Monday, July 15, 2024
More
  હોમપેજગુજરાતરાજકોટના કુખ્યાત યાસીને રાહુલ પ્રજાપતિ બની હિંદુ વિધવાને ફસાવી, 8 વર્ષ સુધી...

  રાજકોટના કુખ્યાત યાસીને રાહુલ પ્રજાપતિ બની હિંદુ વિધવાને ફસાવી, 8 વર્ષ સુધી શરીર ચુથ્યું: ભાંડો ફૂટતા ફરિયાદ દાખલ કરાઈ, પોલીસે કરી ધરપકડ

  પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ 18 વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ કોઈ કારણોસર તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. પતિના મૃત્યુ બાદથી તે પોતાના પિયરમાં રહેતી હતી. તેવામાં તેની મુલાકાત આરોપી યાસીન ઉર્ફે ભૂરા સાથે થઈ હતી.

  - Advertisement -

  રાજકોટથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, ઘટનામાં રાજકોટના યાસીને એક હિંદુ વિધવા યુવતીને રાહુલ નામની ઓળખ આપીને ફસાવીને 8 વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પીડિતા 3 બાળકોની માતા પણ બની ગઈ હતી. તેવામાં આરોપીનો ભાંડો ફૂટી જતાં પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. આરોપી યાસીન આ પહેલા પણ અનેક ગુના હેઠળ જેલમાં જઈ ચુક્યો છે.

  મળતી માહિતી અનુસાર પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ 18 વર્ષ પહેલા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ કોઈ કારણોસર તેના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. પતિના મૃત્યુ બાદથી તે પોતાના પિયરમાં રહેતી હતી. તેવામાં તેની મુલાકાત આરોપી યાસીન ઉર્ફે ભૂરા સાથે થઈ હતી. તે દરમિયાન તેણે તેનું નામ રાહુલ પ્રજાપતિ જણાવ્યું હતું. મુલાકાત બાદ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત થતી રહેતી હતી.

  8 વર્ષ શરીર ચુથ્યું, 3 બાળકોની માતા બની

  રાહુલ બનેલા યાસીને પીડિતાને કહ્યું હતું કે તેના છુટાછેડા થઇ ગયા છે. દરમિયાન બંને વચ્ચે મિત્રતા આગળ વધતા યાસીને તેના પરિવારના કેટલાક સભ્યો સાથે પણ પીડિતની મુલાકાત કરાવી હતી. બાદમાં યાસીને તેને કહ્યું હતું કે, “હાલ આપણે રીલેશનમાં સાથે રહીએ, બાદમાં લગ્ન કરી લઈશું.” આમ લગ્નની લાલચ આપી આરોપી પીડિતા સાથે રહેવા લાગ્યો હતો. દરમિયાન તેણે અનેક વાર તેની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હતો. Vtvએ આપેલા અહેવાલ અનુસાર યાસીન સાથે રહેવા દરમિયાન તે ત્રણ બાળકોની માતા બની હતી. આ બધા વચ્ચે ગુજસીટોક અંતર્ગત તેની ધરપકડ થઈ જતા તે જેલમાં જતો રહ્યો હતો.

  - Advertisement -

  ત્રણ વર્ષે જયારે યાસીન જેલમાંથી છુટ્યો, ત્યારે પીડિતાએ તેને લગ્ન કરવા કહ્યું હતું. જે બાદ યાસીને ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને બાદમાં જાણ થઇ કે જેની સાથે તે રહેતી હતી તે રાહુલ નહીં, પરંતુ યાસીન ઉર્ફે ભૂરો છે. જે બાદ તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતની ફરિયાદ બાદ યાસીન ભાગી છુટ્યો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધો છે.

  યાસીને પીડિતાને રાહુલ પ્રજાપતિ તરીકે ઓળખ આપી હતી- ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ

  આ સમગ્ર મામલે રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યું હતું કે, “રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ મેહુલ ગોંડલીયા તેમજ તેમની ટીમના પી.એસ.આઇ ધવલ સાકરીયા સહિતના અધિકારીઓ દ્વારા કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 34 વર્ષીય મહિલા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પોતે ટિફિન સર્વિસ તેમજ કપડાં વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આશરે 14 વર્ષ પૂર્વે તેના પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આઠ વર્ષ પૂર્વે તેનો સંપર્ક યાસીન ઉર્ફે ભૂરા સાથે થયો હતો. સંપર્ક થતા બંને વચ્ચે ફોનના માધ્યમથી વાતચીત પણ થતી હતી. તેમજ યાસીન ઉર્ફે ભૂરો અવારનવાર મળવા પણ આવતો હતો. જે તે સમયે યાસીન ઉર્ફે ભૂરાએ પોતાની ઓળખાણ રાહુલ પ્રજાપતિ હોવાની આપી હતી. આ સાથે જ પોતાના છૂટાછેડા થઈ ગયા છે, તેમ કહી પોતાના માતા પિતાને ભાઈ બહેનને પણ મેળવેલા હતા.”

  અનેક ગુનાઓ આચરી ચુક્યો છે કુખ્યાત યાસીન

  સમગ્ર મામલે 34 વર્ષીય પીડિતા દ્વારા 18 એપ્રિલ 2024ના રોજ યાસીન ઉર્ફે ભૂરો કૈયડા વિરુદ્ધ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376 (2)(N), 323 504 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી યાસીન વિરુદ્ધ 2015થી લઈ અત્યાર સુધીમાં 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં હત્યાનો પ્રયાસ, મારામારી, ગુજસીટોક સહિતની કલમ હેઠળ તે જેલની હવા ખાઈ ચુક્યો છે. આટલું જ નહીં, યાસીન વિરુદ્ધ વર્ષ 2019 માં પાસા અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક સાધી શકાયો નહતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં