
દિલ્હીમાં લાલ કિલ્લા સામે થયેલા કાર બ્લાસ્ટ બાદ હવે પોલીસ વધુ એક કાર શોધી રહી છે, જે સ્યુસાઇડ બૉમ્બર ઉમર નબીના નામે જ નોંધાયેલી હતી. આ કાર લાલ કલરની એકો સ્પોર્ટ હોવાનું કહેવામાં આવે છે, જેને શોધવા માટે આસપાસનાં રાજ્યોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે.
Delhi Police has issued an alert for a red Ford EcoSport car, suspected to be linked to the prime suspect, Dr Umar Un Nabi, in the Delhi blast case. The suspected vehicle is registered in the name of one Umar Un Nabi. Delhi Police has also shared the car’s details with the UP and… https://t.co/hCL6rhg4Xe
— ANI (@ANI) November 12, 2025
પોલીસ અનુસાર આતંકવાદીઓ પાસે હ્યુન્ડાઈ i20 સિવાય પણ અન્ય એક કાર હતી, જે લાલ કલરની ફોર્ડ એકો સ્પોર્ટ હોવાનું જાણવા મળ્યું છે. હાલ દિલ્હી પોલીસની પાંચ ટીમો જુદાં-જુદાં ઠેકાણે આ કાર શોધી રહી છે અને તમામ પોલીસ મથક, નાકાં અને બોર્ડર ચેકપોઈન્ટ્સ પર એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. કાર વિશે હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
કાર ઉમર ઉન નબીના નામે જ નોંધાયેલી છે. જે હ્યુન્ડાઈ i20માં બ્લાસ્ટ થયો હતો તે પણ ઉમરની જ માલિકીની હતી. હાલ કાર શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

