હોમપેજગુજરાત'શંકાસ્પદ ગતિવિધિ કરતા રોક્યા, તો છરીથી કરી દીધો હુમલો!': દિલ્હી દરવાજા પાસે...

‘શંકાસ્પદ ગતિવિધિ કરતા રોક્યા, તો છરીથી કરી દીધો હુમલો!’: દિલ્હી દરવાજા પાસે કુખ્યાત બદરુદ્દીને હોમગાર્ડ કિશનની કરી હત્યા, હિંદુ સમાજે બંધ પાળીને કરી ન્યાયની માંગ

બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ તથા નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

- Advertisement -

અમદાવાદના (Ahmedabad) દિલ્હી દરવાજા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી અનુસાર 21 જુલાઈની રાત્રે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશન શ્રીમાળી (Kishan Shrimali Murder) નામક વ્યક્તિની બદરુદ્દીન નામક શખ્સએ છરી મારીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટના પાસે લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલ અનુસાર મૃતક કિશન શ્રીમાળી શાહપુર વિસ્તારમાં આવેલી ભોઈવાડાની પોળમાં રહેતો હતો અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. 21 જુલાઈની રાત્રે દિલ્હી દરવાજા પાસેના વિસ્તારમાં કિશન અને આરોપી બદરુદ્દીન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ જ દરમિયાન બદરુદ્દીને તેની પાસે રહેલી છરી કાઢીને કિશન શ્રીમાળી પર વાર કર્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા જેમાં દેખાઈ રહ્યું છે કે બદરુદ્દીન કિશન પર છરી વડે ઘા કરી રહ્યો છે.

બજરંગદળ-VHPનું બંધનું એલાન

દરમિયાન કિશન લોહીલુહાણ થતા તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે કિશનના પરિવારે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે બદરુદ્દીન અને તેની ગર્લફ્રેન્ડની (જે ઘટના સમયે હાજર હતી) ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

- Advertisement -

આ ઉપરાંત VHP તથા બજરંગદળે ઘી કાંટા, શાહપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું. જેના આધારે સ્થાનિક દુકાનદારોએ સજ્જડ બંધ પાળ્યું હતું. વિરોધ દરમિયાન પોલીસે બજરંગ દળ તથા VHPના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ડ્રગ્સની હેરાફેરીનો પણ એન્ગલ!

આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ બજરંગદળનો સંપર્ક કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તા દિનકરભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે “બદરુદ્દીન ડ્રગ ડીલર છે અને ભોઈવાડાની પોળમાં ડ્રગની ડિલીવરી કરવા આવ્યો હતો. સાથે તેની ગર્લફ્રેન્ડ નીલમ પ્રજાપતિ પણ હતી. આ દરમિયાન કિશને બદરુદ્દીનને રોકતા તેણે કિશનને પોળની બહાર બોલાવ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “બહાર બોલાવીને બદરુદ્દીને કિશનને છરીના ઘા માર્યા હતા જેના કારણે કિશન લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યારપછી તેના પરિવારના લોકો દોડી આવ્યા અને તેને તાત્કાલિક 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.” આ ઉપરાંત તેમના જણાવ્યા અનુસાર બજરંગદળના કાર્યકર્તાઓ વધતા જતા ડ્રગના સામ્રાજ્ય વિરુદ્ધ કડક પગલાં લેવા કમિશ્નરને આવેદન પણ આપવાના છે.

FIRના આધારે આરોપીઓની ધરપકડ

આ સિવાય VHPના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે હિંદુ સંગઠનો આ પરિસ્થિતિમાં મૃતક કિશનના પરિવારની સાથે છે. આ મામલે કિશનના ભાઈ અવિનાશ શ્રીમાળીએ 22 જુલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે માધુપુરા પોલીસે BNSની કલમ 109(1), 296(b), 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અંતર્ગત બદરુદ્દીન સમસાદઅહેમદ શા અને તેની ગર્લફ્રેન્ડ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ FIR નોંધી હતી.

FIRમાં ઉલ્લેખ છે કે બદરુદ્દીને ‘મેરી બીવી કે સામને કયું દેખતા હૈ’ એમ કહીને કિશન પર હુમલો કરી દીધો હતો. જ્યારે કિશનના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કિશનને ડાબી તરફ કમરના ભાગે ગંભીર ઈજા પહોંચેલી હતી અને તેનું આંતરડું બહાર આવી ગયું હતું. ઑપઇન્ડિયા પાસે FIR નકલ છે. કિશનના ભાઈની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.

આ અંગે વધુ જાણકારી મેળવવા ઑપઇન્ડિયાએ કિશન શ્રીમાળીના સસરા ભૂપેન્દ્ર શ્રીમાળી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘરમાં આવી દુર્ઘટના બની હોવાના કારણે તેઓ વાત કરવાની પરિસ્થિતિમાં નહોતા તેથી વધુ જાણકારી મળી શકી નહોતી.

બદરુદ્દીન અને નીલમ રીઢા ગુનેગાર

અહેવાલો અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદ્દીન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ તથા નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.  

અહેવાલ મુજબ આ બંને આરોપીઓની ઓળખ સાબરમતી જેલમાં બંધ આરોપી વીજુ સિંધીના માધ્યમથી થઈ હતી. બંને એક બીજાના સંપર્કમાં આવ્યા બાદ જોડે ગુના આચરતા હતા. આગામી કાર્યવાહીની માહિતી મેળવવા અને સમગ્ર ઘટના નીલમની સામે જોવાને લઈને થઈ છે કે તેમાં ડ્રગ્સને લઈને પણ કોઈ એન્ગલ છે એ જાણવા ઑપઇન્ડિયાએ માધુપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પરંતુ પોલીસ સાથે વાત થઈ શકી નહોતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં