ઉત્તરકાશીમાં (Uttarkashi) હિંદુ સમુદાયે રવિવારે (1 ડિસેમ્બર 2024) મહાપંચાયતનું (Mahapanchayat) આયોજન કર્યું હતું. આ મહાપંચાયત દરમિયાન લેન્ડ જેહાદ, લવ જેહાદ (Land & Love Jihad) અને અન્ય દુષણોને લઈને હિંદુઓને એક કરીને સક્રિય કામગીરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહાપંચાયતમાં ઉત્તરકાશીમાં ઉભી કરી દેવામાં આવેલી મસ્જિદ વિરુદ્ધ (Illegal mosque) જિલ્લાવ્યાપી પ્રદર્શન કરવાની ઘોષણા કરવામાં આવી છે. સ્થાનિક હિંદુઓનું માનીએ તો આ મસ્જિદ દશકાઓ પહેલા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરકાશી જિલ્લા પ્રશાશન દ્વારા પરવાનગી મળ્યા બાદ જ આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર વક્તાઓએ હિંદુઓને એક થવા અને હિંદુઓના હિત માટે કર્યો કરવા આહ્વાન કર્યું હતું. ઉત્તરાખંડમાં જે પ્રમાણે જનસંખ્યામાં ફેરબદલ આવી રહ્યો છે, તેના પર પણ ચિંતા જાહેર કરવામાં આવી હતી. સાથે જ લવ જેહાદ અને લેન્ડ જેહાદ પર સાવચેત રહીને જાગૃતિ લાવવા હિંદુઓને કાર્યરત થવા કહેવામાં આવ્યું હતું.
મહાપંચાયતમાં ગર્જ્યા તેલંગાણાના ધારાસભ્ય ટી રાજાસિંહ
ઉત્તરકાશીમાં હિંદુ સમુદાયના મહાપંચાયતનું આયોજન થયું તેમાં તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજાસિંહે પણ હાજરી આપી હતી. તેમણે આ કાર્યક્રમ દરમિયાન હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ‘લેન્ડ જેહાદ’ને (Land Jihad) પહોંચી વળવા ઉત્તર પ્રદેશના સીએમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી પ્રેરણા લેવા કહ્યું હતું. તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે બુલડોઝર એક્શન પર વિચાર કરવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે, “સીએમ ધામીએ યોગી આદિત્યનાથ સાથે ‘ચાય પર ચર્ચા’ કરવી જોઈએ. જે રીતે યોગીજી ઉત્તર પ્રદેશમાં લેન્ડ જેહાદીઓને સબક શીખવાડે છે, તેવી જ રીતે સીએમ ધામીએ પણ બુલડોઝર ચલાવવું જોઈએ. અમે ઉત્તરાખંડમાં જેહાદીઓને લેન્ડ જેહાદ નહીં કરવા દઈએ. દેશભરના હિંદુઓ ઉદાહરણ સ્વરૂપ કામગીરીની આશા રાખીને બેઠા છે. હિંદુઓએ એકજુથ થઈને કામ કરવું જોઇશે.”
વધુ એક વાર મહાપંચાયત યોજવાની VHPની ઘોષણા
બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ પણ મહાપંચાયતમાં ગેરકાયદેસર મઝહબી દબાણો પર આક્રમક જોવા મળ્યું. ઉત્તરાખંડ VHPના પ્રદેશ અધ્યક્ષ અનુજ વાલિયાએ પણ આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે હિંદુઓએ એકજૂથ થવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રામલીલા મેદાનમાં વધુ એક મહાપંચાયત યોજાશે. તે મહાપંચાયતમાં તેમણે આખા રાજ્યમાંથી હિંદુ કાર્યકર્તાઓને ભાગ લેવા આમંત્રિત કર્યા હતા.
આ દરમિયાન જ તેમણે ઉત્તરકાશીમાં બનાવવામાં આવેલી ગેરકાયદેસર મસ્જિદ અને જિલ્લામાં લેન્ડ જેહાદ જેવા દુષણો વિરુદ્ધ જિલ્લાવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની ઘોષણા પણ કરી. તેમણે હિંદુઓને એક થઈને આ પ્રકારના દુષણો સામે લડવા અને તેને ડામવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, “આ આપણા સંઘર્ષની શરૂઆત માત્ર છે. આપણે તેમને તેમની જ ભાષામાં જવાબ આપીશું. આપણે હિંદુઓ એકજુથ થઈને હિંદુ વિરોધી તાકતોને ઉત્તરાખંડમાંથી ઉખાડી ફેંકીશું.”