Monday, December 30, 2024
More
    હોમપેજદેશબદાયું હત્યાકાંડના કેસને લટકાવવાનો પ્રયાસ: મૃતક આયુષ-આહાનના પિતાનું છલકાયું દુઃખ, કહ્યું- હાઇકોર્ટના...

    બદાયું હત્યાકાંડના કેસને લટકાવવાનો પ્રયાસ: મૃતક આયુષ-આહાનના પિતાનું છલકાયું દુઃખ, કહ્યું- હાઇકોર્ટના દરવાજા ખખડાવીશ

    બદાયૂ જિલ્લામાં આયુષ અને અહાન નામના બે હિંદુ બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારે આટલા સમયે બદાયૂના પીડિત પરિવાર દ્વારા ભોગવવામાં આવી રહેલા સંઘર્ષને સમજવા માટે ઑપઇન્ડિયાએ મૃતક બાળકોના પિતા વિનોદ કુમાર સિંઘ સાથે ખાસ વાતચિત કરી હતી.

    - Advertisement -

    19 માર્ચ 2024ના રોજ, ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયું (Badaun) જિલ્લામાં આયુષ અને અહાન નામના બે હિંદુ બાળકોની નિર્દયતાથી હત્યા (Badaun Murder Case) કરવામાં આવી હતી. બંને મૃતક સગા ભાઈ હતા અને આ જીવલેણ હુમલામાં ત્રીજો ભાઈ 10 વર્ષનો યુવરાજ ઘાયલ થયો હતો.

    આ હત્યાનાં આરોપી સાજીદ અને જાવેદ નામના બે મુસ્લિમ ભાઈ હતા, જે મૃતકના ઘરની પાડોશમાં જ હેર સલૂન ચલાવે છે. મુખ્ય આરોપી સાજીદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો ગયો હતો, જ્યારે તેના ભાઈ જાવેદની ધરપકડ કરવામાં આવી હતી. બદાયુંના પીડિત પરિવાર દ્વારા ભોગવવામાં આવી રહેલા સંઘર્ષને સમજવા માટે ઑપઇન્ડિયાએ મૃતક બાળકોના પિતા વિનોદ કુમાર સિંઘ સાથે ખાસ વાતચિત કરી હતી.

    હત્યા પાછળ કારણ ઈલમ, ઝાડ-ફૂંક

    વિનોદ સિંઘે પોલીસની તપાસ અને કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. પોલીસની ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર સાજીદે ઝાળ-ફૂંક અને અંધવિશ્વાસના કારણે બાળકોની બલી ચડાવવાનું નક્કી કર્યું હતું. સાજિદ અને જાવેદ બંને પર આરોપ લગાવવામાં આવ્યા છે. વિનોદે કહ્યું કે સાજિદને બાળકોની બલી આપીને સંતાન સુખ મેળવવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. જો કે, મૌલવીનું નામ સામે આવવા છતાં પોલીસે તેની ધરપકડ નથી કરી.

    - Advertisement -

    વિનોદે કબૂલ્યું હતું કે તેમણે અનેક વખત સાજિદ અને તેના ભાઈને સંકટ સમયે આર્થિક મદદ કરી હતી. ઘટનાના દિવસે સાજીદ તેના ઘરે ₹5 હજારની માંગણી કરવા માટે આવ્યો હતો. ત્યારે વિનોદે પત્નીને સાજીદને પૈસા આપવાની તૈયારી દર્શાવી હતી. વિનોદનું કહેવું છે કે તેને સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે વ્યક્તિની તે મદદ કરી રહ્યો છે તે તેના પરિવારને બરબાદ કરી દેશે.

    જેકેટમાં સંતાડીને લાવ્યો હતો છરો

    આ ઘટનાના દિવસને યાદ કરતાં વિનોદ સિંહ કહે છે કે સાજિદ જેકેટ પહેરીને આવ્યો હતો. તેની વર્તણૂક સામાન્ય લાગતી હતી જેથી કોઈને તેના પર શંકા જ ન ગઈ. સાજીદનો ભાઈ જાવેદ પણ તેની સાથે આવ્યો હતો. તેની પાસે પણ એક છરી હતી. તે જ સમયે આયુષ શાળાએથી પાછો ફર્યો હતો. તે વિનોદની પત્નીએ ખોલેલી કોસ્મેટિકની દુકાનમાં બેઠો હતો. સાજીદ આયુષને બહાનું કરીને ધાબા પર લઇ ગયો હતો. જાવેદ પણ તેમની સાથે ધાબા પર ગયો હતો.

    સાજિદ અને જાવેદે આયુષને ટેરેસ પર લઈ જઈને છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન યુવરાજને ગુટકા ખરીદવાના બહાને બહાર મોકલવામાં આવ્યો હતો. બાદમાં અહાન પણ ધાબા પર ગયો હતો અને માત્ર 10 મિનિટમાં જ બંને ભાઈઓની હત્યા કરી દેવામાં આવી હતી.

    સાજીદ અને જાવેદ બંને ભાઈઓની હત્યા કરીને નીચે ઉતરી રહ્યા હતા ત્યારે વચલો પુત્ર યુવરાજ ઉર્ફે પિયુષ ગુટકા લઈને પાછો આવી પહોંચ્યો હતો. સાજિદે તેના પર પણ છરી વડે હુમલો કર્યો હતો, પરંતુ યુવરાજ ગમે તેમ કરીને ચીસો પાડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેની ચીસો સાંભળીને પરિવારને આ ઘટનાની જાણ થઈ. ત્યાં સુધીમાં સાજીદ અને જાવેદ બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા. હત્યા સમયે બાળકોની માતા નીચે સાજીદને ઉછીના આપવા માટે રૂપિયા ગણી રહી હતી.

    મારી પત્ની પર લગાવવામાં આવ્યા આધારહીન આરોપ: વિનોદ સિંઘ

    વિનોદ સિંઘનું કહેવું છે કે તેમના પુત્રોની હત્યા બાદ અનેક લોકોએ તેમની પત્ની પર લાંછન લગાવવાનો પ્રયાસ કર્યો હતો. સાજીદ અને તેની પત્ની વચ્ચે આડા સંબંધ હોવાની અફવાઓએ જોર પકડ્યું હતું. આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવતા વિનોદે કહ્યું કે, “જો મારી પત્ની દોષી હોત તો મારા બાળકોના બદલે સાજિદે મને મારી નાખ્યો હોત.” તેમણે ઑપઇન્ડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી કે તેઓ આવા જૂઠાણામાં વિશ્વાસ ન કરે.

    કોર્ટમાં નોંધવામાં આવી રહ્યા છે નિવેદનો

    વિનોદે કહ્યું કે હાલ કેસની સુનાવણી ચાલી રહી છે. ફરિયાદી પક્ષે અત્યાર સુધીમાં ચાર સાક્ષીઓને રજૂ કર્યા છે, જેમાં વિનોદ સિંઘ, તેની પત્ની, તેની માતા અને ઇજાગ્રસ્ત પુત્ર યુવરાજનો સમાવેશ થાય છે. ત્રણ સાક્ષીઓની ગવાહી નોંધી દેવામાં આવી છે અને યુવરાજ આગામી તારીખે પોતાનું નિવેદન નોંધાવશે. પોલીસકર્મીઓ અને સરકારી સ્ટાફ સહિત અન્ય સાક્ષીઓએ હજુ સુધી જુબાની આપી નથી.

    અન્ય સાક્ષીઓમાં મૃતકોના પરિવારજનો ઉપરાંત પોલીસકર્મીઓ અને અન્ય સરકારી સ્ટાફનો સમાવેશ થાય છે. વિનોદે અમારી ટીમને વધુમાં માહિતી આપી હતી કે ફરિયાદી પક્ષની જુબાની પૂરી થયા બાદ આરોપી (સાજિદ અને જાવેદ) પક્ષના સાક્ષીઓને રજૂ કરી શકાશે.

    કેસને લાંબો ખેંચવાનો પ્રયાસ

    આરોપી તરફથી એક હિંદુ વકીલ કેસ લડી રહ્યો છે. વિનોદને એ વાતનું દુ:ખ છે કે બાળકોની હત્યા બાદ વકીલોએ આવા જલ્લાદનો કેસ ન લડવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ હવે તેઓ આ કેસને લંબાવવામાં મદદ કરી રહ્યા છે.

    વિનોદે એમ પણ કહ્યું હતું કે જાવેદના વકીલ કેસને લંબાવવા માટે તમામ કાનૂની દાવ-પેચ વાપરી રહ્યો છે. ક્યારેક તે લાંબી તારીખ મેળવવા માટે અરજી મૂકે છે, તો ક્યારેક કોઈ કાગળ રજૂ કરવા માટે લાંબી તારીખો માંગી લે છે. હવે વિનોદ સિંઘ અલ્હાબાદ હાઈકોર્ટમાં જઈને સમગ્ર કેસને વહેલી તકે નિકાલ કરવાની માગણી કરી રહ્યા છે. અહીં તેઓ માંગ કરશે કે નીચલી કોર્ટ નિશ્ચિત સમય મર્યાદામાં ચુકાદો સંભળાવવાનો આદેશ આપે.

    વિનોદે અમને વધુમાં જણાવ્યું હતું કે જાવેદનો કેસ લડી રહેલા હિંદુ વકીલ ખૂબ જ સિનીયર છે. અનેક મુસ્લિમ વકીલો પણ તેમના હાથ નીચે જુનિયર તરીકે કામ કરે છે. આ જુનિયર વકીલો કોઈક રીતે સાજિદના સાસુ-સસરા સાથે જોડાયેલા છે. વિનોદે આશંકા વ્યક્ત કરી છે કે કેસની સુનાવણીમાં વિલંબ એ જ જુનિયર વકીલો દ્વારા ક્યાંકને ક્યાંક ઘડવામાં આવ્યો છે. હત્યા સમયે પોલીસે કરેલી અસરકારક કાર્યવાહી અંગે વાત કરતા વિનોદે તે સમયના SHO ગૌરવ બિશ્નોઇના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ટ્રાન્સફર થવા છતાં તેઓ આજે પણ પોતાના પરિવાર સાથે પરિવારના એક સભ્યની જેમ જોડાયેલા છે.

    હત્યારા અને તેના પરિવારને કોઈ પસ્તાવો નહીં

    વિનોદે અમારી ટીમને કહ્યું કે જાવેદ કોર્ટમાં હાજર થાય છે, પરંતુ તેની બોડી લેંગ્વેજમાં ક્યારેય પશ્ચાતાપની ભાવના નથી જોવા મળતી. તેની માતા પણ ઘણીવાર કોર્ટમાં હાજર થાય છે, પરંતુ તેણે ક્યારેય શોક દર્શાવવાનો પ્રયત્ન નથી કર્યો. વિનોદનું માનવું છે કે હત્યારાનો આખો પરિવાર તેમના બાળકો સાથે જે બન્યું તેનાથી સહેજ પણ દુ:ખ કે શરમ અનુભવતો નથી.

    મળવા તો દૂર, કોઈ ફોન પણ નથી કરી રહ્યું

    ભાવુક થઈને વિનોદ સિંઘે અમને કહ્યું કે, આ ઘટના બાદ સમાજનો સાથ મળ્યો હતો પરંતુ હવે એ જ લોકોએ તેમનાથી અંતર બનાવી લીધું છે. તેમણે કહ્યું, “6 મહિનાથી નતો કોઈએ ફોન કર્યો, કે નથી કોઈ મુલાકાત માટે આવ્યું. આ માત્ર મારી જ કરૂણાંતિકા નથી પરંતુ સમગ્ર હિંદુ સમાજની કરુણતા છે.”

    આયુષ અને અહાનની હત્યા થઇ ત્યારે તેમને સરકારી મદદના નામે વડાપ્રધાન યોજના હેઠળ ₹બે લાખની આર્થિક સહાય મળી હતી. આ પછી વહીવટી તંત્ર અને આગેવાનોએ કરેલા તમામ વચનો અધૂરા રહી ગયા છે. વિનોદ સિંઘે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, “અમને આશા હતી કે અમારી પીડાને સમજીને કેટલાક નક્કર પગલાં લેવામાં આવશે, પરંતુ એવું કશું થયું નથી.”

    અમારું જ ઘર જાણે અમને કરડવા દોડે છે

    વિનોદ સિંઘે આગળ કહ્યું કે, તેમનો પરિવાર સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ ઘરના ખૂણે ખૂણે તેમના બાળકોની યાદો છવાયેલી છે. તેમનો એકમાત્ર હયાત પુત્ર યુવરાજ, કે જે હાલ ધોરણ 5માં છે, તે હવે શાળાએ જવા લાગ્યો છે. ઘરમાં બાળકોની યાદો જોઈને આખો પરિવાર માનસિક રીતે પ્રભાવિત થાય છે. આખા પરિવારને પોતાનું જ ઘર જાણે કરડવા દોડે છે.

    વિનોદે પોતાની વિવશતા દર્શાવતા જણાવ્યું કે, “અમે ત્રણ વર્ષ પહેલાં આ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. પહેલાં અમે બદાયુંમાં અન્ય સ્થળે રહેતા હતા, પણ એ ઘર હવે વેચાઈ ગયું છે. જો તે ઘર બચી ગયું હોત તો અમે ત્યાં શિફ્ટ થઈ ગયા હોત. આ ઘટના બાદથી બાળકોના દાદી અને માતાની તબિયત પણ લથડી ગઈ છે.”

    બંધ થઈ ગયું પાર્લર, સલુન પર પણ તાળુ

    આ ઘટના પહેલા વિનોદની પત્ની ઘરમાં પાર્લર ચલાવીને પરિવારની આર્થિક મદદ કરતી હતી. બાળકોની હત્યા બાદથી આ પાર્લર બંધ થઈ ગયું છે. હવે આ પરિવારની જવાબદારી માત્ર પાણીની ટાંકી બનાવનારા તરીકે કામ કરતા વિનોદના ખભા પર છે. આ ઘટના બાદ સાજીદ અને જાવેદનું સલૂન કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આ વિસ્તારમાં કોઈ મુસ્લિમની દુકાન નથી. સાજિદ અને જાવેદની દુકાનની જગ્યાએ હવે એક હિંદુએ નવું સલુન બનાવ્યું છે.

    બંને બાળકોની હત્યાના એક દિવસ બાદ પોલીસે મુખ્ય આરોપી સાજીદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ધરપકડ દરમિયાન સાજીદે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં આ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ 21 માર્ચ 2021ના રોજ પોલીસે ફરાર સહ આરોપી જાવેદની બરેલીથી ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી બદાયુંની જિલ્લા અદાલતમાં ચાલી રહી છે. અંતમાં વિનોદે કહ્યું કે, “અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ તંત્રના ઢીલા વલણે અમારી મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં