અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં એક હિંદુ પરિવાર પર ગામના જ મુસ્લિમ ટોળાએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં એક તરફ પોલીસ તપાસ કરી રહી છે ત્યાં બીજી તરફ બાંગ્લાદેશ એન્ગલ સામે આવ્યો છે. પીડિતોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા બાદ ગામના એક હિંદુ યુવકે મૂકેલી સોશિયલ મીડિયા પોસ્ટથી ઉશ્કેરાઈને મુસ્લિમ શખ્સોએ ધમકીઓ આપી હતી.
ઑપઇન્ડિયાએ જ્યારે પીડિતોને મળીને તેમની સાથે વાતચીત કરી ત્યારે આ જાણવા મળ્યું. ઘટનામાં જેની ઉપર સૌથી પહેલો હુમલો થયો હતો એ હિંદુ સગીર છે. તેના પિતા પણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી.
પીડિત પિતાએ જણાવ્યું કે તેમના પુત્રએ બાંગ્લાદેશમાં થયેલી દીપુ દાસની હત્યા મામલે સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂકી હતી. જેમાં તેણે ન્યાયની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે આ સ્ટોરી જોયા બાદ સ્થાનિક મુસ્લિમોએ ધમકી આપતાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિંદુને સળગાવાયો છે, આવી સ્ટોરી મૂકશો તો સમગ્ર ઠાકોરવાસને સળગાવી દેવામાં આવશે.
‘બાંગ્લાદેશમાં તો ખાલી એક જ હિંદુને સળગાવ્યો હતો, અહીં તો આખો ઠાકોર વાસ સળગાવી મેલવાનો છે…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) January 1, 2026
સાણંદના કલાણા ગામના એક હિંદુ યુવાને બાંગ્લાદેશમાં મુસ્લિમો દ્વારા એક હિંદુ યુવાનને જાહેરમાં સળગાવ્યો એ બાબતની સ્ટોરી મૂકી હતી, જેની દુશ્મનાવટ રાખીને ગામના મુસલમાનોએ કર્યો હતો હુમલો…… pic.twitter.com/rkVHKffWXB
સ્થાનિક હિંદુ મહિલાઓનો આરોપ: ઘણા સમયથી બેન-દીકરીઓને હેરાન કરાય છે
આ સિવાય સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 12 મહિનાથી અમુક સ્થાનિક મુસ્લિમ શખ્સો તેમને હેરાન કરે છે. હિંદુ મહિલા-દીકરીઓને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, તેમની સામે અશ્લીલ ઈશારાઓ કરવામાં આવે છે. હિંદુઓએ આરોપ લગાવ્યો કે તિલક લગાવવા પર તેમને ધમકાવવામાં આવે છે અને ગામમાં કોઈ હિંદુ તહેવાર કે ઉત્સવ શાંતિથી ઉજવવા દેવામાં આવતા નથી.
‘આ આજનું નથી, છેલ્લા 12થી વધુ મહિનાઓથી અમને હેરાન કરી રહ્યા છે…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘હિંદુ મહિલાઓ-દીકરીઓ નીકળે એટલે મુસલમાનો જાહેરમાં તેમની સામે પેન્ટ ખોલીને ઊભા રહી જાય છે…’
‘અમારા છોકરા તિલક લગાવે તો એમને ધમકીઓ આપે છે…’
‘ગામમાં કોઈ હિંદુ તહેવાર આ મુસલમાનો અમને ઉજવવા નથી દેતા…’
સાણંદના… pic.twitter.com/wSvG19r7gb
અન્ય એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ કે ઘરના અન્ય કોઈ સભ્યો નોકરી પરથી આવતી રહ્યા હોય ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હિંદુ બહેન-દીકરીઓ બહાર નીકળે એટલે અશ્લીલ ઇશારા કરવામાં આવતા હોય છે. તેમણે માંગ કરતાં કહ્યું કે આરોપીઓને સજા થવી જોઈએ અને હિંદુઓને ન્યાય મળવો જોઈએ.
‘ઘરવાળા નોકરીથી ઘરે આવ્યા તોય એ લોકો મારવા આવ્યા…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘હિંદુ બૈરાઓને ભાળીને મુસલમાનો નાઈટી કાઢીને ઊભા રહી જાય છે…’
‘અમને ન્યાય જોઈએ, અમને ન્યાય અપાવો… આરોપીઓનો વરઘોડો કાઢો…’
સાણંદના કલાણા ગામની હિંદુ મહિલાએ રડતાં રડતાં ઑપઇન્ડિયા સામે મૂકી આપવીતી…
Sanand | Kalana | Attack on… pic.twitter.com/Dti5SlJhep
અન્ય મહિલાઓએ રડતાં-રડતાં આપવીતી સંભળાવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી. મહિલાઓએ કહ્યું હતું કે તેઓ 3 દિવસથી ખાધા-પીધા વિના આ બધું સહન કરી રહ્યા છે હવે તેમને ન્યાય જોઈએ છે. અન્ય એક મહિલાએ ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરને પણ પ્રશ્નો કર્યા હતા.
‘હર્ષભાઈને કહેવું છે કે અમને હિંદુઓને ન્યાય આપવો..’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘અલ્પેશભાઈ તમે કહેતા હતા કોલ કરજો હું અડધા કલાકમાં આવી જઈશ, તો ૩ દિવસ થયા તમે કયા છો?’
‘3 દિવસથી અમે ખાધાપીધા વગરના બેઠા છીએ…’
સાણંદના કલાણા ગામની હિંદુ મહિલાએ રડતાં રડતાં જોળી ફેલાવીને હર્ષ સંઘવી અને અલ્પેશ ઠાકોરને ન્યાય… pic.twitter.com/jWwGEdpfLf
ગામની એક હિંદુ મહિલાએ પથ્થરમારા વિશે જણાવીને કહ્યું કે એક જ દિવસમાં આટલા બધા પથ્થરો આવવા શક્ય નથી અને તેના માટે અગાઉથી પ્લાનિંગ થયું હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે તેઓ સવારે ઉઠીને ચા-પાણી અને સવારની દિનચર્યા કરી રહ્યા હતા એવામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઑપઇન્ડિયા તેમના ઘરનાં દ્રશ્યો પણ સામે લાવ્યું છે.
‘હુમલો પ્લાનિંગથી જ કરાયો હતો, એ લોકો 10 દિવસથી તૈયારી કરી રહ્યા હતા…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘મુસલમાનોએ પહેલેથી ધાબાઓ પર પથ્થર લાવીને મૂકેલા હતા…’
ગામમાં 1 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના વડીલો સુધી તમામ હિંદુઓને મુસ્લિમોએ ફેંકેલા પથ્થર વાગ્યા…
સાણંદના કલાણા ગામથી ઑપઇન્ડિયાનો એક્સક્લૂઝિવ અહેવાલ…… pic.twitter.com/W61MTxL7xv
દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે નળિયાવાળા ઘરના છાપરામાં કાણે-કાણા પડી ગયાં છે. ઘરમાં હાજર મહિલાએ કહ્યું કે તે કપડાં ધોઈ રહ્યાં હતાં એટલામાં છાપરું તોડીને પથ્થરો આવવા માંડ્યા. આ સિવાય તેમનું બાળક સૂતું હતું ત્યાં પણ પથ્થરો પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પથ્થરો એટલી સંખ્યામાં આવતા હતા કે તેમના ઘરનાં છાપરાં તૂટી ગયાં છે.
શું હતી સમગ્ર ઘટના
સમગ્ર ઘટના સોમવારે (29 ડિસેમ્બર) રાત્રે બની હતી. ત્યારબાદ મંગળવારે સવારે પણ પથ્થરમારો થયો હતો. પછીથી પોલીસનો કાફલો ગામમાં આવી પહોંચ્યો અને કૉમ્બિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ કાર્યવાહીના ડરે આરોપીઓ ઘર છોડીને ગામનાં ખેતરોમાં ભાગી ગયા હતા, જ્યાં ડ્રોન વડે શોધી-શોધીને ધરપકડ કરવામાં આવી હતી.
હિંદુ સમુદાયના એક સગીરની ફરિયાદ પર પોલીસે શાહરૂખ સહિત 22 મુસ્લિમ શખ્સો સામે FIR દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 189(2), 191(2), 190, 194(2), 324(2) અને 125(a) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી અને પછીથી 42 લોકોની અટકાયત કરી હતી.


