Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયા‘USમાં રાહુલ ગાંધી બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો ઉઠાવશે’: પત્રકારે સેમ પિત્રોડાને પૂછ્યું તો...

    ‘USમાં રાહુલ ગાંધી બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો ઉઠાવશે’: પત્રકારે સેમ પિત્રોડાને પૂછ્યું તો ભડકી ઉઠ્યા કોંગ્રેસીઓ, પ્રશ્ન ‘વિવાદિત’ ગણાવીને વિડીયો ડિલીટ કરાવ્યો

    પત્રકાર કહે છે કે, “એક વ્યક્તિ બૂમો પાડીને કહેતો હતો કે આ સવાલ ‘વિવાદિત’ છે અને અન્યો પણ તેની સાથે જોડાઈ ગયા અને હોબાળો મચાવી દીધો. ત્યારબાદ રાહુલ ગાંધીની એડવાન્સ ટીમના એક માણસે મારો ફોન ખેંચી લીધો અને ‘બંધ કરો…બંધ કરો..’ની બૂમો પાડવા મંડ્યો.”

    - Advertisement -

    રાહુલ ગાંધીની અમેરિકા યાત્રા દરમિયાન ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાનો ઇન્ટરવ્યુ કરતી વખતે એક પત્રકારે બાંગ્લાદેશી હિંદુઓ પર પ્રશ્ન કરતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પત્રકાર ‘ઇન્ડિયા ટુડે’માં કામ કરતા રોહિત શર્મા છે. તેમણે સ્વયં એક લેખમાં જણાવ્યું હતું કે તેમની સાથે અમેરિકામાં શું બન્યું હતું. 

    નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની મુલાકાત લીધી હતી. વિપક્ષ નેતાની આ મુલાકાત કવર કરવા માટે ‘ઇન્ડિયા ટુડે’ તરફથી પત્રકાર રોહિત શર્મા US પહોંચ્યા હતા. 7 સપ્ટેમ્બરના રોજ તેઓ ડલાસ પહોંચ્યા, જ્યાં રાહુલ ગાંધીનું આગમન થવાનું હતું. અહીં તેમણે ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસ અધ્યક્ષ સેમ પિત્રોડાનો સંપર્ક કરીને ઈન્ટરવ્યુ માટે જણાવ્યું હતું, જે માટે પિત્રોડા રાજી પણ થયા. 

    ટેક્સસમાં સાંજે લગભગ સાડા સાત વાગ્યે પત્રકારે સેમ પિત્રોડાનો ઇન્ટરવ્યુ કર્યો હતો. IOC સભ્યોની એક બેઠક બાદ તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા, જ્યાં પત્રકારના જણાવ્યા અનુસાર અન્ય ત્રીસેક લોકો હાજર હતા. જેમાંથી અમુક અમેરિકામાં જ સ્થાયી થયેલા ભારતીયો હતા તો અમુક ભારતથી પણ આવ્યા હતા અને તમામ રાહુલ ગાંધીના આગમનની જ તૈયારીમાં લાગેલા હતા. 

    - Advertisement -

    પત્રકારે અહીં સેમ પિત્રોડાનો ઇન્ટરવ્યુ કરવાનો શરૂ કર્યો અને મોબાઈલથી રેકોર્ડિંગ પણ કરવા માંડ્યું. વાતનો વિષય હતો રાહુલ ગાંધીની US યાત્રા. તમામ વાતચીત બરાબર ચાલી અને જેટલા પ્રશ્ન પૂછ્યા તેના સેમ પિત્રોડાએ જવાબ પણ આપ્યા. પરંતુ છેલ્લો પ્રશ્ન પૂછ્યો અને કોંગ્રેસ સમર્થકો ભડકી ઉઠ્યા. આ પ્રશ્ન હતો- ‘USના અધિકારીઓ સાથેની મુલાકાતમાં રાહુલ ગાંધી બાંગ્લાદેશમાં માર્યા ગયેલા હિંદુઓનો મુદ્દો ઉઠાવશે?’ સેમ પિત્રોડા એક તરફ આનો જવાબ આપતાં કહેતા હતા કે, “એ તો હવે રાહુલ અને અમેરિકી સાંસદો પર, હું તેમના વતી કંઈ કહી ન શકું પણ…’ આટલું બોલતાં જ રૂમમાં બેઠેલા કોંગ્રેસીઓએ ઉત્પાત મચાવવાનો શરૂ કરી દીધો હતો. 

    કોંગ્રેસીઓએ ઇન્ટરવ્યુ બંધ કરાવ્યો, વિડીયો ડિલીટ કરવા રીતસર હવાતિયાં માર્યાં

    ‘ઇન્ડિયા ટુડે’ પર એક લેખમાં પત્રકાર કહે છે કે, “એક વ્યક્તિ બૂમો પાડીને કહેતો હતો કે આ સવાલ ‘વિવાદિત’ છે અને અન્યો પણ તેની સાથે જોડાઈ ગયા અને હોબાળો મચાવી દીધો. ત્યારબાદ રાહુલ ગાંધીની એડવાન્સ ટીમના એક માણસે મારો ફોન ખેંચી લીધો અને ‘બંધ કરો…બંધ કરો..’ની બૂમો પાડવા મંડ્યો.”

    તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીના સમર્થકોએ તેમનો માઇક આંચકી લેવાનો પણ પ્રયાસ કર્યો અને ફોન ખેંચી લઈને રેકોર્ડિંગ બંધ કરી દીધું. આ બધું ચાલતું હતું ત્યાં હળવેકથી સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીને મળવા જવા માટે એરપોર્ટ જવા માટે ચાલતી પકડી હતી. 

    પત્રકાર આગળ કહે છે કે, “ત્યારપછી પણ 15 વ્યક્તિઓ રૂમમાં રહ્યા અને મને ઇન્ટરવ્યુનો છેલ્લો પ્રશ્ન ડીલીટ કરવાનું કહેવા માંડ્યા. હું અડગ રહ્યો અને તેમને સમજાવ્યું કે સવાલમાં કશું જ ‘વિવાદિત’ ન હતું અને તેમનો વ્યવહાર ઉચિત નથી. પણ તેઓ ન માન્યા અને ફોન લઈને તેમાં ખાંખાંખોળાં કરીને ઇન્ટરવ્યુની ક્લિપ ડિલીટ કરવાના પ્રયાસ કરવા માંડ્યા.” આગળ જણાવ્યું કે, તેમણે ફોન લાઇબ્રેરીમાંથી તો ક્લિપ હટાવી દીધી હતી, પણ એક વખત ડિલિટ થયેલી સામગ્રી ‘રિસેન્ટલી ડિલીટેડ’ નામના એક ફોલ્ડરમાં જતી રહે છે અને ત્યાંથી તેને પુનઃસ્થાપિત કરી શકાય છે. જેના માટે મોબાઈલ યુઝરના ફેસ આઇડીની જરૂર પડે છે. 

    રોહિતે કહ્યું કે, “હું બેઠો હતો તો બે વ્યક્તિએ મને પકડી રાખ્યો જેથી હું ઊભો ન થઈ શકું અને એક વ્યક્તિએ મારી મંજૂરી વગર ફોન ચહેરા સામે ધરીને ખોલી નાખ્યો હતો અને ‘રિસેન્ટલી ડિલીટેડ’ ફોલ્ડરમાંથી પણ ઇન્ટરવ્યુ ડિલીટ કરી નાખ્યો હતો. એટલું જ નહીં ઇન્ટરવ્યુનો કોઈ પુરાવો ન રહે તે માટે તેમણે આઈ ક્લાઉડ પણ ચેક કર્યું હતું.”

    US જઈને ભારતમાં મીડિયાની સ્વતંત્રતાની પિપૂડી વગાડતા રહે છે રાહુલ

    પત્રકાર કહે છે કે, બહાર આવીને તેમણે સેમ પિત્રોડાને મેસેજ કરીને તેમની સાથે શું-શું બન્યું તે કહ્યું હતું ત્યારે પિત્રોડાએ પોતે અન્ય એક ઇન્ટરવ્યુ આપશે તેમ કહ્યું પણ તે પછી ક્યારેય બન્યું નહીં. તેઓ આગળ એમ પણ લખે છે કે રાહુલ ગાંધીએ પછીથી અમેરિકન પ્રેસના સભ્યો સાથે ભારત સરકાર હેઠળ કઈ રીતે પત્રકારોની સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે તેની વાત કરી હતી, પણ તેમની જ ટીમ મને ચૂપ કરવામાં લાગેલી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં