Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવીર દાસનો ફરી વિરોધ, કર્ણાટકમાં હિંદુ સંગઠને કરી પોલીસ ફરિયાદ, શૉ રદ...

    વીર દાસનો ફરી વિરોધ, કર્ણાટકમાં હિંદુ સંગઠને કરી પોલીસ ફરિયાદ, શૉ રદ કરવાની માંગ: કૉમેડિયને અમેરિકા જઈને ફેલાવ્યો હતો ભારત વિરોધી પ્રોપેગેન્ડા

    હિંદુ જનજાગૃતિ સમિતિએ બેંગ્લોરના વ્યાલિકાવલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને વીર દાસના શૉ રદ કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    વિદેશમાં જઈને ભારત વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા માટે કુખ્યાત ‘કૉમેડિયન’ વીર દાસ સામે ફરી વિરોધ થયો છે. કૉમેડિયન કર્ણાટકના બેંગ્લોરમાં એક શૉ કરવાનો હતો પરંતુ હિંદુ સંગઠને આ કાર્યક્રમ રદ કરવા માટેની માંગ કરી હતી અને પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. 

    હિંદુ જનજાગૃતિ સમિતિએ બેંગ્લોરના વ્યાલિકાવલ પોલીસ મથકે વીર દાસ સામે ફરિયાદ નોંધાવીને શૉ રદ કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, તેના શૉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે અને દુનિયામાં ભારતનું નામ બદનામ થાય છે. 

    સમિતિએ ફરિયાદમાં જણાવ્યું કે, કૉમેડિયને અગાઉ અમેરિકાના વોશિંગટન ડીસીના જ્હોન એફ કેનેડી સેન્ટરમાં યોજાયેલ કાર્યક્રમમાં મહિલાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે આપત્તિજનક ટિપ્પણી કરીને દેશનું અપમાન કર્યું હતું. એમ પણ જણાવવામાં આવ્યું કે, આ કાર્યક્રમને લઈને તેની સામે મુંબઈ અને દિલ્હી પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી. 

    - Advertisement -

    ઉપરોક્ત બાબતોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે, બેંગ્લોર જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારના વિવાદિત વ્યક્તિને કાર્યક્રમ કરવા પરવાનગી આપવી યોગ્ય નથી. એમ પણ જણાવવામાં આવ્યું કે, કર્ણાટકમાં પહેલાં જ સાંપ્રદાયિક મુદ્દાઓના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વિકટમાં મૂકાઈ છે ત્યારે આવા કાર્યક્રમો થાય એ યોગ્ય નથી. જેથી સંગઠને તેને રદ કરવાની માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડોદરા સહિતનાં ગુજરાતમાં પણ અનેક શહેરોમાં વીર દાસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જોકે, વડોદરામાં એબીવીપી તેમજ વાપી, રાજકોટ, સુરત વગેરે શહેરોમાં વીએચપી જેવાં હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યા બાદ શૉ રદ થઇ ગયા હતા અને તે જ દિવસે ‘કૉમેડિયન’ને કોરોના પણ થઇ ગયો હતો!

    વીર દાસે વર્ષ 2021માં નવેમ્બરમાં અમેરિકાના જ્હોન એફ કેનેડી સેન્ટરમાં એક કાર્યક્રમમાં ભારત, પીએમ મોદી વગેરે પર ટિપ્પણીઓ કરી હતી. તેણે ભારતની સનાતન કાળની નારીપૂજનની પરંપરાને બળાત્કાર સાથે જોડી હતી. 

    વીર દાસે ભારતમાં સવારે મહિલાઓને પૂજવામાં આવતી હોવાનું અને રાત્રે તેમનો સામૂહિક બળાત્કાર થતો હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમ તો વિદેશમાં થયો હતો, પરંતુ તેના વિડીયો ભારતમાં વાયરલ થતાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે જે-તે સમયે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. હજુ પણ વીર દાસને તેનો આ કાર્યક્રમ નડી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં