હોમપેજમિડિયાબ્રિટનની રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવ્યા વિના ભાગી ગયા ઠગો, ગુજરાત સમાચારે બનાવી દીધા...

બ્રિટનની રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવ્યા વિના ભાગી ગયા ઠગો, ગુજરાત સમાચારે બનાવી દીધા ‘ભારતીય’, માલિકને ગણાવ્યો ‘ગુજરાતી’– જાણો હકીકત

હકીકત એ છે કે, તે ચારેય આરોપીઓ બ્રિટિશરો જ હતા, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે. તેથી આવી ભ્રામક માહિતી ન તો સાચી છે અને ન તો યોગ્ય. આ માત્ર ગુજરાત સમાચારના મગજની ઉપજ છે.

- Advertisement -

વારંવાર ખોટા દાવા અને પ્રોપગેન્ડા ફેલાવવામાં કુખ્યાત ‘ગુજરાત સમાચારે’ (Gujarat Samachar) હવે ફરી એક સમાચારમાં ભાંગરો વાટ્યો છે. હવે ગુજરાત સમાચારે એક આંતરાષ્ટ્રીય સમાચારનું રિપોર્ટિંગ કરતા ખોટા દાવા કરી દીધા છે. તેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટનમાં એક ગુજરાતી વ્યક્તિની રેસ્ટોરન્ટમાં ચાર ભારતીયો બિલ ભર્યા વગર ભોજન આરોગીને ભાગી ગયા છે. જોકે, ગુજરાત સમાચારે મોટા મથાળા સાથે આપેલા આ સમાચારમાં ક્યાંય પણ સંદર્ભ કે સૂત્રોને ટાંક્યા વગર આવો દાવો કરી દીધો છે. બીજી તરફ તેની હકીકત જુદી છે.

વાસ્તવમાં અખબાર ગુજરાત સમાચારમાં એક સમાચાર પ્રકાશિત થયા છે. જેનું શીર્ષક છે- ‘બ્રિટનમાં ગુજરાતીની રેસ્ટોરાંમાં ચાર ભારતીયો બિલ ભર્યા વગર રફુચક્કર’. સમાચારમાં વિગતે વાત કરવામાં આવી છે કે, ઈંગ્લેન્ડના સાઉધમ્ટનમાં એક ઘટના બની હતી. જેમાં ચાર ‘ભારતીય’ જુવાનો ભારતવંશીની એક રેસ્ટોરન્ટમાં 10:30 કલાકે ભોજન માટે ઘૂસી આવ્યા હતા અને પેટભરીને ભોજન કર્યું હતું.

વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેઇટર બિલ મૂકીને બીજું કશું આપવા ગયો ત્યારે તે ચારેય માણસો એક મિનિટમાં રેસ્ટોરન્ટમાંથી બહાર સરકી ગયા. ત્યારબાદ કહેવાયું છે કે, વેઇટરે પાછું વળીને જોયું તો ચારેય ખુરશીઓ ખાલી હતી. ત્યારબાદ લખ્યું છે કે, વેઇટરે આ ઘટનાની જાણ માલિકને કરી હતી અને માલિકે પોલીસ ફરિયાદ કરવાની સાથે સીસીટીવી વિડીયો શેર કરીને આસપાસના વેપારીઓને પણ ચેતવી દીધા હતા. ગુજરાત સમાચારે એવો દાવો કર્યો છે કે, રફુચક્કર થયેલા ‘ભારતીયો’એ 197.30 પાઉન્ડ એટલે કે આશરે 23,000નું ભોજન કર્યું હતું અને પૈસા આપ્યા ન હતા.

- Advertisement -

શું છે હકીકત?

આ સમાચારની હકીકત એ છે કે, તે ચારેય આરોપીઓ બ્રિટિશરો જ હતા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, તે તમામ આરોપીઓ ભારતના નથી. તે સિવાય બ્રિટિશ સમાચારોમાં તપાસ કરતા એવો એક પણ રિપોર્ટ સામે નથી આવ્યો કે, જેમાં દાવો કરવામાં આવ્યો હોય કે, આરોપીઓ ભારતીયો હતા. બ્રિટિશ મીડિયા અનુસાર, આ ઘટના 5 ઑગસ્ટની રાત્રે લગભગ 10:15 કલાકે સૈફ્રોન રેસ્ટોરન્ટમાં બની હતી. એક પણ બ્રિટિશ મીડિયાએ એવો દાવો નથી કર્યો કે, આરોપીઓ ભારતીય હતા. તો પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, ગુજરાત સમાચાર પાસે આ ‘એક્સક્લુઝિવ માહિતી’ આવી ક્યાંથી?

હકીકત એ છે કે, તે ચારેય આરોપીઓ બ્રિટિશરો જ હતા, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે. તેથી આવી ભ્રામક માહિતી ન તો સાચી છે અને ન તો યોગ્ય. આ માત્ર ગુજરાત સમાચારના મગજની ઉપજ છે. ગુજરાત સમાચારે બીજો દાવો એ કર્યો છે કે, રેસ્ટોરાં ‘ગુજરાતી’ વ્યક્તિની હતી. અહીં પણ કોઈ સ્પષ્ટ પુરાવા નથી. કારણ કે, બ્રિટિશ મીડિયાની સાથે ભારતીય મીડિયા સમૂહોમાં પણ ક્યાંય એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે, તે રેસ્ટોરન્ટ ગુજરાતી વ્યક્તિની છે. હકીકત એ છે કે, રેસ્ટોરન્ટ ભારતીયની હતી, ગુજરાતીની હતી એ સ્પષ્ટ નથી.

આવી અખબારી બેદરકારી માત્ર વાચકોને ગેરમાર્ગે દોરે છે એટલું જ નહીં, પણ ભારતીય સમુદાયની પ્રતિષ્ઠા પર અનાવશ્યક કલંક પણ લગાવે છે. જે બાબતના પૂરતા તથ્યો કે પુરાવા નથી, તેવી બાબતમાં આવા ખોટા દાવા કરીને ભારતીયોને જ બદનામ કરવામાં ગુજરાત સમાચારને શું રસ હશે એ ખબર નથી, પણ હકીકત એ છે કે, આવી માહિતીના કારણે ભારતીય સમુદાય અને લોકો પર સવાલો ઊઠવાના શરૂ થઈ શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં