હોમપેજદેશહિંદુ વસ્તી ઘટી, ડેમોગ્રાફી બદલાઈ, હરિહર મંદિરના પુરાવા: સંભલ હિંસા પર જ્યુડિશિયલ કમિશને...

હિંદુ વસ્તી ઘટી, ડેમોગ્રાફી બદલાઈ, હરિહર મંદિરના પુરાવા: સંભલ હિંસા પર જ્યુડિશિયલ કમિશને સીએમ યોગીને સોંપ્યો રિપોર્ટ

ન્યાયિક પંચે તેની તપાસ પૂર્ણ કરીને 28 ઑગસ્ટ, 2025ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અહેવાલ સોંપ્યો હતો.

- Advertisement -

24 નવેમ્બર 2024ના રોજ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં મસ્જિદના સરવે દરમિયાન થયેલી હિંસા મામલે ન્યાયિક તપાસ પંચે તેનો અહેવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપરત કર્યો છે. 450 પાનાંના આ અહેવાલમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં હિંદુઓની ઘટતી વસ્તી અને સ્થળાંતરણ તેમજ હરિહર મંદિરના અસ્તિત્વનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2024માં સંભલની જામા મસ્જિદની જગ્યાએ હરિહર મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટમાં અરજી થયા બાદ કોર્ટે મસ્જિદમાં સરવે માટે આદેશ આપ્યો હતો. આ સરવે દરમિયાન મુસ્લિમોના ટોળાંએ પોલીસ અધિકારીઓ પર પૂર્વયોજિત કાવતરું રચીને હુમલો કરી દીધો હતો. આ હિંસામાં 4 લોકો માર્યા ગયા હતા અને લગભગ 30-34 ઘાયલ થયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાના નેતૃત્વમાં એક ન્યાયિક તપાસ પંચની રચના કરી હતી.

ન્યાયિક તપાસ અહેવાલની મુખ્ય બાબતો

ન્યાયિક પંચે તેની તપાસ પૂર્ણ કરીને 28 ઑગસ્ટ, 2025ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અહેવાલ સોંપ્યો. આ અહેવાલમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- Advertisement -

હિંદુ વસ્તીમાં ઘટાડો

અહેવાલ અનુસાર, સંભલમાં હિંદુ વસ્તી નોંધપાત્ર રીતે ઘટી છે. એક સમયે હિંદુ 45% હતા, જે હવે 15% થઈ ગયા છે. 80% વસ્તી મુસ્લિમોની છે. મોટાભાગના હિંદુઓએ સ્થળાંતર કરી દીધું છે. આ સ્થળાંતરનાં કારણોમાં સામાજિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અને સુરક્ષાની ચિંતાઓનો સમાવેશ થાય છે. ડેમોગ્રાફિક બદલાવ દર્શાવતા આ મુદ્દાને રિપોર્ટમાં ગંભીર ગણાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે 15 ઑગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં પણ ડેમોગ્રાફી ચેન્જ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પણ તેઓ અનેક તબક્કે આ મામલે જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે.

હરિહર મંદિરના અસ્તિત્વનો દાવો

અહેવાલમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે શાહી જામા મસ્જિદની જગ્યાએ અગાઉ હરિહર મંદિર આવેલું હતું. પુરાતત્વીય સર્વેક્ષણ અને ઐતિહાસિક દસ્તાવેજોના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. આ મંદિરના અવશેષો અને હિંદુ ધર્મનાં પ્રતીકોના પુરાવા મળ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

હિંસાનાં કારણો

અહેવાલમાં હિંસાનાં મૂળ કારણો તરીકે સામાજિક તણાવ, મજહબી ઉશ્કેરણી અને પોલીસ-પ્રશાસનની નિષ્ફળતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, સર્વેક્ષણ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે સ્થિતિ વણસી હતી. આ ઉપરાંત, સ્થાનિક નેતાઓ અને સમુદાયો વચ્ચે સંવાદનો અભાવ પણ હિંસા વધવાનું એક મુખ્ય કારણ રહ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સરવેના 2 દિવસ પહેલાં 22 નવેમ્બરે રોજ નમાજીઓને સંબોધિત કરતી વખતે સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું હતું કે, “અમે પોલીસ વહીવટ કે સરકાર દ્વારા દબાયેલા રહેવાના નથી. અમે આ દેશના માલિક છીએ. અમે નોકર કે ગુલામ નથી. તેમણે કહ્યું કે હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે, મસ્જિદ ત્યાં હતી, મસ્જિદ ત્યાં છે, ઇન્શાલ્લાહ મસ્જિદ કયામત સુધી ત્યાં જ રહેશે. જે રીતે અયોધ્યામાં અમારી મસ્જિદ છીનવી લેવામાં આવી હતી, અમે અહીં તે થવા દઈશું નહીં.”

હિંસામાં વિદેશી હથિયારો પણ મળી આવ્યાં હતાં. રિપોર્ટમાં મેડ ઇન યુએસએ હથિયારોની રિકવરી વિશે વાત કરવામાં આવી છે. ઉપરાંત લવ જેહાદ, રમખાણો અને ધર્માંતરણનો પણ ઉલ્લેખ છે. સાથે એ પણ ઉલ્લેખ છે કે સ્વતંત્રતા પછી સંભલમાં 1947, 1948, 1953, 1958, 1962, 1976, 1978, 1980, 1990, 1992, 1995, 2001, 2019માં એટલે કુલ 15 વાર રમખાણો થયાં છે.

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે સંભલ ઘણાં આતંકવાદી સંગઠનોનો અડ્ડો બની ગયું હતું. અલ કાયદા અને હરકત ઉલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોએ સંભલમાં પગપેસારો કર્યો હતો. સરકારને અહેવાલ સોંપવામાં આવ્યા બાદ હવે તેની ઉપર તલસ્પર્શી અભ્યાસ થશે અને પછીથી કાર્યવાહી શરૂ થશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં