Tuesday, October 8, 2024
More
    હોમપેજરાજકારણ'ખોટી રીતે પડાવેલા પ્લોટ પરત લઈ લો, પણ મારા પતિને...': સિદ્ધારમૈયાની મુસ્કેલીઓ...

    ‘ખોટી રીતે પડાવેલા પ્લોટ પરત લઈ લો, પણ મારા પતિને…’: સિદ્ધારમૈયાની મુસ્કેલીઓ વધતી જોતા તેમના પત્નીએ MUDA સ્કેમના 14 પ્લોટ સરેન્ડર કરવાની બતાવી તૈયારી

    ગત અઠવાડિયે થયેલી FIRમાં સિદ્ધારમૈયાની પત્નીનું નામ પણ હતું, આ બાદ તેમણે MUDA કમિશ્નરને એક પત્ર લખીને મૈસુરના વિજયનગર તબક્કા 3 અને 4માં અપાયેલા અલગ અલગ કદના 14 પ્લોટ પરત કરી રહી છે.

    - Advertisement -

    કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની (CM Siddaramaiah) મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ મામલો મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) પ્લોટ ફાળવણી સાથે સંબંધિત કૌભાંડનો છે. ગત અઠવાડિયે જ સિદ્ધારમૈયા પર લોકાયુક્ત પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન સિદ્ધારમૈયાની પત્નીએ મોટું પગલું ભર્યું છે. તેમણે MUDA દ્વારા તેમને ફાળવવામાં આવેલી જમીનના 14 પ્લોટ સરેન્ડર કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. BM પાર્વતીએ MUDA કમિશ્નરને સંબોધીને પત્ર લખ્યો હતો. જેમાં અલગ જગ્યાએ તેમને ફાળવવામાં આવેલા પ્લોટ પરત કરવાનો તેમનો ઈરાદો દર્શાવ્યો હતો તથા લખ્યું હતું કે, “પતિનું સન્માન અને પ્રતિષ્ઠા મિલકત અથવા સંપત્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે”.

    મહત્વની બાબત છે કે MUDA કૌભાંડ અંગે પ્રથમવાર સિદ્ધારમૈયાની પત્નીએ કોઈ નિવેદન આપ્યું છે. ગત અઠવાડિયે થયેલી FIRમાં સિદ્ધારમૈયાની પત્નીનું નામ પણ હતું, આ બાદ તેમણે MUDA કમિશ્નરને એક પત્ર લખીને મૈસુરના વિજયનગર તબક્કા 3 અને 4માં અપાયેલા અલગ અલગ કદના 14 પ્લોટ પરત કરી રહી છે. આ પ્લોટ તેમને કોઈ અન્ય જગ્યાની 3 એકર અને 16 ગુંઠા જમીનના બદલામાં ફાળવવામાં આવ્યા હતા.

    તેમણે આ પ્લોટ પરત કરવા માટે થઈને કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, “મારા પતિના સન્માન અને પ્રતિષ્ઠાથી વધુ મહત્વનું બીજું કંઈ નથી. આટલા વર્ષો સુધી સત્તા સંભાળનાર પરિવાર પાસેથી મેં ક્યારેય કંઈ ઈચ્છ્યું નથી.” આ ઉપરાંત તેમણે પોતાની મરજીથી પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો હોવાનું પણ પત્રમાં લખ્યું હતું.

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું હતું કે, “હું MUDA દ્વારા વળતર સ્વરૂપે આપવામાં આવેલા 14 પ્લોટના ખત રદ કરીને પ્લોટ પરત કરવા ઈચ્છું છું. હું પ્લોટનો કબજો પણ MUDAને પાછો સોંપી રહી છું. કૃપયા આ બાબતે જલદીથી જરૂરી પગલાં લો.” પત્રમાં લખ્યા અનુસાર આ પ્લોટ તેમના ભાઈએ તેમને ભેટ આપ્યા હતા. જો કે, લોકાયુક્ત પોલીસે નોંધેલી FIRમાં સિદ્ધારમૈયાના સાળાનું નામ પણ છે.

    આગળ તેમણે લખ્યું હતું કે, “મેં ક્યારેય ઘર, મિલકત, સોનું કે સંપત્તિની ઈચ્છા નથી કરી. લોકોએ મારા પતિને જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેનાથી હું અભિભૂત છું. પરંતુ MUDA જમીનની ફાળવણી અંગેના આક્ષેપોથી હું ખૂબ જ દુઃખી છું, જે મારા ભાઈ તરફથી ભેટ હતી.” આ સિવાય તેમણે તેમના પતિને જમીન મામલે આવા આક્ષેપો સહન કરવા પડશે એવી ક્યારેય કલ્પના પણ ન કરી હોવાનું પણ પત્રમાં લખ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં