્યું છે.

સીડ ફંડ સ્કીમ: શરૂઆતી તબક્કા માટે ‘ઓક્સિજન’

ભારતમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ શરૂઆતી તબક્કામાં જ મરી જાય છે, પ્રોડક્ટ બની રહ્યાં હોય, માર્કેટ ટેસ્ટિંગ ચાલી રહી હોય અને કેશ ફ્લો આવતું ન હોય. આ અંતરને ભરવા માટે સરકારે Startup India Seed Fund Schemeને (SISFS) વધુ મજબૂત કરી છે.

તેનું કોર્પસ ₹945 કરોડ રાખવામાં આવ્યું છે અને આંકડા અનુસાર 215+ ઇન્ક્યુબેટર્સને મંજૂરી આપવામાં આવી છે જેથી તેઓ શરૂઆતી સ્ટાર્ટઅપ્સને Proof of Concept, Prototype, Product Trials અને Market Entry જેવા તબક્કામાં મદદ કરી શકે. આ યોજના ભારતમાં ‘આઇડિયાથી સ્કેલ’ સુધીની યાત્રાને વાસ્તવિક બનાવે છે, કારણ કે માત્ર મોટા ફંડિંગથી સ્ટાર્ટઅપ નથી બનતા, પહેલાં તેને જન્મ લેવાની જગ્યા જોઈએ છે. 

ક્રેડિટ ગેરંટી: વગર કોલેટરલના લોનની દિશામાં પગલું

ભારતમાં સ્ટાર્ટઅપ્સને બેન્કિંગ સિસ્ટમમાંથી લોન મળવી હંમેશા મુશ્કેલ રહી છે, કારણ કે તેમની પાસે કોલેટરલ હોતું નથી. આ જ સમસ્યાને હલ કરવા માટે Credit Guarantee Scheme for Startups (CGSS) લાગુ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ 330+ લોન, જેનું કુલ મૂલ્ય ₹800 કરોડથી વધુ છે, તેને ગેરંટી સપોર્ટ આપવામાં આવ્યો છે. આનાથી સ્ટાર્ટઅપ્સને બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી વિશ્વાસ સાથે ફંડિંગ મળવું સરળ બન્યું છે. આ સુધારો તેથી મહત્વનો છે કારણ કે તેનાથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર ‘VC ફંડિંગ’ પર આધારિત નથી રહેતું, પરંતુ તેને સંસ્થાગત નાણાંનો માર્ગ પણ મળે છે. 

63 રેગ્યુલેટરી સુધારા અને 5 વર્ષની ઇન્સ્પેક્શન છૂટ

ભારતમાં ઉદ્યમશીલતાના સૌથી મોટા દુશ્મન લાંબા સમય સુધી ‘લાઇસન્સ-રાજ’ અને ‘ઇન્સ્પેક્ટર-રાજ’ રહ્યા છે. Startup India હેઠળ સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લીધી. આંકડા પર વાત કરીએ તો 2016થી અત્યાર સુધી 63 રેગ્યુલેટરી સુધારા કરવામાં આવ્યા છે, જેથી ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો થાય.

આ સાથે જ સ્ટાર્ટઅપ્સને લેબર અને એન્વાયર્નમેન્ટ કાયદાઓમાં 5 વર્ષ સુધી ઇન્સ્પેક્શનમાંથી છૂટ જેવી રાહત પણ આપવામાં આવી છે. આનો અર્થ એ નથી કે કાયદા ખતમ કરી દેવામાં આવ્યા, પરંતુ શરૂઆતના વર્ષોમાં સ્ટાર્ટઅપ્સને ‘અનાવશ્યક દબાણ’થી બચાવીને તેમને ટકી રહેવા અને વધવાની તક આપવામાં આવી છે.

એક અન્ય મહત્વનો સુધારો એ છે કે જો કોઈ સ્ટાર્ટઅપ બંધ થવા માંગે તો તેના માટે 90 દિવસમાં એક્ઝિટની જોગવાઈ છે. આનાથી ભારતમાં ‘નિષ્ફળ થવાનો ડર’ ઘટ્યો છે, જે કોઈ પણ ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે જરૂરી છે. 

મહિલા ઉદ્યમશીલતા: 45%થી વધુ સ્ટાર્ટઅપ્સમાં મહિલા ડાયરેક્ટર/પાર્ટનર

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની અસલી મજબૂતી ત્યારે જણાય છે જ્યારે તેમાં સામાજિક ભાગીદારી પણ વધે. આંકડા અનુસાર ડિસેમ્બર 2025 સુધીમાં 45%થી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર/પાર્ટનર છે.

આ ભારત માટે ખૂબ મોટો સંકેત છે, કારણ કે તે દર્શાવે છે કે સ્ટાર્ટઅપ કલ્ચર માત્ર પુરુષ-પ્રધાન કે શહેરી-પ્રધાન નથી રહ્યો. મહિલા નેતૃત્વવાળા ઉદ્યમો વધી રહ્યા છે અને આ ભારતના ‘સમાવેશી વિકાસ’ મોડલને વધુ મજબૂત બનાવે છે. 

અટલ ઇનોવેશન મિશન: સ્કૂલથી સ્ટાર્ટઅપ સુધીનો રસ્તો

ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર કંપનીઓના સ્તરે જ નથી બની, પરંતુ સરકારે તેનાં મૂળ શિક્ષણ અને યુવા માનસિકતામાં પણ નાખ્યાં છે. NITI આયોગ હેઠળ 2016માં શરૂ થયેલું અટલ ઇનોવેશન મિશન (AIM) આ જ વિચારનો ભાગ છે.

AIM હેઠળ 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ દેશના 733 જિલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવી છે. આ લેબ્સે 1.1 કરોડથી વધુ વિદ્યાર્થીઓને ઇનોવેશન સાથે જોડ્યા છે અને 16 લાખથી વધુ ઇનોવેશન પ્રોજેક્ટ્સને સક્ષમ બનાવ્યા છે. આ જ તે પાયો છે જે ભારતને આગામી દાયકામાં વધુ આગળ લઈ જઈ શકે છે, કારણ કે સ્ટાર્ટઅપ્સ માત્ર આજની જરૂરિયાત નથી, ભવિષ્યની સ્પર્ધા છે. 

AIM 2.0

2024માં AIMનો બીજો તબક્કો AIM 2.0 શરૂ કરવામાં આવ્યો, જે માત્ર વિસ્તાર જ નહીં, પરંતુ ‘ગેપ્સ’ને ભરવાની રણનીતિ છે. તેમાં એક મહત્વની પહેલ LIPI (Language Inclusive Program of Innovation) છે, જેનો ઉદ્દેશ અંગ્રેજી-આધારિત અવરોધો ઘટાડવાનો અને 22 અનુસૂચિત ભાષાઓમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે.

આ હેઠળ 30 વર્નેક્યુલર ઇનોવેશન સેન્ટર્સ સ્થાપિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત Frontier Program જેવા પ્રયાસો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તર-પૂર્વ અને આકાંક્ષી જિલ્લાઓ સુધી ઇનોવેશન પહોંચાડવાની રણનીતિનો ભાગ છે. આ દર્શાવે છે કે સરકારનો લક્ષ્ય ‘સ્ટાર્ટઅપ હબ’ બન્યા પછી અટકવાનો નથી, પરંતુ તેને દેશના દરેક ખૂણે લઈ જવાનો છે. 

ગ્રામીણ ભારતમાં  SVEP, ASPIRE અને PMEGPની ભૂમિકા

ભારતનું સ્ટાર્ટઅપ જો માત્ર શહેરી વિકાસ સુધી મર્યાદિત રહે તો તે અધૂરું જ રહે. મોદી સરકારના કાર્યકાળમાં ગ્રામીણ અને ગ્રાસરૂટ ઉદ્યમશીલતાને પણ અનેક યોજનાઓ દ્વારા મજબૂત કરવામાં આવી છે.

SVEP (Startup Village Entrepreneurship Program) હેઠળ જૂન 2025 સુધીમાં 3.74 લાખ એન્ટરપ્રાઇઝને સપોર્ટ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગ્રામીણ સ્તરે સ્થાનિક વ્યવસાયો ઊભા કરવા અને ગરીબી ઘટાડવાની રણનીતિનો ભાગ રહ્યો છે.

આ સાથે ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship) જેવી યોજનાએ ગ્રામીણ અને અપૂર્ણ વિસ્તારોમાં ઇન્ક્યુબેશન અને સ્કિલિંગને પ્રોત્સાહન આપ્યું છે. વધુમાં PMEGPએ (Prime Minister’s Employment Generation Programme) સ્વ-રોજગાર અને માઇક્રો એન્ટરપ્રાઇઝ નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે. આ દર્શાવે છે કે ભારતમાં ઉદ્યમશીલતાનો વિસ્તાર માત્ર ‘સ્ટાર્ટઅપ્સ’ સુધી જ નહીં, પરંતુ ‘રોજગાર નિર્માણ’ના વ્યાપક મોડલ સુધી ફેલાયો છે. 

ભારત ત્રીજું મોટું સ્ટાર્ટઅપ હબ કેમ બન્યું? તેનું કારણ શું છે?

ભારતનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બનવા પાછળનું કારણ માત્ર માર્કેટ નથી. તેની પાછળ એક સ્પષ્ટ રણનીતિ હતી. મોદી સરકારે ત્રણ સ્તરે કામ કર્યું હતું. પહેલું, ડિજિટલ અને નિયમનકારી પાયો તૈયાર કર્યો. બીજું, પૂંજી અને મેન્ટરશિપ સિસ્ટમ ઊભું કર્યું. ત્રીજું, ઉદ્યમશીલતાને સામાજિક અને પ્રાદેશિક રીતે વ્યાપક બનાવી.

આ જ કારણે આજે ભારતમાં 2 લાખથી વધુ DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ, 21 લાખથી વધુ નોકરીઓ, 120+ યુનિકોર્ન અને ટિયર-2/3 શહેરોની મજબૂત ભાગીદારી જોવા મળે છે. આ બદલાવ ‘PR’ નથી. આ એક દાયકાની નીતિ, સુધારા અને રાષ્ટ્રીય સંકલ્પનું પરિણામ છે.

16 જાન્યુઆરીએ ઉજવાતો નેશનલ સ્ટાર્ટઅપ ડે હવે માત્ર એક ઔપચારિક દિવસ નથી રહ્યો. તે એ ભારતનો ઉત્સવ છે જેણે પોતાને બદલવાનો નિર્ણય લીધો. એ ભારત જેણે ઉદ્યમશીલતાને માત્ર એક વિકલ્પ નહીં, પરંતુ રાષ્ટ્ર-નિર્માણની પ્રક્રિયા ગણી. આજે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર મોટી કંપનીઓનું નેટવર્ક નથી, તે રોજગાર, ઇનોવેશન, સામાજિક સમાવેશ અને વૈશ્વિક સ્પર્ધાનું એક મંચ બની ચૂકી છે. અને આ જ કારણ છે કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં