તાજેતરમાં લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા એક જવાબના આધારે કોંગ્રેસે હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો પણ મંત્રાલયની સ્પષ્ટતાથી ફરી એક વખત પોલ ખુલી ગઈ છે. મામલો પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સાથે સંબંધિત છે, જેના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવજો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે હોવાના આરોપ લાગતા રહ્યા છે અને પરત મેળવવા માટે અનેક વખત પત્રો પણ લખવામાં આવી ચૂક્યા છે.
બન્યું એવું કે સંસદના ચાલુ સત્ર દરમિયાન ભાજપ સાંસદ સંબિત પાત્રાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં 15 ડિસેમ્બરે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 2025ના પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલયના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન સંગ્રહાલયમાંથી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત કોઈ દસ્તાવેજ ‘ગાયબ’ હોવાનું જાણવા મળ્યું નથી.
અન્ય બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે શું આ દસ્તાવેજોને પ્રધાનમંત્રી સંગ્રહાલયમાંથી અયોગ્ય કે ગેરકાયદેસર રીતે હટાવવામાં આવ્યા છે કે કેમ અને જો હા તો તેના માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે કે કેમ અને હા તો તેની વિગતો શું છે અને નિયમો અનુસાર તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી છે?
BJP का झूठ धराशाही हुआ – सच सामने आया
— Congress (@INCIndia) December 16, 2025
BJP ने झूठा प्रोपेगेंडा फैलाया था कि श्रीमती सोनिया गांधी जी ने प्रधानमंत्री संग्रहालय और पुस्तकालय (PMML) से भारत के पहले प्रधानमंत्री जवाहरलाल नेहरू जी से जुड़े कागजात निकलवा लिए थे। ये कहा गया था कि 51 डिब्बों में ये कागजात ले जाए गए।
०… pic.twitter.com/hwCueCb5cV
જોકે મંત્રાલયે ઉપરનો જવાબ જણાવીને કહ્યું કે દસ્તાવેજો ગાયબ ન થયા હોવાના કારણે આ બંને પ્રશ્નો જ ઉઠતા નથી.
આ જવાબને કોંગ્રેસે મુદ્દો બનાવી લીધો. કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ એવા આરોપો લાગતા રહ્યા છે કે તેમણે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવેજો, જેમાં તેમના અમુક પત્રો પણ સામેલ છે, કબજે કરી રાખ્યા છે. વાસ્તવમાં આ દસ્તાવેજો ગાંધી પરિવારની નહીં પણ પ્રધાનમંત્રી સંગ્રહાલયની સંપત્તિ છે, જેથી તેમને પરત કરી દેવામાં આવવા જોઈએ.
આ પહેલાં સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને સંગ્રહાલય ટ્રસ્ટના સભ્યો તરફથી ઘણા પત્રો લખવામાં આવી ચૂક્યા છે, પરંતુ આજદિન સુધી આ દિશામાં વધુ કોઈ પ્રગતિ થતી નથી કે ન ગાંધી પરિવારે કે સોનિયા ગાંધીએ જાહેરમાં આ બાબતની કોઈ સ્પષ્ટતા કરી છે. કોંગ્રેસ પાર્ટી પણ અત્યાર સુધી મૌન હતી, પણ લોકસભામાં સરકારના જવાબને આગળ ધરીને એવું ફેલાવવાનું ચાલુ કર્યું કે સરકાર અત્યાર સુધી ખોટું બોલતી હતી.
કોંગ્રેસે એક પોસ્ટ કરીને કહ્યું કે ભાજપે ખોટો પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો કે સોનિયા ગાંધીએ પીએમ સંગ્રહાલય અને પુસ્તકાલયમાંથી ભાતના પ્રથમ પીએમ જવાહરલાલ નેહરુ સંબંધિત અમુક દસ્તાવજો લઈ લીધા હતા. પણ હવે સરકારના મંત્રાલયે કહ્યું છે કે આ ખોટું છે અને PMMLમાંથી નેહરુ સંબંધિત દસ્તાવેજો ગાયબ થયા નથી. સાથે મીડિયાને પણ પ્રશ્નો કરવામાં આવ્યા કે ભાજપના આ કથિત ગુનાહિત ષડ્યંત્રનો પર્દાફાશ કોણ કરશે?
ગાંધી પરિવારના વફાદાર રાજ્યસભા સાંસદ જયરામ રમેશે 16 ડિસેમ્બરે સવારે એક પોસ્ટ કરીને લખ્યું કે, “કાલે આખરે લોકસભામાં વાસ્તવિકતા સામે આવી જ ગઈ. શું હવે માફી માંગવામાં આવશે?” તેમણે સાથે સરકારનો લોકસભામાં આપવામાં આવેલો જવાબ રજૂ કર્યો હતો.
The truth was finally revealed in the Lok Sabha yesterday. Will there be an apology forthcoming? pic.twitter.com/lRNoT4Ns6X
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 16, 2025
આમાં વાસ્તવિકતા શું છે?
પછીથી કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે એક્સ પર પોસ્ટ થ્રેડમાં જણાવ્યું કે વાસ્તવમાં આ દસ્તાવેજો ‘ગાયબ’ થયા એટલા માટે ન કહી શકાય કારણ કે તે ક્યાં છે એની સરકારને અને સંગ્રહાલયને જાણ છે. આ દસ્તાવેજો છે સોનિયા ગાંધી પાસે અને તેને પરત મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી, પણ ગાંધી પરિવારે મગનું નામ મરી પાડ્યું નથી.
On JN papers:
— Ministry of Culture (@MinOfCultureGoI) December 17, 2025
Vide letter dated 29.04.2008 Shri M V Rajan, representative of Smt. Sonia Gandhi, requested that Smt. Gandhi wishes to take back all of the private family letters and notes of former PM Jawahar Lal Nehru. (1/4) @gssjodhpur
મંત્રાલયે ‘ઓન જેએન પેપર્સ’ (જવાહરલાલ નેહરુ પેપર્સ) શીર્ષકથી પોસ્ટમાં જણાવ્યું છે કે 29 એપ્રિલ 2008ના એક પત્રમાં સોનિયા ગાંધીના પ્રતિનિધિ એમ. વી રાજને સંગ્રહાલયને જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સંબંધિત અંગત પત્રો અને અમુક દસ્તાવજો પરત લેવા માંગે છે. ત્યારબાદ 2008માં સોનિયા ગાંધીને 51 કાર્ટન ભરીને નેહરુ સંબંધિત દસ્તાવેજો મોકલી દેવામાં આવ્યા હતા.
આગળ જણાવ્યું કે, આ દસ્તાવેજો પરત મેળવવા માટે પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય સોનિયા ગાંધીના કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે અને તેના માટે 28 જાન્યુઆરી 2025 અને 3 જુલાઈ 2025ના રોજ પત્રો મોકલવામાં આવી ચૂક્યા છે.
… 28-01-2025 and 03-07-2025.
— Ministry of Culture (@MinOfCultureGoI) December 17, 2025
Therefore, Nehru Papers are not “missing” from PMML as their whereabouts are known. (3/4)
સરકાર અહીં જણાવે છે કે, “એટલે નેહરુ સંબંધિત દસ્તાવેજો પ્રધાનમંત્રી સંગ્રહાલયમાંથી ‘મિસિંગ’ કે ગાયબ નથી, કારણ કે તે ક્યાં છે એ અમને ખબર છે.”
મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે આ દસ્તાવેજો ભારતના પ્રથમ વડા પ્રધાન સંબંધિત છે અને તે કોઈ પરિવારની અંગત સંપત્તિ ન હોય શકે. એ દેશનો દસ્તાવેજી વારસો છે અને તેની માલિકી પ્રધાનમંત્રી સંગ્રહાલયની છે, જેથી નાગરિકો અને સ્કૉલરો તેની ઉપર સંશોધનો કરવા માગતા હોય તો સરળતાથી ઉપલબ્ધ થઈ રહે.


