Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક-અશરફની હત્યા બાદ CM યોગીનું પ્રથમ સાર્વજનિક સંબોધન: કહ્યું- 'UP રમખાણમુક્ત થયું,...

    અતીક-અશરફની હત્યા બાદ CM યોગીનું પ્રથમ સાર્વજનિક સંબોધન: કહ્યું- ‘UP રમખાણમુક્ત થયું, હવે કોઈ માફિયા કોઈને પણ ધમકી નહી આપી શકે’

    2012થી 2017 વચ્ચે ઉત્તર પ્રદેશમાં 700થી વધુ રમખાણો થયા હતા. 2007 થી 2012 ની વચ્ચે 364 થી વધુ રમખાણો થયા હતા. પરંતુ 2017થી 2023 વચ્ચે ઉત્તર પ્રદેશમાં એક પણ રમખાણ થયું નથી.: યોગી

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતમાં એક જાહેર સંબોધન કર્યું હતું. આ અતીક-અશરફની હત્યા બાદ CM યોગીનું પ્રથમ સાર્વજનિક સંબોધન હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે કોઇ માફિયા કોઇને ધમકી આપી શકશે નહીં. જે લોકો એક સમયે ઉત્તર પ્રદેશની ઓળખ માટે ખતરારૂપ હતા, હવે તેમના માટે સંકટ ઉભું થઈ રહ્યું છે. યોગી મંગળવારે (18 એપ્રિલ 2023) લખનઉના લોકભવનમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

    કાર્યક્રમને સંબોધિત કરતા સીએમ યોગીએ રાજ્યના કાનૂન અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારાઓને 2017 પહેલાની સ્થિતિ યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, 2012થી 2017 વચ્ચે ઉત્તર પ્રદેશમાં 700થી વધુ રમખાણો થયા હતા. 2007 થી 2012 ની વચ્ચે 364 થી વધુ રમખાણો થયા હતા. પરંતુ 2017થી 2023 વચ્ચે ઉત્તર પ્રદેશમાં એક પણ રમખાણ થયું નથી. આ દરમિયાન એક પણ દિવસ માટે કર્ફ્યૂ લાદવાની જરૂર નહોતી. અતીક-અશરફની હત્યા બાદ CM યોગીનું આ પ્રથમ સાર્વજનિક સંબોધન હતું, જેમાં તેમણે કોઈના નામ લીધા વગર જ રાજ્યની જનતાને માફિયાઓના આતંકના અંત વિષે જણાવ્યું હતું.

    સીએમ યોગીએ જણાવ્યું હતું કે, પહેલા લોકો કેટલાક જિલ્લાઓના નામથી ડરતા હતા. આજે લોકોએ તે જિલ્લાઓના નામથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, આજનું ઉત્તરપ્રદેશ રોકાણકારોની મૂડીનું રક્ષણ કરવા સક્ષમ છે. યુપીના ગામડાઓમાં સ્ટ્રીટ લાઇટો ચમકી રહી છે. પહેલા આ યુપી માટે કહેવામાં આવ્યું હતું કે જ્યાંથી અંધકાર શરૂ થાય છે, સમજીલો કે યુપી આવી ગયું છે. પહેલા રસ્તાઓ પર પડેલા ખાડા રાજ્યની ઓળખ બની રહેતા હતા. પરંતુ આજે રાજ્યભરમાં ઉત્તમ માર્ગ કનેક્ટિવિટી છે. આ કારણે રોકાણકારો રસ દાખવી રહ્યા છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મેગા એકીકૃત વસ્ત્ર એવં પરિધાન (પીએમ મિત્ર) યોજના હેઠળ લખનઉ અને હરદોઇ વચ્ચે 1,000 એકર જમીન પર ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર અને યુપી સરકાર વચ્ચે એમઓયુ સાઈન થયા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પીએમ મોદી અને સીએમ યોગીની જોડીએ ઉત્તર પ્રદેશ માટે કલ્પનાથી પણ વધારે કામ કર્યું છે. આજે યુપીનું ચિત્ર અને ચરિત્ર બંને બદલાઈ ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં