હોમપેજરાજકારણગાંધી, ગોડસે, બંધારણ: એક ટિપ્પણીમાં અનેક જૂઠાણાં ફેલાવી ગયા રાહુલ ગાંધી– વાંચો...

ગાંધી, ગોડસે, બંધારણ: એક ટિપ્પણીમાં અનેક જૂઠાણાં ફેલાવી ગયા રાહુલ ગાંધી– વાંચો વાયરલ નિવેદનની શું છે હકીકત

ગોડસે દ્વારા ગાંધીની હત્યાનો બંધારણ સાથે કોઈ સંબંધ નથી. હકીકતમાં, ગાંધીની હત્યા સમયે ભારતનું બંધારણ અસ્તિત્વમાં નહોતું. આ ઉપરાંત, દેશ દ્વારા બંધારણ અપનાવવામાં આવે તે પહેલાં જ ગોડસેની ફાંસી થઈ ચૂકી હતી.

- Advertisement -

હાથમાં ‘બંધારણ’ની નકલ લઈને ફરતા રાહુલ ગાંધીએ હવે ફરી એક વખત નેરેટિવ ઘડવા માટે જુઠ્ઠાણાંનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, કટિહારમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ દેશના બંધારણ, મોહનદાસ ગાંધી અને નથુરામ ગોડસે વિશે ખોટા દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, ગોડસેને બંધારણથી નફરત હતી, તેથી ગાંધીની હત્યા કરવામાં આવી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, ગાંધીએ બંધારણ માટે પોતાનો જીવ આપ્યો હતો.

કોંગ્રેસે રાહુલ ગાંધીનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. પોસ્ટની સાથે કેપશન પણ લખવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધીના ભાષણના શબ્દોને જોડવામાં આવ્યા છે. કેપશનમાં લખાયું છે કે, “મહાત્મા ગાંધીજીએ દેશ અને બંધારણ માટે પોતાનો જીવ આપ્યો છે. ગોડસે બંધારણની વિરુદ્ધ હતો, તેને નફરત કરતો હતો. તેથી તેણે ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી. દેશમાં આજે આ બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે.

આ કેપશનના શબ્દો રાહુલ ગાંધીના ભાષણના છે, જે તેમણે શનિવારે કટિહારમાં આપ્યું હતું. અહીં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ બંધારણ RSS અને ભાજપ નથી લાવ્યા. જે વ્યક્તિએ આ બંધારણ માટે પોતાનો જીવ આપ્યો, તે ગાંધી છે. તેમની હત્યા કરવામાં આવી. ગોડસેએ ગાંધીજીને ગોળી મારીને તેમની હત્યા કરી. ગોડસે બંધારણનો વિરોધી હતો. તેણે ગાંધીજીને ગોળી મારી ત્યારે તેના હૃદયમાં ગાંધીજી પ્રત્યે નફરત હતી, કારણ કે ગાંધીજીએ પોતાનું આખું જીવન આ બંધારણ અને તેની પાછળની વિચારધારા માટે આપી દીધું હતું.”

- Advertisement -

શું છે હકીકત?

રાહુલ ગાંધીના આ દાવા સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. ગોડસે દ્વારા ગાંધીની હત્યાનો બંધારણ સાથે કોઈ સંબંધ નથી. હકીકતમાં, ગાંધીની હત્યા સમયે ભારતનું બંધારણ અસ્તિત્વમાં નહોતું. આ ઉપરાંત, દેશ દ્વારા બંધારણ અપનાવવામાં આવે તે પહેલાં જ ગોડસેની ફાંસી થઈ ચૂકી હતી. હકીકત એ છે કે, ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીની હત્યા કરી હતી. આ ગુના માટે તેમને 15 નવેમ્બર, 1949ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આ બંને ઘટનાઓ ભારતના બંધારણને અપનાવવામાં આવે તે પહેલાં બની હતી. ભારતનું બંધારણ સંવિધાન સભાએ 26 નવેમ્બર, 1949ના રોજ અપનાવ્યું હતું અને તે 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું હતું.

અંબેડકરની અધ્યક્ષતામાં બંધારણની રચના સમિતિની નિમણૂક ઑગસ્ટ 1947માં સ્વતંત્રતાના થોડા દિવસો બાદ થઈ હતી. આ સમિતિએ બંધારણ પૂર્ણ કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લીધો, જેની સંવિધાન સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. તેથી, ગોડસેએ જાન્યુઆરી 1948માં ગાંધીની હત્યા કરી ત્યારે બંધારણનો પ્રારંભિક મુસદ્દો પણ તૈયાર નહોતો. પ્રથમ મુસદ્દો ગાંધીની હત્યાના એક મહિના બાદ 21 ફેબ્રુઆરી, 1948ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીના નિવેદનમાં બધી જ બાબતો જુઠ્ઠાણાંથી ભરેલી છે. બંધારણ લખાયું ત્યારે ભાજપનું અસ્તિત્વ જ ન હતું, તેથી સ્વાભાવિક છે કે, બંધારણ સભામાં ભાજપના કોઈ માણસો નહીં હોય, તેમાં વચ્ચે આવા તૂત લાવવાની કોઈ જરૂર નહોતી. તે સિવાય RSS એક સામાજિક સંગઠન છે, નહીં કે રાજકીય, તેથી બંધારણની રચનામાં સંઘ સામેલ થઈ શકે નહીં. પરંતુ, અખિલ ભારતીય હિંદુ મહાસભા સંવિધાન સભાનો ભાગ હતી. ગોડસે આ સંગઠનમાં સભ્ય રહ્યા હતા. તેથી, રાહુલ ગાંધીના દાવાથી વિપરીત ગોડસેનું સંગઠન ખરેખર સંવિધાન સભાની ચર્ચાઓમાં ભાગ લેતું હતું.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં