Tuesday, October 15, 2024
More
    હોમપેજરાજકારણMUDA કૌભાંડની તપાસ વચ્ચે જ ખડગે પરિવારે કર્ણાટક સરકારને પરત કરી 'વિવાદિત...

    MUDA કૌભાંડની તપાસ વચ્ચે જ ખડગે પરિવારે કર્ણાટક સરકારને પરત કરી ‘વિવાદિત જમીન’: કંપનીઓની જમીન આપી દેવાઈ હતી કોંગ્રેસ અધ્યક્ષના ફેમિલી ટ્રસ્ટને

    આ કેસમાં કોંગ્રેસ સરકાર પર આરોપ હતો કે, તેણે આ જમીન ખડગે પરિવારના ટ્રસ્ટને એવા વિસ્તારમાં આપી હતી, જે વિસ્તાર એરોસ્પેસ કંપનીઓ માટેનો હતો. આ બાબતે ભાજપે કોંગ્રેસ પર સરકાર સવાલો પણ ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અને તેમના પરિવારે કર્ણાટક સરકારને પાંચ એકડ જમીન પરત કરવાનો નિર્ણય લીધો છે. આરોપ હતો કે, તે જમીન કોંગ્રેસ સરકારે મલ્લિકાર્જુન ખડગે પરિવારના સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને આપી દીધી હતી, જ્યારે તેનો ઉપયોગ માત્ર એરોસ્પેસ કંપનીઓને આપવા માટે કરવાનો હતો. MUDA સ્કેમનો વિવાદ શરૂ થયા બાદ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે આ અંગે કર્ણાટક સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો.

    મલ્લિકાર્જુન ખડગેના પરિવારે કર્ણાટક સરકારને જમીન પરત કરવાનું પગલું MUDA સ્કેમની તપાસ વચ્ચે જ ઉઠાવ્યું છે. આ પાંચ એકડ જમીન ખડગેના પુત્ર રાહુલ ખડગેના નેતૃત્વના સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને કર્ણાટક ઇન્ડસ્ટ્રિયલ એરિયાસ ડેવલપમેન્ટ બોર્ડ (KIADB) તરફથી બાગાપુર હાઇ-ટેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પાર્કમાં આપવામાં આવી હતી. આ કેસમાં કોંગ્રેસ સરકાર પર આરોપ હતો કે, તેણે આ જમીન ખડગે પરિવારના ટ્રસ્ટને એવા વિસ્તારમાં આપી હતી, જે વિસ્તાર એરોસ્પેસ કંપનીઓ માટેનો હતો. આ બાબતે ભાજપે કોંગ્રેસ પર સરકાર સવાલો પણ ઉઠાવ્યા હતા.

    નોંધવા જેવું છે કે, આ ઘટના પહેલાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની પાર્વતીએ 30 સપ્ટેમ્બરના રોજ એક નિવેદન આપ્યું હતું અને 14 પ્લોટ પરત કરવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ MUDAને 14 પ્લોટ પરત કરવા માટે તૈયાર છે. તેમણે આ પ્લોટ પરત કરવા માટે થઈને MUDA કમિશનરને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, “મારા પતિના સન્માન અને પ્રતિષ્ઠાથી વધુ મહત્વનું બીજું કંઈ નથી. આટલા વર્ષો સુધી સત્તા સંભાળનાર પરિવાર પાસેથી મેં ક્યારેય કંઈ ઈચ્છ્યું નથી.” આ ઉપરાંત તેમણે પોતાની મરજીથી પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ પત્રમાં લખ્યું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, EDએ 30 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમના પત્ની, સાળા અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. તે પહેલાં મૈસૂર લોકાયુક્તે પણ 27 સપ્ટેમ્બરના રોજ આ તમામ લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. લોકાયુક્તે 1 ઑક્ટોબરથી આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે. MUDA કૌભાંડને લઈને હાલ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં