હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર...

ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય, કર્કવૃતનું વિજ્ઞાન અને ઋતુચક્રનું રહસ્ય

શ્રાવણ માસની શરૂઆતમાં 15 દિવસનો તફાવત ચંદ્ર આધારિત પૂર્ણિમાંત અને અમાંત પદ્ધતિઓ, સૂર્યના કર્કવૃત સંક્રમણ અને પ્રાદેશિક પરંપરાઓનું પરિણામ છે. આ વૈજ્ઞાનિક ગણનાઓ અને સાંસ્કૃતિક વિવિધતા ભારતની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે.

- Advertisement -

શ્રાવણ માસ (Shravan Month) એ હિંદુ ધર્મનો ખૂબ મહત્વનો મહિનો ગણાય છે, જે ભગવાન શિવની ભક્તિ અને ઉપવાસ માટે જાણીતો છે. શ્રાવણને સમર્પણ અને આધ્યાત્મના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈદિક ગ્રંથોથી લઈને પુરાણો સુધીના દિવ્ય સાહિત્યમાં પવિત્ર શ્રાવણ માસની મહિમા ગાવામાં આવી છે. સંસ્કૃત ભાષ્ય અને સ્મૃતિ ગ્રંથોમાં તેને શ્રેષ્ઠ મહિનો ગણવામાં આવ્યો છે. દેશભરમાં આ પવિત્ર મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. જ્યોતિર્લિંગોના પવિત્ર સ્થાનો પર માનવમહેરામણ ઉમટી પડે છે અને ‘હર હર મહાદેવ’ના નાદ ચોતરફ ગુંજવા લાગે છે. 

શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ પણ કરે છે અને સમર્પણનો ભાવ ઈશ્વરના ચરણોના સમર્પિત કરે છે. શ્રાવણ માસ સનાતન ધર્મનું એક મહત્વનું અંગ છે અને પવિત્ર તથા દિવ્ય છે. પરંતુ ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે ઉત્તર ભારતની તુલનામાં ગુજરાત અને દક્ષિણ ભારતમાં શ્રાવણ માસ 15 દિવસ મોડો શરૂ થાય છે? આ તફાવતનું કારણ શું છે અને તેને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સમજી શકાય? આ લેખમાં આપણે આ પ્રશ્નોના જવાબ સરળ શબ્દોમાં સમજીશું.

શ્રાવણ માસના આગમનમાં તફાવતના કારણો

ભારતમાં ચંદ્રમાસ આધારિત કેલેન્ડરનો ઉપયોગ થાય છે, જે ચંદ્રની કળાઓ (તિથિઓ) પર આધારિત છે. શ્રાવણ માસની શરૂઆતનો તફાવત આપણાં કેલેન્ડરની બે અલગ-અલગ પદ્ધતિઓને કારણે છે. અમાંત પદ્ધતિ અને પૂર્ણિમાંત પદ્ધતિ. અમાંત પદ્ધતિમાં મહિનો અમાસથી શરૂ થાય છે અને અમાસ પર સમાપ્ત થાય છે. આ પદ્ધતિ ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં અનુસરવામાં આવે છે. પૂર્ણિમાંત પદ્ધતિમાં મહિનો પૂર્ણિમાથી (પૂનમ) શરૂ થાય છે અને પૂર્ણિમા પર સમાપ્ત થાય છે. આ પદ્ધતિ ઉત્તર ભારતમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન વગેરેમાં વપરાય છે.

- Advertisement -

આ બે પદ્ધતિઓને કારણે શ્રાવણ માસની શરૂઆતની તારીખોમાં તફાવત આવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઉત્તર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાથી શરૂ થાય છે, ત્યારે દક્ષિણ ભારતમાં તેની શરૂઆત 15 દિવસ બાદ અમાસથી થાય છે. એટલે કે, પૂર્ણિમા બાદ 15 દિવસ પછી આવતી અમાસના દિવસથી ગુજરાત અને દક્ષિણ ભારતમાં અમાસની શરૂઆત ગણવામાં આવે છે. જોકે, આ પરંપરા પાછળ પણ ખગોળીય વિજ્ઞાન જોવા મળે છે. આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે પણ ગુજરાત-મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં તેની શરૂઆત 25 જુલાઈના રોજ થવાની છે. 

વૈજ્ઞાનિક પાસું- ચંદ્રની ગતિ અને કર્કવૃત

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ભાવનગરના શિક્ષણાધિકારી અને જાણીતા જ્યોતિષવિદ વિશાલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ ચંદ્રની ગતિ અને સૌર વર્ષ સાથે સંકળાયેલો છે. ભારતીય પંચાંગ ચંદ્ર-સૌર (Luni-solar) કેલેન્ડર પર આધારિત છે, જે ચંદ્રની કળાઓ અને સૂર્યની ગતિ (સૌર વર્ષ) બંનેને ધ્યાનમાં લે છે. શ્રાવણ માસનો સમયગાળો સૂર્યના કર્ક રાશિમાં (કર્કવૃત) પ્રવેશ સાથે પણ સંબંધિત છે, જે ચોમાસાની શરૂઆતનું પ્રતીક છે. કર્કવૃત (Tropic of Cancer) પર સૂર્યનું સંક્રમણ ભારતના ઋતુચક્ર સાથે જોડાયેલું છે, જે ચોમાસાને પ્રભાવિત કરે છે. ચંદ્રની ગતિ દર 29.5 દિવસે એક ચક્ર પૂર્ણ કરે છે, જેના આધારે માસની ગણતરી થાય છે. પરંતુ પૂર્ણિમાંત અને અમાંત પદ્ધતિઓને કારણે ચંદ્રની કળાઓની ગણતરીમાં તફાવત આવે છે, જે શ્રાવણ માસની શરૂઆતને અલગ-અલગ દિવસે લઈ જાય છે.

આ ઉપરાંત કર્કવૃતનું (Tropic of Cancer) પણ અહીં મહત્વ છે. શ્રાવણ માસ ચોમાસાની ઋતુ સાથે જોડાયેલો છે અને કર્કવૃતની આસપાસના પ્રદેશોમાં ચોમાસાની શરૂઆત અને તેની અસર અલગ-અલગ સમયે થાય છે. ઉત્તર ભારતમાં ચોમાસું વહેલું આવે છે, જ્યારે ગુજરાત અને દક્ષિણ ભારતમાં તે થોડું મોડું પહોંચે છે. આ પ્રાદેશિક ભિન્નતા પણ શ્રાવણ માસની ગણતરી સાથે સંકળાયેલી છે, કારણ કે હિંદુ કેલેન્ડર પ્રકૃતિ અને ખગોળીય ઘટનાઓ સાથે સુસંગત છે.

હિંદુ કેલેન્ડરની ગણતરી ખગોળશાસ્ત્ર (Astronomy) પર આધારિત છે. ચંદ્રની ગતિ, સૂર્યનું સ્થાન, અને નક્ષત્રોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહિનાઓ અને તહેવારો નક્કી થાય છે. આ ગણતરીમાં પંચાંગનો ઉપયોગ થાય છે, જે ખૂબ જ ચોક્કસ અને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે. અમાંત અને પૂર્ણિમાંત પદ્ધતિઓ બંને ચંદ્રના તબક્કાઓ પર આધારિત છે, જે ખગોળીય ગણતરીઓનું પરિણામ છે. આ ઉપરાંત, શ્રાવણ માસની શરૂઆત ચોમાસાની ઋતુ સાથે સંકળાયેલી હોવાથી, તે પ્રકૃતિના ચક્રો સાથે પણ જોડાયેલો છે. આ રીતે, આ કેલેન્ડર પ્રકૃતિ અને ખગોળશાસ્ત્રનું સંગમ છે, જે તેને વૈજ્ઞાનિક બનાવે છે.

શ્રાવણ માસની શરૂઆતમાં 15 દિવસનો તફાવત ચંદ્ર આધારિત પૂર્ણિમાંત અને અમાંત પદ્ધતિઓ, સૂર્યના કર્કવૃત સંક્રમણ અને પ્રાદેશિક પરંપરાઓનું પરિણામ છે. આ વૈજ્ઞાનિક ગણનાઓ અને સાંસ્કૃતિક વિવિધતા ભારતની સમૃદ્ધ પરંપરાને દર્શાવે છે, જે ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મનું અનોખું સંયોજન પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત તે પણ સ્પષ્ટ કરે છે કે, અન્ય પંથ અને મજહબોમાં વિજ્ઞાનને ‘હરામ’ ગણાવવામાં આવે છે, જ્યારે ભારતમાં હિંદુઓના ધર્મગ્રંથોમાંથી જ વિજ્ઞાનની અવિરત ધારા વહે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં