Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેજ પ્રતાપ યાદવનો સમાન કેમ હોટલની બહાર ફેકી દેવાયો?; હોટલ મેનેજરનો બિલ...

    તેજ પ્રતાપ યાદવનો સમાન કેમ હોટલની બહાર ફેકી દેવાયો?; હોટલ મેનેજરનો બિલ પેમેન્ટ બાબતે મોટો ખુલાસો

    મેનેજરે એમ પણ જણાવ્યું હતું કે તેજ પ્રતાપ અચાનક જ અડધી રાત્રે હોટલ ઉપર આવી ચડ્યા હતા. તેઓ બિહાર સરકારનાં મંત્રી હોવાથી તેમને વીઆઈપી ગણીને તેમને ઈમરજન્સીમાં એક રૂમ પણ આપી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બે દિવસ અગાઉ બિહારના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવનો સામાન તેમની વારાણસી મુલાકાત હોટલમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેજ પ્રતાપના આસિસ્ટન્ટ દ્વારા હોટલના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    હવે હોટલ મેનેજરે પોલીસને જે કહ્યું છે તે ખરેખર ચોંકાવનારુ છે. તેજ પ્રતાપ યાદવનો સમાન હોટલમાંથી બહાર કેમ કાઢવામાં આવ્યો હતો તે બાબતે પ્રભાત ખબર જણાવે છે કે  બિહારનાં આ મંત્રીએ પોતાનાં રૂમનું ભાડું પણ ચુકવ્યું ન હતું.

    મેનેજરે એમ પણ જણાવ્યું હતું કે તેજ પ્રતાપ અચાનક જ અડધી રાત્રે હોટલ ઉપર આવી ચડ્યા હતા. તેઓ બિહાર સરકારનાં મંત્રી હોવાથી તેમને વીઆઈપી ગણીને તેમને ઈમરજન્સીમાં એક રૂમ પણ આપી દેવામાં આવ્યો હતો. તેજ પ્રતાપનું અગાઉથી કોઈ બુકિંગ ન હોવા છતાં તેમને ફક્ત વીઆઈપી હોવાને નાતે આ રૂમ આપવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આટલું જ નહીં પોલીસને આપેલા નિવેદનમાં આ હોટલ મેનેજરનો દાવો છે કે રૂમ બુકિંગ કરતી વખતે તેજ પ્રતાપ દ્વારા કોઈ આઈડી પણ આપવામાં આવ્યું ન હતું. મેનેજરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને એ રૂમ ફક્ત એક જ દિવસ માટે આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આવતીકાલે એટલેકે બીજે દિવસે તેમણે આ રૂમ ખાલી કરવાનો રહેશે.

    કારણકે 6 એપ્રિલ અને ત્યારબાદ 7 અને 8 એપ્રિલ માટે તેજ પ્રતાપ યાદવને ફાળવવામાં આવેલો રૂમ કોઈ અન્ય પ્રવાસીના નામે ઓલરેડી બુક કરી દેવામાં આવ્યો હતો. તેજ પ્રતાપે તેમ છતાં હોટલના ચેક આઉટ કરવાના નિયત સમયે રૂમ ખાલી ન કર્યો હતો અને જેમનાં નામે આ રૂમ બુક હતો તેઓ હોટલ પર આવી ગયા હતાં. ઘણા બધા કલાક રાહ જોયા બાદ તેજ પ્રતાપ યાદવની સાથે આવેલા લોકોએ તેજ પ્રતાપનો સમાન બહાર કાઢીને રૂમ ખાલી કર્યો હતો જેનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પોતાનાં ખુલાસામાં હોટલ મેનેજરે ઉમેર્યું હતું કે તેજ પ્રતાપ માટે એક રૂમ અને તેમનાં સહયોગીઓ માટે બીજો રૂમ એમ બે રૂમ બુક કરવામાં આવ્યા હતાં. સહયોગી જેમાં હતાં તે રૂમ ખાલી  કરાવવામાં આવ્યો હતો.

    મેનેજરે આરોપ લગાવ્યો છે કે હજી સુધી તેજ પ્રતાપનો કોઈ માણસ પરત આવ્યો છે કે ન તો તેમણે પોતાનું પેમેન્ટ કર્યું છે. જે રૂમમાં તેજ પ્રતાપ રહ્યા હતા તે રૂમનું હજી સુધી ચેક આઉટ પણ નથી થયું અને એ રૂમની ચાવી હજી સુધી તેજ પ્રતાપ પાસે જ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં