Monday, November 11, 2024
More
    હોમપેજદેશ‘મારા ભાઈઓને મારી નાખ્યા, હું ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો’: બદાયું હત્યાકાંડમાં...

    ‘મારા ભાઈઓને મારી નાખ્યા, હું ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો’: બદાયું હત્યાકાંડમાં બચી ગયેલા બાળકે જણાવ્યું શું બન્યું હતું, પરિવારે કહ્યું- સાજિદ-જાવેદ સાથે કોઇ ‘વિવાદ’ ન હતો

    બાળકે જણાવ્યું કે, સાજિદે પહેલાં તેના એક ભાઈને ચા લેવા મોકલ્યો હતો અને બીજાને કહ્યું કે તે પાણી લઇ આવે. ત્યારબાદ પહેલાં મોટા ભાઈને માર્યો અને પછી નાનો આવ્યો તો તેને પણ મારી નાખ્યો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બદાયુંમાં મંગળવારે (19 માર્ચ) એક ધૃણાસ્પદ ઘટના બની, જ્યારે જાવેદ અને સાજિદ નામના 2 ઈસમોએ હિંદુ પરિવારનાં 2 સગીર બાળકોની હત્યા કરી નાખી. ત્યારબાદ પોલીસે એનકાઉન્ટરમાં એક આરોપી સાજિદને ઠાર કરી દીધો હતો. બીજાની શોધખોળ હાલ ચાલી રહી છે. 2 બાળકોની હત્યા કર્યા બાદ સાજિદે તે બંનેના ભાઈ ત્રીજા બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો. હવે તેણે કેમેરા સામે આવીને વધુ વિગતો જણાવી છે. 

    બાળકે જણાવ્યું કે, બે માણસો આવ્યા હતા અને તેઓ તેના નાના અને મોટા ભાઈ બંનેને અગાસી પર લઇ ગયા હતા. ત્યાં બંનેને મારી નાખ્યા. જોકે તેને ખબર નથી કે હત્યા શા માટે કરવામાં આવી, પરંતુ પછીથી તે પણ ત્યાં પહોંચ્યો તો તેની પણ હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ ચાકુ હટાવીને ત્યાંથી ભાગી છૂટ્યો. 

    ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં બાળકે કહ્યું, “સલૂનવાળા ભાઈ આવ્યા હતા. ઉપર મારા નાના અને મોટા ભાઈને ઉપર લઇ ગયા અને પછી ખબર નહીં કેમ માર્યા, મને પણ મારવા લાગ્યા, પણ હું ચાકુ હટાવીને તેમને ધક્કો મારીને નીચે આવી ગયો.” તેણે જણાવ્યું કે તેને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. 

    - Advertisement -

    બાળકે કહ્યું કે તેને ખબર નથી કે શા માટે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો. તેણે જણાવ્યું કે તે આ બંનેના સલૂનમાં જ વાળ કપાવવા જતો હતો. ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં બાળકે જણાવ્યું કે, હું ઉપર ગયો ત્યારે તેમણે મારું મોં પકડી લીધું હતું અને ચાકુ વડે મારવા જતા હતા ત્યારે હું ધક્કો મારીને ભાગી છૂટ્યો અને મમ્મી-પપ્પાને બહાર લઇ આવ્યો. તેણે જણાવ્યું કે, ઘટના સમયે સાજિદ અને જાવેદ બંને હાજર હતા. 

    ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં બાળકે જણાવ્યું કે, સાજિદે પહેલાં તેના એક ભાઈને ચા લેવા મોકલ્યો હતો અને બીજાને કહ્યું કે તે પાણી લઇ આવે. ત્યારબાદ પહેલાં મોટા ભાઈને માર્યો અને પછી નાનો આવ્યો તો તેને પણ મારી નાખ્યો. તેણે કહ્યું, “હું ઉપર ગયો ત્યારે તેમણે મારું મોં પકડી લીધું હતું અને ચાકુ વડે મારવા જતા હતા ત્યારે હું ધક્કો મારીને ભાગી છૂટ્યો અને મમ્મી-પપ્પાને બહાર લઇ આવ્યો.” તેણે જણાવ્યું કે, ઘટના સમયે સાજિદ અને જાવેદ બંને હાજર હતા. 

    આરોપીઓ સાથે અમારી કોઇ જૂનો વિવાદ નહીં: પિતા 

    ઘણા ઠેકાણે જણાવવામાં આવી રહ્યું છે કે બે પરિવારોની જૂની દુશ્મની હતી કે વિવાદ હતો. જ્યારે પીડિત પરિવારે આ વાત સદંતર નકારી કાઢી છે. મૃતક બાળકોના પિતાએ જણાવ્યું કે, “અમારી કોઇ દુશ્મનાવટ ન હતી. તે વાળંદ હતો, વાળ કાપતો હતો. અમારો એટલો જ મતલબ હતો તેની સાથે. કાલે આવ્યો હતો અને કહ્યું કે ડિલીવરી માટે ₹5 હજાર જોઈએ છે. પત્ની પૈસા લેવા ગઈ અને પછી બાળકોને લઈને ઉપર જતો રહ્યો, જ્યાં હત્યા કરી નાખી.” 

    તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તેમનો ક્યારેય હત્યારાઓ સાથે કોઇ ઝઘડો નથી થયો કે ન કોઇ વિવાદ હતો. આગળ ઉમેર્યું કે, “અમને અહીં આવ્યાને 2 જ વર્ષ થયાં છે. નવું મકાન બન્યા પછી અમે અહીં આવ્યા હતા.” તેમણે કહ્યું કે, એક આરોપીનું એનકાઉન્ટર કરવામાં આવ્યું પરંતુ એ પણ ખબર પડવી જોઈએ કે અમારી સાથે શું દુશ્મનાવટ હતી કે કોણે આ કામ કરાવ્યું છે. ત્યારે જ ન્યાય મળશે.

    આ મામલે પોલીસે પણ જણાવ્યું છે કે હજુ સુધી આ મામલે જૂનો વિવાદ હોવાનું સામે આવ્યું નથી. હાલ આ મામલે જાવેદ અને સાજિદ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. જાવેદની શોધખોળ માટે ટીમો મોકલી આપવામાં આવી છે. નોંધવું જોઈએ કે સાજિદનું UP પોલીસ એનકાઉન્ટર કરી ચૂકી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં