Saturday, November 2, 2024
More
    હોમપેજક્રાઈમબાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પહેલાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ તોડી માતાજીની મૂર્તિઓ, અનેક સ્થળોએ મંદિરો...

    બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પહેલાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ તોડી માતાજીની મૂર્તિઓ, અનેક સ્થળોએ મંદિરો પર હુમલા અને તોડફોડ: સરકાર ‘જજિયા વેરો’ માંગતી હોવાનો પણ દાવો

    ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગોપીનાથજી મંદિર પર પણ હુમલો કર્યો હતો અને મંદિરમાં રહેલી તમામ મૂર્તિઓ પણ તોડી કાઢી હતી, જેમાં માતા દુર્ગા, માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓ (Hindus) છેલ્લા ઘણા સમયથી હિંસાનો (Violence) સામનો કરી રહ્યા છે. નવી સરકાર બન્યા બાદ પણ હિંદુઓ પરના હુમલા બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. હવે જાણવા મળી રહ્યું છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને ઘણા મુસ્લિમ સંગઠનોએ સુરક્ષા-વ્યવસ્થા અને ધમકીઓનો હવાલો આપીને હિંદુઓને દુર્ગા પૂજાની (Durga Puja) મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે કિશોરગંજ (Kishoreganj) અને બાંગ્લાદેશના અન્ય ઘણા વિસ્તારમાં દુર્ગા પૂજા પહેલાં જ માતાજીની મૂર્તિઓ ખંડિત (Broken Idols of Goddess) કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અનેક સ્થળોએ તોડફોડ અને મંદિરો પર હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે.

    ગુરુવારે (3 ઑક્ટોબર) વહેલી સવારે દુર્ગા પૂજા પહેલાં જ બાંગ્લાદેશના કિશોરગંજસ્થિત બત્રીશ ગોપીનાથજી અખાડા મંદિર ખાતે કટ્ટરપંથી મુસ્લિમ ટોળાંએ માતા દુર્ગાની મૂર્તિ તોડી પાડી હતી અને ધાર્મિકસ્થળમાં તોડફોડ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, ઇસ્લામી કટ્ટરપંથીઓએ ગોપીનાથજી મંદિર પર પણ હુમલો કર્યો હતો અને મંદિરમાં રહેલી તમામ મૂર્તિઓ પણ તોડી કાઢી હતી, જેમાં માતા દુર્ગા, માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓનો સમાવેશ થાય છે. સ્થાનિક હિંદુઓએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેમ છતાં કટ્ટરપંથીઓએ તમામ મૂર્તિઓ તોડી પાડી હતી.

    માત્ર કિશોરગંજ જ નહીં, પરંતુ બાંગ્લાદેશના કોમિલા જિલ્લામાં પણ નવનિર્મિત દુર્ગા માતાની પ્રતિમાને તોડી નાખવામાં આવી હતી અને મંદિરમાં તોડફોડ કરીને દાનપેટી પણ લૂંટી લેવામાં આવી હતી. તે પહેલાં નારેલ જિલ્લામાં પણ કટ્ટરપંથી ઇસ્લામીઓએ મીરાપાડા સ્થિત દુર્ગા મંદિર પર હુમલો કરી દીધો હતો અને તોડફોડ કરી હતી. આ બધી ઘટના બાદ હવે બાંગ્લાદેશ સરકારે હિંદુઓને દુર્ગા પૂજા કરવા માટેની પરવાનગી આપવાનો પણ ઇનકાર કરી દીધો છે.

    - Advertisement -

    ઉપરાંત બાંગ્લાદેશના શીર્ષ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દુર્ગા પૂજા માટેની હિંદુઓની સમિતિને 9 ઑક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા પહેલાં 5-5 લાખ રૂપિયા ‘જજિયા વેરો’ (બિનમુસ્લિમો દ્વારા ઇસ્લામિક શાસનમાં રહેવા અને ધર્મનું પાલન કરવાના અધિકાર બદલ ઇસ્લામી શાસકને આપવામાં આવતો વેરો) ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જે બાદ અનેક સમિતિઓએ દુર્ગા પૂજા અને નવરાત્રિની ઉજવણી ન કરવા માટેનો નિર્ણય કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં