ગુજરાતના સુરત (Surat) ખાતે આવેલ રાંદેર (Rander) વિસ્તારમાં 24 વર્ષીય યુવતી સાથે થયેલ લવ જેહાદ (Love Jihad) મામલે પોલીસે આરોપી યુસુફ મંડપવાલાને ઝડપી પાડ્યો છે. યુસુફે કમલસિંહ નામ ધારણ કરીને 24 વર્ષીય હિંદુ યુવતીને ફસાવી હતી. એવું પણ સામે આવ્યું હતું કે આરોપીના નિકાહ થયેલા હતા તથા ગુનામાં તેની બીવી પણ સામેલ હતી. આ યુસુફે પીડિતાને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા, તથા ગર્ભપાત પણ કરાવ્યો હતો. આરોપી અને તેની બીવી હબીબા ફરાર હતા. જ્યારે હવે પોલીસે આરોપીની ધરપકડ (Arrested) કરી છે.
નોંધનીય છે કે યુવતી યુસુફ સાથે કોલેજમાં ભણતી હતી તે દરમિયાન તેણે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારપછી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન યુવતીને ગર્ભ રહી જતાં યુવતીએ તેના માતા-પિતાની જાણ બહાર ગર્ભપાત કરાવી દીધો હતો. આ જ દરમિયાન યુસુફના નિકાહ મુસ્લિમ સમુદાયની હબીબા સાથે થઇ ગયા હતા.
નિકાહ પછી પણ બાંધ્યા હતા સબંધો
નોંધનીય છે કે નિકાહ પછી પણ તેણે લગ્નની લાલચ આપીને પીડિતા સાથે સબંધો બાંધ્યા અને પીડિતાને સંપર્ક કરતો હતો. એવું પણ સામે આવ્યું હતું કે તેની બીવી હબીબાને પણ આ અંગેની માહિતી હતી કે યુસુફના કોઈ હિંદુ યુવતી સાથે સંબંધો છે. તેની બીવી પણ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.
ત્રણ-ચાર વર્ષ પહેલાં જ્યારે યુવતીને યુસુફનું ID મળ્યું ત્યારે તેને ખબર પડી હતી કે યુસુફ મુસ્લિમ છે. ત્યારપછી તેણે હિંદુ સંગઠનોનો સંપર્ક કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી આરોપી અને તેની બીવી ફરાર હતી. જેની ધરપકડ રાંદેર પોલીસે કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે તેની બીવી કેવી રીતે યુસુફની મદદ કરી રહી હતી.
આરોપી ગુનાહિત માનસિકતાવાળો
ABP ન્યુઝના અહેવાલ અનુસાર યુસુફ ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ સામે આવ્યું હતું કે, યુસુફ અને તેની બીવી પીડિતાને હેરાન પરેશાન કરતા હતા. ઉપરાંત થોડા મહિનાઓ પહેલા જ યુસુફે મહિલાના નામ પર એક મોપેડની ખરીદી કરી હતી અને આ મોપેડ મહિલા યુસુફને પોતાના નામે કરવાનું જણાવતી હતી. આ જ મામલે યુસુફ અને તેની બીવી પીડિતાને ધમકી પણ આપતા હતા.