સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં એક પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદના કેસમાં સુનાવણી કરતી વખતે અલ્હાબાદ હાઇકોર્ટની 2022ની ગાઇડલાઇનને બહાલી આપી હતી, જેમાં IPCની કલમ 498A હેઠળ નોંધાયેલા ઘરેલુ હિંસાના કેસમાં બે મહિના સુધી ધરપકડ ન કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
ચીફ જસ્ટિસ બી. આર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ દિશાનિર્દેશો સમગ્ર દેશમાં લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું કે, “13 જૂન, 2022ના રોજ આપવામાં આવેલા એક ચુકાદામાં અલ્હાબાદ હાઇકોર્ટે IPCની કલમ 498Aના દુરુપયોગને અટકાવવા માટે ‘પરિવાર કલ્યાણ સમિતિ’ની રચના સંદર્ભે જે દિશાનિર્દેશો નક્કી કર્યા હતા, તે અમલમાં આવશે અને તમામ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવશે.”
#Breaking #SupremeCourt has endorsed the guidelines issued by Allahabad High Court on ‘Constitution of Family Welfare Committees for safeguards regarding misuse of Section 498A IPC'
— CiteCase ?? (@CiteCase) July 22, 2025
These guidelines provide that:
✅No arrest or police action to nab the named accused persons… https://t.co/ooZetjzuTF pic.twitter.com/ccVU3Aq2Vo
અલ્હાબાદ હાઇકોર્ટે જે-તે સમયે આપેલી ગાઈડલાઈનમાં જણાવ્યું હતું કે જો IPC 498A હેઠળ કેસ દાખલ કરવામાં આવે તો તેને પહેલાં જિલ્લાની પરિવાર કલ્યાણ સમિતિને મોકલી આપવામાં આવે, જેથી મામલાનું સમાધાન નીકળી શકે અને બે મહિના સુધી પોલીસ કોઈ કડક પગલાં (જે મોટેભાગે ધરપકડ સાથે સંબંધિત છે) ન લે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ જ પ્રકારની ગાઈડલાઈન આપી હતી, પરંતુ 2018ના એક ચુકાદા દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી. પછીથી 2017ના ચુકાદાના આધારે અલ્હાબાદ હાઇકોર્ટે ગાઈડલાઈનો બનાવી હતી. હવે સુપ્રીમ કોર્ટે ફરી તેને બહાલી આપીને સમગ્ર દેશમાં દિશાનિર્દેશો લાગુ કર્યા છે.
ગાઈડલાઈનો વધુમાં જણાવે છે કે સમિતિ બંને પક્ષોને સાંભળ્યા બાદ રિપોર્ટ પોલીસ અથવા કોર્ટને મોકલશે. આ સમયગાળા દરમિયાન કોઈ ધરપકડની કાર્યવાહી કરી શકાશે નહીં. જો સમાધાન થઈ ગયું તો જજ દ્વારા કેસ બંધ કરી શકાશે. કલમોના દુરુપયોગ અટકાવવા માટે કોર્ટે આ દિશાનિર્દેશો નક્કી કર્યા હતા.
સુપ્રીમે પત્નીને પતિ અને સસરાની માફી માંગવા કહ્યું
સુપ્રીમ કોર્ટે આ આદેશ એક વૈવાહિક વિવાદના કેસમાં સુનાવણી કરતી વખતે આપ્યો, જેમાં દંપતીએ એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યા હતા. પત્નીએ IPC 498A હેઠળ કેસ નોંધાવડાવ્યા બાદ પતિ 109 દિવસ અને તેના પિતા 103 દિવસ જેલમાં રહ્યા હતા. કોર્ટે આદેશમાં પત્નીને તેના પતિ અને સસરાની જાહેરમાં બિનશરતી માફી માંગવા અને તેને અખબારમાં પ્રકાશિત કરવા માટે પણ સૂચના આપી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ મૂકવાની રહેશે.
જોકે કોર્ટે સાથે બંને પક્ષોએ થયેલા ક્રિમિનલ કેસ રદ કરીને છૂટાછેડાને પણ કાયદાકીય મંજૂરી આપી હતી.


