Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુઝફ્ફરનગરમાં VHPનો 'જેહાદ પર પ્રહાર', હિંદુ મહિલાઓ માટે 13 મહેંદી કેન્દ્રો ખોલવામાં...

    મુઝફ્ફરનગરમાં VHPનો ‘જેહાદ પર પ્રહાર’, હિંદુ મહિલાઓ માટે 13 મહેંદી કેન્દ્રો ખોલવામાં આવ્યાં, કહ્યું: કરવાચોથ પર તેમની પાસેજ મહેંદી મુકવો જે આ તહેવારોનું સન્માન કરે છે

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવતીકાલના કરવા ચૌથના વ્રતની મહેંદી માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ખાસ મહેંદી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જેથી હિંદુ કન્યાઓ અને સ્ત્રીઓને લવ જેહાદથી બચાવી શકાય.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં VHPએ મહિલાઓ માટે મહેંદી કેન્દ્રો ખોલ્યા છે. હિન્દુ મહિલાઓને લવ જેહાદથી બચાવવા માટે VHP દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સંગઠનનું માનવું છે કે મુસ્લિમ યુવકો હિન્દુ મહિલાઓને કરવાચોથ જેવા પ્રસંગોએ ફોસલાવે છે. આવી સ્થિતિમાં જો અલગ સેન્ટર ખોલવામાં આવે તો આવી સ્થિતિ સર્જાય નહીં.

    મળતી માહિતી મુજબ મુઝફ્ફરનગરની 13 અલગ-અલગ જગ્યાઓ પર VHPએ મહિલાઓ માટે મહેંદી કેન્દ્રો ખોલ્યા છે. ત્યાં લાગેલા પોસ્ટરમાં કરાવવા ચોથની શુભકામનાઓ આપતા કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર અવસર પર આ તહેવારોની ઉજવણીમાં તેમની પાસેજ મહેંદી મુકવો જે આ તહેવારોનું સન્માન કરે છે. આપણો તહેવાર, આપણાને રોજગાર – જેહાદ પર પ્રહાર.

    આ અંગે સંસ્થાના વિભાગીય વડા લલિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “આ અમારો પ્રથમ પ્રયાસ છે જેથી કેન્દ્રમાં ફક્ત અમારી દીકરીઓ જ મહેંદી લગાવે અને સમાજમાં પૈસા સમાજમાં જળવાઈ રહે. આ પગલું કટ્ટરવાદીઓને નબળા પાડશે અને હિંદુ દીકરીઓને ધર્માંતરણ, પલાયનથી છુટકારો આપશે.

    - Advertisement -

    મહેશ્વરી આગળ કહે છે, “અમે બાળકીઓને કહ્યું છે કે તમે મહેંદી લગાવવા આવો. વધુ દીકરીઓ આવી રહી છે. સમાજની મહિલાઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ મહેંદી લગાવવા માટે આ કેન્દ્રો પર આવે, અહીં મોટી સંખ્યામાં દીકરીઓ મહેંદી લગાવવા આવશે.

    VHPના વિભાગીય વડાએ ચિંતા વ્યક્ત કરી હતી કે લવ જેહાદના મામલા આજદિન સુધી વધી રહ્યા છે, જેને રોકવાનું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું લક્ષ્ય છે. સંસ્થાને આ પહેલમાં હિન્દુ સમાજનો સહયોગ મળ્યો છે. મહિલાઓને દૂર સુધી જવું ન પડે તે માટે 13 જેટલાં કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

    તેમણે એ પણ જણાવ્યું કે 8 લોકોની બજરંગ દળની ટીમ બજારમાં ફરે છે. જો કોઈ વિધર્મી કરવાચોથના અવસરે મહેંદી લગાવીને હિદુ મહિલાઓને ફસાવવાનો અને લવ જેહાદ આચરવાનો પ્રયાસ કરતો હોવાનું ટીમના ધ્યાને આવશે, તો તેનું આધાર કાર્ડ જોઈને તેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવશે.

    આ પહેલા અખિલ ભારત હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ તેમના કાર્યાલયમાં લઠ પૂજા કર્યા બાદ આ અંગે ચેતવણી આપી હતી. હિન્દુ મહાસભાના સભ્યોએ કહ્યું હતું કે જો કોઈ વિધર્મી હિન્દુ વહુ-દીકરીઓના હાથ પર મહેંદી લગાવતો જોવા મળશે તો સંસ્થાના કાર્યકરો તેમને પાઠ ભણાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં