Sunday, November 24, 2024
More
    હોમપેજરાજકારણલિબરલ ગેંગે પહેલાં પત્રકાર અશોક શ્રીવાસ્તવને ટાર્ગેટ કર્યા, પછી ઘરે જતી વખતે...

    લિબરલ ગેંગે પહેલાં પત્રકાર અશોક શ્રીવાસ્તવને ટાર્ગેટ કર્યા, પછી ઘરે જતી વખતે કારને SUVએ મારી ટક્કર: કોંગ્રેસી ગુંડાગીરીનો વિરોધ કરવો હવે ગુનો?

    એબીપી ન્યૂઝના પત્રકાર વિકાસ ભદૌરિયાએ કહ્યું, "અશોક શ્રીવાસ્તવજીએ અમેરિકામાં ઇન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્મા પર થયેલા દુર્વ્યવહાર અને હુમલાનો વિરોધ કર્યો હતો, આ વિરોધથી સમગ્ર ઇકોસિસ્ટમને આંચકો લાગ્યો હતો, પરંતુ શું વિરોધના આવાજ કોઈના જીવ માંગે છે?”

    - Advertisement -

    ડીડી ન્યૂઝના પત્રકાર (DD News Journalist) અશોક શ્રીવાસ્તવની (Ashok Shrivastav) કાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. ઇન્ડિયા ટૂડેના પત્રકારને (India Today Journalist) માર મારવાના મામલામાં અશોક શ્રીવાસ્તવે પ્રેસ ક્લબની બહાર કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ બાદ તેમના પર આ હુમલો (Attack) થયો હતો. પત્રકાર શ્રીવાસ્તવની કારને મોટી કારે (SUV) ટક્કર મારી હતી. હુમલા બાદ અનેક પત્રકારોએ આ મુદ્દો ઉઠાવ્યો છે.

    માહિતી અનુસાર, જ્યારે અશોક શ્રીવાસ્તવ બુધવારે રાત્રે (18 સપ્ટેમ્બર, 2024) પોતાની ઓફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને એક મોટી કારે ટક્કર મારી હતી. આ અથડામણમાં અશોક શ્રીવાસ્તવની કારને નુકસાન થયું હતું. આ અચાનક થયેલા હુમલાથી અશોક શ્રીવાસ્તવ પણ ચોંકી ગયા હતા.

    હુમલાના એક દિવસ પહેલા અશોક શ્રીવાસ્તવ નવી દિલ્હીમાં સંસદ ભવન પાસે પ્રેસ ક્લબની બહાર વિરોધ કરવા ગયા હતા. અહીં તેમણે અમેરિકામાં કોંગ્રેસના લોકો દ્વારા ઈન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્મા સાથે કરવામાં આવેલા દુર્વ્યવહાર વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

    - Advertisement -

    અહીં તેમણે માંગ કરી હતી કે રાહુલ ગાંધીએ પત્રકાર રોહિત શર્માની માફી માંગવી જોઈએ. તેમના પ્રદર્શનમાં કેટલાક અન્ય પત્રકારોએ પણ ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું, “આપણે એક સંદેશ આપવો છે કે મુહબ્બતની દુકાન ચાલવતા લોકો પત્રકારોનું સન્માન કરતા શીખે. જે તેને મોહબ્બત કી દુકાન કહે છે. રાહુલ ગાંધીની ટીમના લોકોએ પત્રકાર પર હુમલો કર્યો, તેનો ફોન છીનવી લીધો, તેની સાથે ઝપાઝપી કરી, શું આ મીડિયાની સ્વતંત્રતાનું સન્માન છે? શું બંધારણનું પાલન થાય છે? શું બાંગ્લાદેશના હિંદુઓ પર પ્રશ્નો પૂછવા એ ગુનો છે?”

    કોંગ્રેસના લોકો આ પ્રદર્શનને લઈને નારાજ હતા. કોંગ્રેસના પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂત અને સુપ્રિયા શ્રીનેતે પણ આ પ્રદર્શનની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો.

    પ્રદર્શન બાદ તેઓ પોતાની ઓફિસે પરત ગયા અને જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે એક કાર આવીને તેમની કાર સાથે ટકરાઈ હતી. તેમના પર થયેલા હુમલા બાદ ઘણા પત્રકારોએ X પર આ માહિતી પોસ્ટ કરી હતી. પત્રકારોએ એ બાબતની ટીકા કરી હતી કે મીડિયાની સ્વતંત્રતા મામલે અવાજ ઉઠાવવાના કારણે અશોક શ્રીવાસ્તવ પર હુમલો થયો હતો કે કેમ.

    એબીપી ન્યૂઝના પત્રકાર વિકાસ ભદૌરિયાએ કહ્યું, “ગઈ રાત્રે (18 સપ્ટેમ્બર, 2024) વરિષ્ઠ પત્રકાર અશોક શ્રીવાસ્તવ પર જીવલેણ હુમલો થયો હતો. જ્યારે તેઓ મધ્યરાત્રિએ તેમની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની કારને એક SUVએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ગઈકાલે, અશોક શ્રીવાસ્તવજીએ અમેરિકામાં ઇન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્મા પર થયેલા દુર્વ્યવહાર અને હુમલાનો વિરોધ કર્યો હતો, આ વિરોધથી સમગ્ર ઇકોસિસ્ટમને આંચકો લાગ્યો હતો, પરંતુ શું વિરોધના આવાજ કોઈના જીવ માંગે છે?”

    પત્રકાર અનુપમ કુમાર સિંઘે પણ હુમલાની ટીકા કરી હતી. તેમણે લખ્યું, “રાહુલ ગાંધી હજુ પણ આ દેશની દરેક વ્યવસ્થાથી પર છે. અમેરિકામાં પત્રકાર પર હુમલો થયો, તેની સામે અવાજ ઉઠાવવા બદલ અશોક શ્રીવાસ્તવ પર હુમલો થયો. અચાનક એક કાર આવે છે અને તેમની કારને જોરથી ટક્કર માટે છે. તે પહેલા સુપ્રિયાએ શ્રીનેત ટ્વિટ કરી નિશાન સાધે છે. પછી કોંગ્રેસના તમામ હેન્ડલસ એક પછી એક પાછળ પડી જાય છે. આજે પણ ગાંધી પરિવાર આ દેશનો સૌથી શક્તિશાળી પરિવાર છે.”

    અશોક શ્રીવાસ્તવ પર થયેલા આ હુમલાનો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ પણ વિરોધ કર્યો છે. તેમણે X (Twitter) પર લખ્યું હતું કે, “ગઈકાલે જ, DD ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર અશોક શ્રીવાસ્તવે ઇન્ડિયા ટુડેના પત્રકાર રોહિત શર્મા સાથે અમેરિકામાં ગેરવર્તન અને હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનથી ‘મોહબ્બત કી દુકાન’ની સમગ્ર ઈકોસિસ્ટમ હચમચી ગઈ હતી. ગઈકાલે રાત્રે જ અશોક શ્રીવાસ્તવ પર જીવલેણ હુમલો થયો હતો.”

    કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે લખ્યું કે, “જ્યારે તેઓ મધ્યરાત્રિએ તેમની ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની કારને એક SUVએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ગુનેગારને બક્ષવામાં નહીં આવે, પરંતુ વિરોધ કરનારાના પર જીવલેણ હુમલો? કોંગ્રેસે તેની ઈમરજન્સીની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ. આ દેશ તેમની સંપત્તિ નથી અને પત્રકારો તેમના ગુલામ નથી.”

    OpIndiaએ આ મામલે પત્રકાર અશોક શ્રીવાસ્તવનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલે તેમની સાથે વાતચીત થઇ શકી નહોતી. કારને કોણે ટક્કર મારી તેની માહિતી પણ સામે આવી નથી. આ માહિતી મળતાં જ આ રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં