Sunday, February 2, 2025
More
    હોમપેજક્રાઈમબાલિકા, યુવતી કે વૃદ્ધા... દલિત કે બિનદલિત... કોઈ પણ હિંદુ મહિલા 'લવ...

    બાલિકા, યુવતી કે વૃદ્ધા… દલિત કે બિનદલિત… કોઈ પણ હિંદુ મહિલા ‘લવ જેહાદ’ના ઇસ્લામી રાક્ષસથી બચી નહીં…: આ રહ્યા 2024માં ગુજરાતમાં ચોપડે નોંધાયેલ મુખ્ય ગુના

    આ લેખમાં સામેલ કરાયેલ ઘટનાઓ માત્ર ગુજરાતની જ છે. તથા એવી ઘટનાઓ છે જેની પોલીસ ફરિયાદ થઇ હતી અને ચર્ચામાં આવી હતી. આ સિવાય એવી ઘણી ઘટનાઓ હશે જે પ્રકાશમાં આવી નથી અથવા નોંધાઈ નથી.

    - Advertisement -

    આ વર્ષે (2024) દેશભરમાં અઢળક લવ જેહાદની ઘટનાઓ નોંધાઈ હતી જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં (Gujarat Love Jihad) પણ ઑપઇન્ડિયાએ (OpIndia) લવ જેહાદના ઘણા કિસ્સા રિપોર્ટ કર્યા હતા. આમ તો ગુજરાત દેશનું સુરક્ષિત રાજ્ય કહેવાય છે તેમ છતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લવ જેહાદ થયાના મામલા સામે આવ્યા હતા. જેમાં મુસ્લિમ સમુદાયના યુવકોએ હિંદુ નામ ધારણ કરીને (Hide Identity) હિંદુ કે અન્ય ધર્મની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું ધર્માંતરણ (Conversion) કરાવડાવ્યું અથવા બળાત્કાર ગુજાર્યો હોવાના મામલા સામે આવ્યા હતા.

    અવાર-નવાર બની રહેલ આવી ઘટનાઓને પ્રકાશિત કરવામાં ઑપઇન્ડિયાએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2024 તેના અંત તરફ જઈ રહ્યું છે ત્યારે આ આખા વર્ષ દરમિયાન ગુજરાતમાં લવ જેહાદના કેટલાં કિસ્સા બન્યા તે અંગે ચર્ચા કરીએ. નોંધનીય બાબત છે કે ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવી ઘટનાઓ સામે આવી હતી. જેમાં કોઈ યુસુફે કમલ બનીને તો કોઈ જિયાદે જીગર બનીને હિંદુ યુવતીને ફોસલાવી, લલચાવી કે લોભાવીને તેના પર બળાત્કાર કર્યો હોય કે તેનું ધર્માંતરણ કરાવ્યું હોય. ત્યારે આજે સમગ્ર વર્ષ દરમિયાન બનેલ લવ જેહાદની ઘટનાઓ જે ઑપઇન્ડિયાએ રિપોર્ટ કરી હતી તેના વિવરણ પર નજર નાખીએ.

    ભરૂચમાંથી આદિલે આર્ય બનીને હિંદુ યુવતી ફસાવી

    વર્ષ 2024નો સૌપ્રથમ લવ જેહાદની ઘટના 3 જાન્યુઆરીએ સામે આવી હતી. ભરૂચમાં આવેલા ચાવજ ગામેથી ઉજાગર થયેલ લવ જેહાદના મામલા અનુસાર આદીલ પટેલ નામના મુસ્લિમ યુવકે આર્ય પટેલ નામ રાખીને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી.  જેનાથી તેણે ભરૂચમાં નોકરી કરતી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તે યુવતીના ઘરે આર્ય બનીને ગયો હતો તથા તેના માતા-પિતા ગુજરી ગયા હોવાનું કહીને સહાનુભૂતિ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    જોકે ચાર વર્ષ બાદ આદીલની કરતૂતો વિશે ખ્યાલ આવતા તે સીધી જ તેના ઘરે પહોંચી હતી અને આદીલને લાફા ચોડી દીધા હતા. જે બાદ ગામમાં પણ હંગામો મચી ગયો હતો. આ મામલે હિંદુ સંગઠનોએ હિંદુ યુવતીની પડખે ઊભા રહી હિંમત આપી હતી અને તેને સાથે રાખીને SPને રજૂઆત કરીને ફરિયાદ નોંધાવી હતી. આદિલે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

    ઈમ્તિયાઝે ભાવિન બની કર્યો લવ જેહાદ

    ગુજરાત ખાતે ડેડીયાપાડામાં ઈમ્તિયાઝે એક હિંદુ આદિવાસી સગીરાને ભાવિન નામ આપીને ફસાવીને તેની સાથે લવ જેહાદ કરી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેણે સગીરાનો ન્યુડ વિડીયો પણ ઉતારી લીધો હતો. જે વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર સગીરા સાથે બળાત્કાર આચરી રહ્યો હતો. જોકે, એક દિવસ સગીરાને આરોપીના થેલામાંથી તેનું LC મળી આવતાં તેને જાણ થઈ હતી કે તેનો પ્રેમી ભાવિન નહીં પણ ઇમ્તિયાઝ છે. સગીરાએ ઇમ્તિયાઝના અબ્બુ શબ્બીર પઠાણને આ મામલે જાણ કરતા તેનો અબ્બુ પણ સગીરા સાથે અડપલાં કરવા લાગ્યો.

    ત્યારપછી પીડિતાએ તેના પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટમાં ઝડપથી કાર્યવાહી હાથ ધરીને આરોપી ઇમ્તિયાઝ પઠાણને 10 વર્ષની સખત કેદની સજા અને ₹17,000 નો દંડ તેના અબ્બુ શબ્બીર પઠાણને 3 વર્ષની જેલ અને ₹6000નો દંડ તથા હિંદુ આદિવાસી સગીરાને ₹50,000નું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપ્યો હતો.

    રાજકોટમાં યાસીને રાહુલ બની 8 વર્ષ સુધી મહિલા પર ગુજાર્યો બળાત્કાર

    રાજકોટના યાસીને એક હિંદુ વિધવા યુવતીને રાહુલ નામની ઓળખ આપીને ફસાવીને 8 વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. 34 વર્ષીય મહિલાના પતિએ આપઘાત કર્યા પછી તે યાસીનના સંપર્કમાં આવી હતી. દરમિયાન યાસીને તેને લગ્નની લાલચ આપીને 8 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન પીડિતા 3 બાળકોની માતા બની હતી.

    આ દરમિયાન આ બધા વચ્ચે ગુજસીટોક અંતર્ગત તેની ધરપકડ થઈ જતા તે જેલના હવાલે થયો હતો. ત્રણ વર્ષે જયારે યાસીન જેલમાંથી છુટ્યો, ત્યારે પીડિતાએ તેને લગ્ન કરવા કહ્યું હતું. જે બાદ યાસીને ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને બાદમાં જાણ થઇ કે જેની સાથે તે રહેતી હતી તે રાહુલ નહીં, પરંતુ યાસીન ઉર્ફે ભૂરો છે. જે બાદ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા યાસીનને જેલભેગો કરવામાં આવ્યો હતો.

    અમદાવાદથી ઝડપાયો ‘મેજર હર્ષિત ચૌધરી’ બનીને અઢળક લવ જેહાદ કરનાર શાહબાઝ

    સપ્ટેમ્બરમાં અમદાવાદથી પોલીસે શાહબાઝને વંદે ભારતમાં ચોરી કરવા મામલે પકડ્યો હતો. તેણે ‘મેજર હર્ષિત ચૌધરી’બનીને હિંદુ યુવતીને ફસાવી હતી. તેણે હિંદુ નામ ઉપરાંત એક સૈન્ય અધિકારીના નામનું નકલી આઇડી કાર્ડ બનાવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન તેની સાચી ઓળખ મોહમ્મદ શહબાઝ હોવાનું તથા તે પોતે ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જેણે ઝારખંડની હિંદુ યુવતીને ફસાવી હતી.

    નોંધનીય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ ગઢવીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન જ એક મહિલાએ તેને કોલ કર્યો હતો. મહિલાએ પછીથી પોલીસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હર્ષિત ચૌધરી તેનો પતિ છે અને ઘણા સમયથી ઘરે પરત ફર્યો નથી. જેથી તેણે તેના (આરોપીના) ફોન નંબર પર કોલ કર્યો હતો. પરંતુ પોલીસે યુવતીને જણાવ્યું કે જેને તે પતિ માની રહી છે તે ખરેખર હર્ષિત નહીં પરંતુ મોહમ્મદ શેહબાઝ છે. હકીકત સામે આવતા યુવતીએ અલીગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

    વધુ તપાસ અકર્તા સામે આવ્યું હતું કે તેણે આ એક જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે અનેક હિંદુ યુવતીઓ ફસાવીને તેમને આર્મીના મેજર તરીકે ઓળખ આપીને તેમની સાથે લવ જેહાદ કર્યો હતો.

    શાહરૂખ અને સાજીદે, કિશન અને સુનીલ બની સગી બહેનોને ફસાવી

    ભરૂચના કાવી ગામમાં રહેતી સગીર વયની 2 સગી બહેનોને શાહરૂખ ઐયુબ પઠાણે કિશન અને સાજીદ શબ્બીર પટેલે સુનીલ બનીને બંનેને ફોસલાવીને પોતાની વાતમાં ભેળવી લીધી હતી. આરોપીઓ જંબુસરના શનિયો વડ નવી નગરીના રહેવાસી હતા. નોંધનીય છે કે આરોપીઓ બાળકીઓને ભગાડી ગયા હતા. જ્યારે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં બાળકીઓના પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની બે સગીર વયની દીકરીઓ લાંબા સમયથી ઘરે પરત નથી ફરી ત્યારે સમગ્ર ઘટનાની પોલ ખૂલી હતી. પોલીસે બાળકીઓને 13 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રથી પકડી હતી. તથા આરોપીઓની પણ ધરપકડ કરીને બળાત્કાર, અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

    નાવસરીમાં ઝુબૈરે રાજ બની યુવતી સાથે કર્યો લવ જેહાદ

    મૂળ અડદા ગામના રહેવાસી ઝુબૈરે દરરોજ અપ-ડાઉન કરી યુવતીને તેની જાળમાં ફસાવી હતી. તે રિક્ષા ચલાવતો હતો દરમિયાન તેણે યુવતી પર નજર રાખીને પોતાની રિક્ષામાં બેસાડતો. ધીમે ધીમે યુવતી રોજ તેની રિક્ષામાં અવરજવર કરવા લાગી. થોડા સમય બાદ તેણે યુવતી પાસેથી ભાડું લેવાનું બંધ કરી દીધું અને કારણ આપ્યું કે તેની પાસે 20 રિક્ષાઓ છે, તેણે તે બધી ભાડે આપેલી છે તેથી તે માત્ર શોખ ખાતર રિક્ષા ચલાવે છે. આ સિવાય તેણે એવું જૂઠ પણ કહ્યું કે વર્ષના 6 મહિના તે નવસારીમાં રહે છે અને 6 મહિના દુબઈમાં.

    આરોપીએ યુવતી સમક્ષ પ્રેમ પ્રસ્તાવ મૂક્યો જે યુવતીએ સ્વીકારી લીધો હતો. ત્યારપછી તે યુવતી સાથે લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતી તેને રાજ સમજીને તેની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી. યુવતીને જ્યારે આરોપીની વસ્તવિકતા ખબર પડી ત્યારે તેણે ઝુબૈર સાથેના સબંધો તોડી નાખ્યા. જોકે ઝુબરે તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને સંબંધ રાખવા દબાણ કર્યું. ત્યારે યુવતીએ ડરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરીથી બીજી કોઈ યુવતી સાથે આવી ઘટના ન બને તે માટે પોલીસે આરોપીનું નવસારીમાં સરઘસ પણ કાઢ્યું હતું.

    કચ્છમાં જિયાદે જીગર બનીને યુવતીને ગેમિંગ પ્લેટફોર્મ પર ફસાવી

    કચ્છના માંડવી તાલુકાનો દલિત પરિવાર મુંબઈમાં રહેતો હતો આ દરમિયાન ત્રણ વર્ષ પહેલાં યુવતી સગીર વયની હતી ત્યારે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મના માધ્યમથી આરોપી જિયાદના સંપર્કમાં આવી હતી. ત્યારે આરોપીએ તેની ઓળખ જીગર તરીકે આપી હતી. પૂણેના રહેવાસી જિયાદે યુવતીના ઘરે જઈને તેની સાથે 2 વાર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે પીડિતાને તેની વાસ્તવિકતા ખબર પડતાં તેની સબંધોના તોડી નાખ્યા હતા. તેમ છતાં જિયાદ યુવતી પર તેની સાથે સબંધ રાખવા અને ઇસ્લામ કબૂલ કરવા દબાણ કરતો રહ્યો.

    જિયાદથી કંટાળીને યુવતીનો પરિવાર કચ્છ આવી ગયો હતો. આ દરમિયાન યુવતીની સગાઇ થઇ પરંતુ જિયાદે યુવતીના ભાઈના નામનું સોશિયલ મીડિયા હેન્ડલ બનાવીને તેના જ ભાઈને બહેન સાથેના અભદ્ર ફોટોગ્રાફ મોકલી વાયરલ કરી દીધા હતા. ફોટો વાયરલ થતાં પીડિત યુવતીની સગાઈ પણ તૂટી ગઈ હતી. અંતે કંટાળીને યુવતીએ તેના વિરુદ્ધ ભુજ સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે જિયાદ સોશિયલ મીડિયાના દ્વારા 28 યુવતીઓના સંપર્કમાં હતો, જેમાંથી 22 હિંદુ યુવતીઓ હતી અને 6 ખ્રિસ્તી યુવતીઓ હતી. આ ઉપરાંત કહેવાય રહ્યું છે કે, તેણે યુવતીઓને ફસાવીને ધર્માંતરણ માટે દબાણ પણ ઊભું કર્યું હતું. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

    સુરતમાં યુસુફે કમલસિંહ બનીને બીવી સાથે મળીને કર્યો લવ જેહાદ

    વ્યવસાયે વકીલ એવી હિંદુ મહિલાએ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે યુસુફ મંડપવાલા નામના આ ઇસમે 24 વર્ષ પહેલાં કમલસિંહ બનીને તેને ફસાવી હતી તથા વારંવાર તેની સાથે શારીરિક સબંધો બાંધ્ય હતા. આ દરમિયાન યુવતીને ગર્ભ રહી જતાં યુવતીએ તેના માતા-પિતાની જાણ બહાર ગર્ભપાત કરાવી દીધો હતો. આ જ દરમિયાન યુસુફના નિકાહ મુસ્લિમ સમુદાયની હબીબા સાથે થઇ ગયા હતા. નિકાહ બાદ પણ તે વારંવાર લગ્નની લાલચ આપીને મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો.

    ત્રણ-ચાર વર્ષ પહેલાં મહિલાને યુસુફનું આઈડી મળતા તેની વાસ્તવિકતા બહાર આવી હતી. આ સમગ્ર ગુનામાં યુસુફ સાથે તેની બીવી હબીબા પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. મહિલાએ રાંદેર પોલીસ મથકે જઈને યુસુફ અને તેની પત્ની હબીબા સામે રેપ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. યુસુફે આગોતરા જામીન અરજી પણ કરી હતી જોકે કોર્ટે તે ફગાવી દીધી હતી. પરંતુ પાછળથી પોલીસે યુસુફની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે યુસુફ ગુનાહિત માનસિકતા ધરાવતો હતો.

    નોંધનીય છે કે વધતાં જતાં લવ જેહાદના કેસ અંગે સાવચેતી રાખવાની જરૂર છે. આ લેખમાં સામેલ કરાયેલ ઘટનાઓ માત્ર ગુજરાતની જ છે. તથા એવી ઘટનાઓ છે જેની પોલીસ ફરિયાદ થઇ હતી અને ચર્ચામાં આવી હતી. આ સિવાય એવી ઘણી ઘટનાઓ હશે જે પ્રકાશમાં આવી નથી અથવા નોંધાઈ નથી. આ મામલે દરેક વ્યક્તિએ સાવચેત થવાની જરૂર છે. એવું ન સમજવું જોઈએ કે માત્ર યુવતીઓ કે સગીરાઓ સાથે જ આવી ઘટનાઓ બને છે, ઉપરના કિસ્સો જોઈને આપ સમજી જ ગયા હશો કે મહિલાઓ અને વિધવાઓ સાથે પણ આવી ઘટનાઓ નોંધાઈ છે. તેથી સમાજમાં દરેક સ્તરે આ અંગે ચર્ચા થાય તે આવશ્યક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં