Thursday, December 26, 2024
More
    હોમપેજરાજકારણ'જે ઇઝરાયેલ વિરુદ્ધ હાથ ઉગામશે, તેના હાથ કાપી નાખીશું': ઇઝરાયેલે હુતીઓના ઠેકાણાં...

    ‘જે ઇઝરાયેલ વિરુદ્ધ હાથ ઉગામશે, તેના હાથ કાપી નાખીશું’: ઇઝરાયેલે હુતીઓના ઠેકાણાં પર કરી એરસ્ટ્રાઈક, યમનમાં કરેલ હુમલામાં હોદેદાહ બંદર-રાસ ઇસા ઓઈલ ફેસિલીટી થઇ તબાહ

    ઇઝરાયેલના સંરક્ષણમંત્રી કાત્ઝેએ કહ્યું હતું કે, "જે કોઈ પણ ઇઝરાયેલ રાજ્ય વિરુદ્ધ હાથ ઉગામશે - તેનો હાથ કાપી નાખવામાં આવશે, જે અમને નુકસાન પહોંચાડશે - તેને સાત ગણું નુકસાન થશે."

    - Advertisement -

    ઇઝરાયેલે (Israel) જાણે વિશ્વમાંથી આતંકવાદ ખત્મ કરવાની શપથ લઇ લીધી છે. 19 ડિસેમ્બર, ગુરુવારે ફરી એક વાર ઇઝરાયેલે ઈરાન (Iran) સમર્થિત હુતીઓના (Houthi Targets) ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી.  ઇઝરાયેલે કહ્યું હતું કે હુતીઓએ ઇઝરાયેલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક પગલા લીધા હતા જેના જવાબમાં ઇઝરાયેલે હુમલા કર્યા હતા. ઇઝરાયેલ હુતી આતંકીઓ પર ઈરાનના ઈશારે પશ્ચિમ એશિયામાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તથા આ હુમલાઓને પોતાના દેશની સુરક્ષા માટે જરૂરી પગલું ગણાવ્યું હતું.

    CNNના અહેવાલ અનુસાર ઈરાનની રાજધાની સના પાસે આવેલ બંદરગાહ તથા ઓઈલ ફેસિલીટી પર ઇઝરાયેલે હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ ઉપરાંત ઇઝરાયેલના હુમલામાં સના નજીકના હેજાઝ અને ધહબાન પાવર સ્ટેશન અને હોદેદાહ બંદર તથા રાસ ઇસા ઓઈલ ફેસિલીટી પર નિશાનો સાધવામાં આવ્યો હતો.

    આ હુમલા અંગે ઇઝરાયેલના સંરક્ષણમંત્રી કાત્ઝે હુતીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, “ઇઝરાયેલનો આ હાથ તમારા સુધી પણ પહોંચશે.” તેમણે કહ્યું હતું કે, “જે કોઈ પણ ઇઝરાયેલ રાજ્ય વિરુદ્ધ હાથ ઉગામશે – તેનો હાથ કાપી નાખવામાં આવશે, જે અમને નુકસાન પહોંચાડશે – તેને સાત ગણું નુકસાન થશે.”

    - Advertisement -

    નોંધનીય છે કે ઇઝરાયેલે આ હુમલો હુતીઓએ કરેલા હુમલાનો બદલો ગણાવ્યો હતો. જોકે હુતી ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવેલ આ હુમલાને ઇઝરાયેલે અધિકાંશ નિષ્ફળ બનાવ્યો હતો. અહેવાલો અનુસાર આ સ્ટ્રાઈકથી હુતી આતંકવાદી શાસન નબળું પડશે તથા ઈરાની શસ્ત્રોની દાણચોરી સહિત આતંકવાદી હેતુઓ પણ નબળા પડશે.

    ઉલ્લેખનીય છે કે ગત 7 ઓક્ટોબર પછી આ ઘટનાઓમાં વધારો થયો હતો. 7 ઓક્ટોબરે ગાઝાએ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઇઝરાયેલે હમાસ તથા હુતી આતંકી સંગઠનનોને નિશાનો બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યારસુધી ઇઝરાયેલે કરેલ હુમલામાં હમાસ, હિઝબુલ્લાહ અને હુતીઓને ઘણું નુકસાન થયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં