હોમપેજરાજકારણરાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના 'આંદોલનકારીઓ' થયા...

રાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના ‘આંદોલનકારીઓ’ થયા એક્ટિવ: સમજો જ્યોર્જ સોરોસના પૈસાથી ચાલતો ‘ભારતને બદનામ કરવાનો’ આ ધંધો

રાહુલ ગાંધીએ અગાઉ મહારાષ્ટ્રની ચૂંટણીઓ અંગે પણ ભ્રામક સ્થિત ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ ગતકડા ત્યારે ચાલુ કર્યા, જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, તેમની મૃતપ્રાય થયેલી પાર્ટી ભાજપ સાથે સીધો મુકાબલો કરી શકશે નહીં.

- Advertisement -

બિહારમાં ટૂંક સમયમાં જ ચૂંટણી (Bihar Assembly Election) યોજાવાની છે. ચૂંટણી પંચે (Election Commission) પણ તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલ ચૂંટણી પંચ મતદાર યાદીમાં સુધારાની કામગીરી કરી રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ, પપ્પુ યાદવ સહિત ઘણા નેતાઓએ આ કામગીરીનો વિરોધ કરવાનુ શરૂ કરી દીધું છે.

મતદાર યાદીમાંથી અયોગ્ય અને ગેરકાયદેસર લોકોને દૂર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને આ ટોળકી એવી રીતે રજૂ કરી રહ્યું છે, કે જાણે તે તેમના મત કાપવાનું ષડયંત્ર હોય. હવે આ રમતમાં આંદોલનજીવી અને ચંદાજીવી ગેંગ પણ કૂદી પડી છે.

હવે આ ચૂંટણી પ્રક્રિયાને RJD, કોંગ્રેસ, TMCના મહુઆ મોઇત્રા, એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR), પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ અને યોગેન્દ્ર યાદવ જેવા આંદોલનકારીઓ સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે. તેમણે આ પ્રક્રિયા બંધ કરવાની માંગ કરી છે.

- Advertisement -

આ મામલે દાખલ કરાયેલી યાચિકાઓની સુનાવણી 10 જુલાઈ 2025ના રોજ થવાની છે. બિહાર ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ જેવા વિપક્ષી નેતાઓએ મતદારોના નામ ઉમેરવા અને કાઢી નાખવાની આ પ્રક્રિયાને મુદ્દો બનાવવાનું શરૂ કર્યું હતું.

NRC-CAA જેવો પ્રોપોગેન્ડા ઉભો કરવાનો પ્રયાસ

વિપક્ષી નેતાઓના પ્રોપગેન્ડાને આગળ વધારવાનું કામ હવે આ સંગઠનોએ હાથમાં લીધું છે. જેમાં NGO, આંદોલનકારીઓ અને એક્ટિવિસ્ટ પ્રકારની જમાતનો સમાવેશ થાય છે. આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચે આ બાબતે તમામ શંકાઓ દૂર કરી દીધી છે અને પ્રક્રિયા હાલ પણ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

ચૂંટણી પંચે મતદારોને તેમના દસ્તાવેજો સબમિટ કરવા માટે 25 જુલાઈ 2025 સુધીનો સમય પણ આપ્યો છે. આ માટે મતદારોને પણ જાગૃત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, તેમણે અત્યાર સુધીમાં 2.88 કરોડથી વધુ મતદારોની ચકાસણી કરી છે. આ બિહારના કુલ મતદારોના 38% છે.

આટલું સ્પષ્ટ હોવા છતાં આ સમગ્ર પ્રક્રિયાને કોર્ટમાં લઈ જવાથી એ સ્પષ્ટ થાય છે કે વિપક્ષ અને NGO-આંદોલનકારી ગેંગ આ મુદ્દે પણ NRC-CAA જેવો હોબાળો મચાવવા માંગે છે. આ કામગીરીને પણ મુસ્લિમવિરોધી પગલું ગણાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મજહબી આધાર પર  ધ્રુવીકરણ કરી શકાય.

NGO-આંદોલનજીવી ફક્ત એક મુખોટું

વિપક્ષના આ કામ માટે NGO અને આનંદોલનજીવી ગેંગ એક પ્રકારે મુખોટું બની ગયા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર આ ગેંગ ભૂતકાળમાં પણ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધો ઉભી કરતી રહી છે. આ ગેંગ મોદી સરકારનો વિરોધ કરવાનો જુનો ઇતિહાસ ધરાવે છે. આ કેસમાં અરજી દાખલ કરનાર એક NGO તો જ્યોર્જ સોરોસ પાસેથી ફંડિંગ મેળવે છે.

આ ઉપરાંત ચૂંટણી પંચની કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર ADRએ પણ અગાઉ  ચૂંટણી કમિશનરની નિમણૂક પ્રક્રિયામાં અવરોધો ઉભા કર્યા હતા. સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે કાયદો બનાવવાનું કહ્યું હતું. જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થતો હતો.

આ સમિતિમાં CJIનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થા ફક્ત સરકાર કાયદો ન બનાવે ત્યાં સુધી ચાલુ રહેવાની હતી. મોદી સરકારે આ અંગે કાયદો બનાવ્યો હતો જેમાં CJIનો સમાવેશ કર્યો ન હતો. આ મામલે પણ ADR અરજી લઈને કોર્ટમાં પહોચ્યું હતું. નોંધનીય છે કે, કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલાં ચૂંટણી કમિશનરની નિમણૂક સંપૂર્ણપણે સરકાર પાસે હતી.

આ બાબતે પણ પ્રશાંત ભૂષણ જેવા વકીલો તેઓને મદદ કરતા રહ્યા છે, જેમનું કામ બસ એજન્ડા ચલાવવાનું છે. પ્રશાંત ભૂષણ પર દિલ્હી રમખાણો પહેલા યોજાયેલી બેઠકનું આયોજન કરવાનો આરોપ છે. નોંધનીય છે કે પ્રશાંત ભૂષણ કાયમ દેશ વિરુદ્ધ ઉભા જોવા મળે છે.

જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલા છે અરજી દાખલ કરનાર NGOના તાર

બિહારમાં ચૂંટણી પંચની પ્રક્રિયા વિરુદ્ધ અરજી દાખલ કરનાર NGOની લિંક જ્યોર્જ સોરોસ સાથે જોડાયેલી છે. ADR વાસ્તવમાં એક NGO છે જેની પાસે FCRA લાઇસન્સ છે. આ NGO કાયમ મોદી સરકારની પાછળ પડેલું રહે છે.

ADRને ચૂંટણી અને ‘રાજકીય સુધારા’ અને ‘ચૂંટણી દેખરેખ’ માટે ફોર્ડ ફાઉન્ડેશન, ગૂગલ, હિવોસ અને ઓમદિયાર નેટવર્ક તરફથી મોટી માત્રામાં ફંડિંગ મળે છે. હિવોસ સંસ્થા જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન (Open Society Foundation) સાથે સંકળાયેલી છે અને વિવિધ સરકારો પાસેથી નાણાં મેળવે છે.

HIVOSના 2018ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે, તેને ડચ વિદેશ મંત્રાલય, ગ્લોબલ ફંડ, સ્વીડિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એઇડ, મિલેનિયમ ચેલેન્જ એકાઉન્ટ, ધી સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન,અમેરિકન વિદેશ મંત્રાલય જેવી અન્ય જગ્યાઓથી ભંડોળ મળે છે.

આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફોર્ડ ફાઉન્ડેશન પણ તેની આવકના મુખ્ય સ્ત્રોતોમાંથી એક હતું. ADR ફોર્ડ ફાઉન્ડેશન અને ઓમડિયાર નેટવર્ક તરફથી ડાયરેક્ટ પૈસા લેતું રહ્યું છે. ADRને વર્ષ 2016-2017માં ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ₹70 લાખ અને ઓમડિયાર નેટવર્ક તરફથી ₹2 કરોડ મળ્યા હતા.

આ ઉપરાંત વર્ષ 2017-18માં ADRને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ₹2 કરોડ મળ્યા હતા. વર્ષ 2018-19માં પણ ADRને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ₹60 લાખથી વધુ મળ્યા હતા. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2020-21માં પણ ADRને ઓમડિયાર નેટવર્ક તરફથી ₹1.13 કરોડ મળ્યા હતા.

જે લોકો ADRને ફંડિંગ કરે છે તેઓ જ ‘ધ વાયર’ને (the wire) પણ પૈસા પહોંચાડે છે, જે ખોટા સમાચાર ફેલાવા માટે જાણીતું છે. હવે એ જ ADR બિહાર ચૂંટણીના મામલામાં કૂદી પડ્યું છે, અને એક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ADR જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા એક સંગઠન પાસેથી પૈસા લીધા હતું. આ એ જ જ્યોર્જ સોરોસ છે જે ભારતમાં મોદી સરકારને નબળી પાડવાની વાત કરી રહ્યા હતા.

એક તરફ ADR આ મામલો કોર્ટમાં ગુંચવી રહ્યું છે,  તો બીજી તરફ રાહુલ ગાંધી 9 જુલાઈ 2025ના રોજ ચૂંટણી પંચની પ્રક્રિયા સામે બિહાર જઈ રહ્યા છે.

આ મામલે ભાજપે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે, સોનિયા ગાંધી પણ જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવતી સંસ્થા સાથે જોડાયેલા છે. જ્યોર્જ સોરોસ લાંબા સમયથી ભારતમાં અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વખતે તેમણે બિહારની ચૂંટણીઓ પર આ દાવ લગાવ્યો છે. બિહારમાં એટલા માટે કારણ કે અહીંની ચૂંટણી દેશના રાજકારણને અસર કરે છે.

શું વિપક્ષે શોધી કાઢ્યું છે પોતાની હારનું બહાનું?

બિહારની આગામી ચૂંટણીમાં જો NDA ચૂંટણી હારી જાય, તો તેની સીધી અસર કેન્દ્ર સરકાર પર પડશે. JDU કેન્દ્ર સરકારમાં એક મુખ્ય સાથી પક્ષ છે. મતદાર યાદી અંગે ચાલી રહેલ વિવાદો આ સાથે જ સંબંધિત હોય તેવું લાગે છે. ADR, યોગેન્દ્ર યાદવ અને રાહુલ ગાંધી જેવા તત્વો મતદાર યાદીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, જ્યારે ચૂંટણી પંચે બધી માહિતી સ્પષ્ટ કરી દીધી છે.

રાહુલ ગાંધીએ અગાઉ મહારાષ્ટ્રની ચૂંટણીઓ અંગે પણ ભ્રામક સ્થિત ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ આ ગતકડા ત્યારે ચાલુ કર્યા, જ્યારે તેમને ખાતરી થઈ ગઈ કે, તેમની મૃતપ્રાય થયેલી પાર્ટી ભાજપ સાથે સીધો મુકાબલો કરી શકશે નહીં. ત્યારે હવે તેમણે સીધી ચૂંટણીઓ અને ચૂંટણી પ્રક્રિયાને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

બિહારમાં જે મતદાર યાદીનો વિરોધ થઈ રહ્યો છે એ આ જ કાવતરાનો એક ભાગ છે. આ પહેલા ચૂંટણીમાં રાહુલ ગાંધીનો અવાજ ફક્ત EVM મશીનો સુધી જ મર્યાદિત હતો, પરંતુ હવે એવું લાગે છે કે તે મતદાર યાદી સુધી વધશે અને થોડા દિવસોમાં તેનાથી આગળ નીકળી જશે

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં