આગામી 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન વર્લ્ડ હિંદુ ઇકોનોમિક ફોરમ (WHEF) 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. આ આયોજન મુંબઈ ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસી ખાતે થવાનું છે. કાર્યક્રમની આ વર્ષની થીમ ‘થિંક ઇન ફ્યુચર, ફોર ધ ફ્યુચર’ છે. WHEFની સત્તાવાર અખબારી યાદી અનુસાર, આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં દેશના કેટલાક અગ્રણી નામોનો સમાવેશ થાય છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલનો સમાવેશ થાય છે.
એક નિવેદનમાં, WHEFના સ્થાપક સ્વામી વિજ્ઞાનાનંદે જણાવ્યું હતું કે, આ મંચનો હેતુ ‘વિકસિત ભારત 2047’ના દ્રષ્ટિકોણ સાથે સુસંગત ટકાઉ આર્થિક વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષે આ મંચ ભગવદ ગીતાથી પ્રેરિત છે. આ થીમ કેન્દ્રીય બજેટની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે અને ગતિશીલ સંવાદ દ્વારા નવીનતા અને આર્થિક વિકાસ માટે એક મંચ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે કાર્ય કરશે.
WHEF 2024 is more than just an event—it's a global movement aimed at empowering individuals, businesses, and communities through the collective strength of Hindu economic principles#WHEF2024 pic.twitter.com/iSUxcapDfi
— World Hindu Economic Forum (@WHEForum) December 7, 2024
વર્લ્ડ હિંદુ ઇકોનોમિક ફોરમ કાર્યક્રમમાં ઉદ્યોગ 4.0, પુનઃપ્રાપ્ય ઉર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), એગ્રિટેક (કૃષિ પ્રૌદ્યોગિકી), કૌશલ્ય વિકાસ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન જેવા ઉભરતા ક્ષેત્રો પર સંપૂર્ણ અને સમાંતર સત્રો દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત દેશના અર્થતંત્ર અને ભવિષ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અન્ય વિષયોમાં સંરક્ષણ અને એરોસ્પેસ, ઇલેક્ટ્રિક મોબીલીટી, મૂડી બજારો અને પર્યટનનો સમાવેશ થાય છે.
Just 6 days to go…
— World Hindu Economic Forum (@WHEForum) December 6, 2024
Have you booked your place at #WHEF2024?
Last date for registrations is Dec 10! pic.twitter.com/BEnUKS7kl6
WHEFની રચના વર્ષ 2012માં કરવામાં આવી હતી. તેની શરૂઆતથી જ આ ફોરમે વેલ્થ ક્રિએટર્સ માટે નોંધપાત્ર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે સંસાધનો શેર કરવા અને મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શક પૂરું પાડવા તથા આર્થિક રીતે સફળ વ્યક્તિઓને એક કરવાના હેતુ સાથે કામ કરે છે. આ વર્ષે વિશ્વભરમાંથી આશરે 1,000 પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. તેઓ ઉભરતા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયોને અપ્રતિમ નેટવર્કિંગ તકો પ્રદાન કરશે.