Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી પોલીસે નશાની હાલતમાં પહેલવાનો સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો દાવો, પોલીસે કહ્યું-...

    દિલ્હી પોલીસે નશાની હાલતમાં પહેલવાનો સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો દાવો, પોલીસે કહ્યું- મેડિકલ તપાસમાં ન મળ્યો આલ્કોહોલ: AAP નેતાના કારણે જંતર-મંતર પર થયું હતું ઘમાસાણ

    પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે એક પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો પરંતુ અમે કર્મચારીની અલગથી તબીબી તપાસ કરી હતી, જેના રિપોર્ટમાં દારૂ પીધા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી: પોલીસ

    - Advertisement -

    જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શનોમાં ગઈકાલે (3 મે 2023) રાત્રે ઘમાસાણ મચી ગયું હતું. આ ધમાલ બાદ પહેલવાનોએ એક પોલીસકર્મી પર નશાની હાલતમાં દુર્વ્યવહાર કરવાના આરોપ પણ લગાવ્યા હતા. પરંતુ દિલ્હી પોલીસના ડીસીપી પ્રણવ તયાલે મેડિકલ તપાસને ટાંકીને કહ્યું છે કે સ્થળ પર હાજર કોઈ જ પોલીસકર્મીએ દારૂ પીધો ન હતો.

    ડીસીપી પ્રણવે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે AAP નેતા સોમનાથ ભારતીના કેટલાક લોકો પરવાનગી વગર ગાડી ભરીને ફોલ્ડિંગ પલંગ લઈને પહોંચ્યા હતા. પોલીસે જોઈ લેતા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાં જ તમામ પ્રદર્શનકારીઓ ત્યાં ભેગા થઈ ગયા હતા અને અચાનક જ ધક્કામુક્કી થવા માંડી હતી. આ આખી ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાંથી 2 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

    જંતર-મંતર પર બનેલી ઘટનાને લઈને DCPએ મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે, “પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે એક પોલીસકર્મીએ દારૂ પીધો હતો અને તે નશામાં હતો પરંતુ અમે કર્મચારીની અલગથી તબીબી તપાસ કરી હતી, જેના રિપોર્ટમાં દારૂ પીધા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.” તેમણે ઉમેર્યું હતું કે, આ અથડામણમાં પ્રદર્શનકારીઓના બે લોકો પણ ઘાયલ થયા છે, તેમને મેડિકલ તપાસ બાદ રજા આપી દેવામાં આવી છે.

    - Advertisement -

    DCW અધ્યક્ષ સ્વાતિ માલિવાલના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા પોલીસે જણાવ્યું હતું કે, વિરોધ સ્થળ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કારણે ગઈકાલે તેમને બેરિકેડ દ્વારા પ્રવેશતા અટકાવવામાં આવ્યાં હતાં. તેમની અટકાયત કરી સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમને ત્યાંથી છોડી દેવાયાં હતાં. આ તમામ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ઘટના બાદ વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો હતો કે જંતરમંતર પર પોલીસ સાથે મોડી રાત્રે થયેલી અથડામણ બાદ પોલીસકર્મીએ મહિલા પ્રદર્શનકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં