Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમારા નાગરિકો પર થતા હુમલાઓ અટકાવે પાકિસ્તાન: ચીનની પાકિસ્તાનને સ્પષ્ટ વાત

    અમારા નાગરિકો પર થતા હુમલાઓ અટકાવે પાકિસ્તાન: ચીનની પાકિસ્તાનને સ્પષ્ટ વાત

    ચીને પાકિસ્તાની સેનાધ્યક્ષને કહી દીધું છે કે પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર થઇ રહેલા હુમલાઓ તત્કાળ બંધ થવા જોઈએ, જો કે પાકિસ્તાની મિડીયાએ આ અંગે અલગ જ રાગ આલાપ્યો છે.

    - Advertisement -

    પાડોશી દેશ ચીને પાકિસ્તાનને બલુચિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો ઉપર થતા હુમલાઓ અટકાવવા માટે ફરમાન કર્યું છે. ચીની અધિકારીઓએ પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથેની બેઠક દરમિયાન કહ્યું હતું કે, બલૂચિસ્તાન વિસ્તારમાં પાકિસ્તાન-ચીન ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં કામ કરતા ચીની નાગરિકો પર થતા હુમલા તાત્કાલિક અટકાવવામાં આવે. 

    પાકિસ્તાન અને ચીનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે એક બેઠક મળી હતી, જેમાં ચીની નાગરિકો પર હુમલા મામલે ચર્ચા થઇ હતી. પાકિસ્તાની સેનાનું એક પ્રતિનિધિમંડળ ચીન ગયું હતું અને જ્યાં 9 થી 12 જૂન દરમિયાન ચીનના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેમની બેઠક યોજાઈ હતી.

    બલુચિસ્તાનના બળવાખોર સંગઠનો ચીનનો વિરોધ કરી રહ્યા છે અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ગેસ પાઇપલાઈન, ઇલેક્ટ્રોનિક ટાવર જેવા વિવિધ પ્રોજેક્ટને નિશાન બનાવી રહ્યા છે અને તેમાં કામ કરતા ચીની નાગરિકો ઉપર પણ હુમલા થઇ રહ્યા છે. બલુચિસ્તાન સ્થિત બળવાખોર સંગઠનો ચીનને સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી હોવાનો આરોપ લગાવતા રહ્યા છે. આ ઉપરાંત તેઓ પાકિસ્તાન સરકાર પર પણ ચીન સાથે મળીને બલૂચિસ્તાન સાથે મળીને તેમના કુદરતી સ્ત્રોતોનો નાશ કરવા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ બેઠક પહેલાં ચીની નાગરિકો ઉપર થતા હુમલા વચ્ચે ઇસ્લામાબાદ પોલીસે સેન્ટ્રલ પોલીસ ઓફિસ ખાતે એક ફોરેન સિક્યુરિટી સેલ બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમજ આ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

    ચીન-પાકિસ્તાન વચ્ચે થયેલી બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સુરક્ષા માટે બંને પક્ષોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા અને ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બંને દેશોએ સુરક્ષા મામલે એકબીજાના સહયોગથી કામ કરવાનું નક્કી કર્યું હતું.”

    બીજી તરફ, પાકિસ્તાને CPEC મામલે પ્રસારિત અહેવાલોને અપપ્રચાર ગણાવ્યો છે. પાકિસ્તાની મીડિયા અહેવાલ અનુસાર, ગત સપ્તાહે પાકિસ્તાનમાં ચીનના રાજદૂત અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચે CPEC મામલે ચર્ચા કરવા બેઠક મળી હતી અને જે બાદ કહેવામાં આવ્યું હતું કે, કેટલીક વિરોધી શક્તિઓ દ્વારા CPEC પ્રોજેક્ટ અને બંને દેશો વચ્ચેના સબંધો અને એકતાને પ્રભાવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

    એપ્રિલમાં એક વિસ્ફોટમાં બે ચીની માર્યા ગયા હતા 

    પાકિસ્તાન ભલે મોટી-મોટી વાતો કરતું હોય પરંતુ આતંકવાદને પોષી રહેલા આ દેશમાં અવારનવાર બૉમ્બ બ્લાસ્ટ અને આતંકવાદી હુમલાઓ થતા રહે છે. ગત 26 એપ્રિલના રોજ પાકિસ્તાનની કરાંચી યુનિવર્સીટી બહાર એક વિસ્ફોટ થયો હતો, જેમાં બે ચીની નાગરિકો સહિત ચારનાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતી બલોચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી હતી. તેમજ આ આત્મઘાતી હુમલો એક મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. 

    બલોચ લિબરેશન આર્મીની સ્થપના 1964 માં થઇ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બલુચિસ્તાનની સ્વતંત્રતા છે. જે પાકિસ્તાન સેના, નાગરિકો અને વિદેશી નાગરિકો પર હુમલાઓ કરવા માટે જાણીતું છે. પાકિસ્તાન, યુકે અને અમેરિકા દ્વારા તેને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં