Tuesday, September 10, 2024
More
    હોમપેજગુજરાતભરૂચમાં વધુ એક લવ જેહાદ: પરણિત 'આદીલ'એ અપરણિત 'આર્ય પટેલ' બનીને હિંદુ...

    ભરૂચમાં વધુ એક લવ જેહાદ: પરણિત ‘આદીલ’એ અપરણિત ‘આર્ય પટેલ’ બનીને હિંદુ યુવતીને ફસાવી, ચાર વર્ષ સુધી રાખી અંધારામાં, ફરિયાદ નોંધાતાં કવાયત શરૂ

    જ્યારે યુવતીને ચાર વર્ષ બાદ આદીલની કરતૂતો વિશે ખ્યાલ આવતા તે સીધી જ તેના ઘરે પહોંચી હતી અને આદીલને લાફા ચોડી દીધા હતા. જે બાદ ગામમાં પણ હંગામો મચી ગયો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકારના તમામ પ્રયાસો હોવા છતાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચમાં લવ જેહાદના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હવે ભરૂચથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ચાવજ ગામે રહેતા આદીલ પટેલ નામના મુસ્લિમ યુવકે આર્ય પટેલ નામ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિંદુ યુવતીને ફસાવી હતી. યુવતીને તે વિશે જાણ થતાં તે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી અને આદીલને મેથીપાક ચખાડ્યો હતો.

    ભરૂચમાં આવેલા ચાવજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. આદીલ પટેલ નામના મુસ્લિમ યુવકે આર્ય પટેલ નામ રાખીને ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. જેના દ્વારા તેણે એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. મુસ્લિમ યુવકે તેનો મઝહબ છુપાવી, તથા પરિણીત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું કહીને ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યો હતો. જે બાદ હિંદુ યુવતીને તેની હકીકત વિશે જાણ થતાં તે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ અને આરોપીને તમાચા મારી દીધા હતા. બનાવને પગલે ભરૂચ SPને જાણ કરવામાં આવતા મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં આદીલની કરતૂતોના પુરાવા એકઠા કરી પોલીસે ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરી છે.

    હિંદુ સંગઠનોએ હિંદુ યુવતીને આપી હિંમત

    ભરૂચના એક ગામમાં રહેતી અને ભરૂચ ખાતે નોકરી કરતી એક હિંદુ યુવતીને આદીલ પટેલે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફસાવી હતી. આરોપીએ આર્ય પટેલના નામે ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. જે બાદ તેણે હિંદુ યુવતી સાથે સંપર્ક કર્યો હતો. સમયાંતરે તેણે હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

    - Advertisement -
    આદીલે ‘આર્ય પટેલ’ના નામે બનાવેલી ઈન્સ્ટાગ્રામ આઈડી (ફોટો: VTV)

    જ્યારે યુવતીને ચાર વર્ષ બાદ આદીલની કરતૂતો વિશે ખ્યાલ આવતા તે સીધી જ તેના ઘરે પહોંચી હતી અને આદીલને લાફા ચોડી દીધા હતા. જે બાદ ગામમાં પણ હંગામો મચી ગયો હતો. જેનો વિડીયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં હિંદુ સંગઠન પાસે પહોંચ્યો હતો. હિંદુ સંગઠનોએ હિંદુ યુવતીની પડખે ઊભા રહી હિંમત આપી હતી અને તેને સાથે રાખીને SPને રજૂઆત કરી હતી.

    માતા-પિતાનું મૃત્યુ થયું હોવાની કહી હતી વાત

    યુવતીને ભોળવવા હિંદુ નામ ધારણ કર્યા બાદ તેની સાથે લગ્ન કરવા સુધીની તૈયારી આદીલ પટેલે કરી લીધી હતી. તે યુવતીના ઘરે પણ લગ્ન વિશેની વાત કરવા માટે ગયો હતો. જ્યાં યુવતીના પરિવારજનોએ તેને માતા-પિતા વિશે પૂછતાં તેણે માતા-પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. સાથે તેણે આવી કેફિયત કરીને પોતાના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા પ્રયાસ કર્યો હતો.

    આ ઉપરાંત આદીલ પટેલને જ્યારે જાણ થઈ હતી કે, હિંદુ યુવતીને તેની કરતૂત વિશેની જાણ થઈ ગઈ છે. તો તેણે પોતે માફી માંગતો હોય તેવો વિડીયો બનાવીને યુવતીને મોકલ્યો હતો. જેમાં તે બંને કાન પકડીને યુવતીની માફી માંગી રહ્યો હતો. જે બાદ યુવતીએ તેના ઘરે જઈને લાફાવાળી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં