ગાંધીનગરના (Gandhinagar) સાદરા (Sadra) ગામના રહેવાસી એક મુસ્લિમ સગીરે (Muslim Minor) સોશિયલ મીડિયા પર ભગવાન રામ અને માતા સીતાને લઈને અભદ્ર ટિપ્પણી (Derogatory Comments on Hindu Deities) કરતાં વિવાદ ઊભો થયો છે. હજારો સ્થાનિક હિંદુઓ ઘટનાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી મુસ્લિમ સગીરની અટકાયત કરી લીધી છે. હાલ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે. ગામમાં બહુમતી વસ્તી હિંદુઓની હોવાથી આખું ગામ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત સગીર વિરુદ્ધ કાર્યવાહીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળના પદાધિકારી ગણપતસિંહે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, ઘટના મંગળવારે (22 ઑક્ટોબર) બનવા પામી હતી. સાદરા ગામના એક 16 વર્ષીય મુસ્લિમ સગીરે (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કમેન્ટ કરીને ભગવાન રામ અને માતા સીતા વિશે ખૂબ જ અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. આ ઘટના બાદ આખા ગામમાં તેના સ્ક્રીનશોટ્સ ફેલાઈ ગયા હતા.
વાયુવેગે સમાચાર પ્રચરી ગયા બાદ ગામના હિંદુ સમાજના લોકો એકઠા થયા હતા અને હિંદુ સંગઠનો પણ પહોંચી ગયાં હતાં. ગણપતસિંહે વધુમાં જણાવ્યું કે, એકઠા થયેલા લોકો ખૂબ આક્રોશમાં હતા, જેના કારણે બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ લોકોને સમજાવીને કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરી હતી. ત્યારબાદ હિંદુ સમાજના 200થી 300 લોકોએ ચિલોડા પોલીસ સ્ટેશન પહોંચીને તમામ પુરાવા રજૂ કર્યા હતા અને કાર્યવાહીની અપીલ કરી હતી.
લોકોનો આક્રોશ જોતાં PI પરમારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી સગીરની અટકાયત કરી લીધી હતી. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી. આ ઉપરાંત ઘટનાના વિરોધ માટે આસપાસના હિંદુઓ પણ સાદરામાં એકઠા થવા લાગ્યા હતા. હિંદુ સંગઠનોએ શાંતિમય અને કાયદાકીય રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે અપીલ પણ કરી હતી.
સાદરા ગામ સજ્જડ બંધ, હિંદુઓ રેલી યોજી પહોંચ્યા પોલીસ સ્ટેશન
ઘટનાની જાણ થતાં જ બજરંગ દળ કાર્યકરો સાદરા પહોંચ્યા હતા અને ત્યાંથી સ્થાનિક હિંદુઓ સાથે મળીને ચિલોડા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ તમામ પુરાવા અને સ્ક્રીનશૉટ રજૂ કર્યા હતા.
પોલીસ સ્ટેશન પહોંચેલા હિંદુઓને પોલીસ અધિકારીએ કડક અને ઉદહારણરૂપ કાર્યવાહીની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ગામમાં પણ આ ઘટનાના પડઘા પડવાના શરૂ થઈ ગયા હતા. ગામના બહુમતી હિંદુ સમાજે બજરંગ દળના આહ્વાન પર 23 ઑક્ટોબરના રોજ એક દિવસ માટે તમામ કામ-ધંધા અને વેપાર બંધ રાખીને બંધ પાળ્યો હતો. હાલ પણ સાદરા ગામ સજ્જડ બંધ હોવાનું સામે આવ્યું છે.
ચિલોડા, ગાંધીનગર | સાદરા ગામના મુસ્લિમ સમુદાયના એક સગીરે ઈન્સ્ટાગ્રામ પર ભગવાન રામ અને માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ હિંદુ સંગઠનોમાં આક્રોશ
— ઑપઇન્ડિયા (@OpIndia_G) October 23, 2024
રેલી કાઢીને ચિલોડા પોલીસ મથક પહોંચ્યા કાર્યકર્તાઓ, કડક કાર્યવાહીની માંગ કરી
સાદરા ગામમાં બંધ પાળીને કરાયો વિરોધ, પોલીસ પણ… pic.twitter.com/jQ1NAWbVz9
આ ઉપરાંત હિંદુઓ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ગામમાં રેલી પણ યોજી હતી. આસપાસના વિસ્તારના હિંદુઓ પણ આક્રોશમાં હતા અને આ રેલીઓમાં જોડાયા હતા. ‘જય શ્રીરામ’, ‘જય શિવાજી, જય ભવાની’ના નારા સાથે સાદરામાં હિંદુઓની આક્રોશ રેલી નીકળી હતી. આ ઉપરાંત હિંદુ સમાજના વેપારીઓએ પણ સહયોગ આપીને દુકાન-ધંધા બંધ કરીને બજરંગ દળને સમર્થન જાહેર કર્યું હતું.
મુસ્લિમ સગીરના માતા-પિતાએ હિંદુ સંગઠનને કરી માફીની વિનંતી
હિંદુ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું છે કે, ઘટના બાદ હિંદુઓ એક થઈ ગયા હતા અને ગામ પણ સજ્જડ બંધ થઈ ગયું હતું. આ બધી કાર્યવાહીને જોતાં આરોપી મુસ્લિમ સગીરના માતા-પિતાએ ગામના સરપંચ અને હિંદુ સંગઠનોને કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. આરોપીના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમનો દીકરો નાનો છે અને ‘ભૂલથી’ આવું કર્યું છે. આ ઉપરાંત તેમણે હિંદુ સંગઠનને સગીરની કારકિર્દી અને ભવિષ્યને બચાવવા માટે વારંવાર અપીલ પણ કરી હતી.
હિંદુ સંગઠન અનુસાર, ગામના સરપંચ અને બજરંગ દળે સાથે મળીને આ મામલે નિર્ણય લીધો હતો કે હાલ પૂરતી કાર્યવાહી અટકાવીને મુસ્લિમ સમુદાયના લોકો પાસેથી બાહેંધરી લેવી જોઈએ કે, ફરી આવી ભૂલ નહીં થાય. ત્યારબાદ પોલીસે પણ મધ્યસ્થ બનીને હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠકનું આયોજન કર્યું છે. હિંદુ સંગઠને સ્પષ્ટપણે કહ્યું છે કે, જો મુસ્લિમ સમુદાય શાંતિમય રીતે બાહેંધરી આપશે કે, હવે પછી આવું નહીં થાય તો હિંદુ સમાજ પાછું પગલું ભરવા તૈયાર છે.
હિંદુ સંગઠને વધુમાં કહ્યું છે કે, હાલ સાદરા ગામમાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ રહ્યા છે અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો પણ ત્યાં હાજર છે. પોલીસની સાથે રહીને બંને સમુદાય વચ્ચે શાંતિસમિતિની બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત સંગઠને કહ્યું કે, બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
6 મહિનાથી ગામમાં ઉત્પાત વધ્યો હોવાનો હિંદુ સંગઠનનો દાવો
આ પહેલાં આવી કોઈ સાંપ્રદાયિક ઘટના નોંધાઈ છે કે કેમ, તેનો જવાબ આપતા હિંદુ સંગઠને કહ્યું હતું કે, આ પહેલાં આવી કોઈ ઘટના સાદરા ગામમાં નોંધાઈ નથી. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે, સાદરા ગામની વસ્તી 8000 જેવી છે, જેમાંથી માત્ર 250 ઘર જ મુસ્લિમ સમુદાયના છે, તેથી આવી ઘટના પહેલાં ક્યારેય નોંધાઈ નહોતી. પરંતુ, સંગઠને એવો પણ દાવો કર્યો છે કે, ગામમાં છેલ્લા 6 મહિનાથી ઉત્પાત વધ્યો છે. તેમણે કહ્યું કે, શાળાની નજીકમાં જ એક મસ્જિદ આવેલી છે. તે મસ્જિદમાં મોટાં સ્પીકર લગાવીને 6 વખત મોટા અવાજે અજાન વગાડવામાં આવી રહી છે.
હિંદુ સંગઠને કહ્યું કે, આ પહેલાં ક્યારેય આટલી વખત અને આટલા મોટેથી અજાન વગાડવામાં આવી નહોતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી આવી બધી અનેક ઘટનાઓમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે, ઉત્પાત પણ વધ્યો છે. વધુમાં સંગઠને જણાવ્યું છે કે, હાલ તો ગામ સજ્જડ બંધ છે, સાંજ સુધીમાં શાંતિસમિતિનો નિર્ણય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.