‘મતદાર યાદીમાંથી 2.5 કરોડ નામો કાઢી નખાશે…!’- ચૂંટણી પંચે યોગેન્દ્ર યાદવના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ: કહ્યું- પહેલા જ ભરાઈ ચૂક્યા છે 2.88 કરોડ ફોર્મ

બિહારમાં મતદાર યાદીની ચકાસણી (Verification of voter lists) અંગે આંદોલનકારી યોગેન્દ્ર યાદવ (agitator Yogendra Yadav) દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાને ચૂંટણી પંચે ખુલ્લું પડી દીધું છે. યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની (Election Commission) પ્રક્રિયાને કારણે 2.5 કરોડ લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે. સાથે જ યોગેન્દ્ર યાદવે દાવો કર્યો હતો કે આ પ્રક્રિયાથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઓછું અને હિંદુઓને વધુ નુકસાન થશે.

ચૂંટણી પંચે 7 જુલાઈ, 2025ના રોજ આ અંગે એક ફેક્ટચેક કર્યું હતું. ચૂંટણી પંચે કહ્યું છે કે પ્રક્રિયા માટે જારી કરાયેલા આદેશમાં, પહેલા પાના પર સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈપણ લાયક મતદાર યાદીમાંથી બાકાત રહેશે નહીં. ચૂંટણી પંચે કહ્યું કે 7 જુલાઈ, 2025 સુધી 2.88 કરોડ લોકોએ તેમની ચકાસણી કરાવવા માટે ફોર્મ ભર્યું છે.

ચૂંટણી પંચે યોગેન્દ્ર યાદવના દાવાને ભ્રામક ગણાવ્યો છે અને કહ્યું છે કે કુલ મતદારોમાંથી 36% મતદારો પહેલાથી જ પ્રક્રિયામાં ભાગ લઈ ચૂક્યા છે.