Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટલવ અને લેન્ડ જેહાદથી પરેશાન ઉત્તરાખંડના હિંદુઓ રસ્તા પર ઉતર્યા, સ્થાનિકો બોલ્યા-...

  લવ અને લેન્ડ જેહાદથી પરેશાન ઉત્તરાખંડના હિંદુઓ રસ્તા પર ઉતર્યા, સ્થાનિકો બોલ્યા- સતત વધી રહી છે મુસ્લિમોની વસ્તી, કારોબાર પર પણ દબદબો- ઑપઇન્ડિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ

  સ્થાનિક વ્યક્તિએ એવો પણ દાવો કર્યો કે મેના છેલ્લા અઠવાડિયામાં પુરોલામાં લવ જેહાદની ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે ત્યારે ત્યારપછી પણ આજુબાજુમાં આવી જ બીજી બે ઘટનાઓ બની છે.

  - Advertisement -

  મીડિયા અને સોશિયલ મીડિયાનાં તમામ પ્લેટફોર્મ ઉપર ઉત્તરાખંડનું ઉત્તરકાશી ક્ષેત્ર હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. પુરોલા વિસ્તારમાંથી શુક્રવારે (26 મે, 2023)ના રોજ લવ જેહાદના આરોપી ઉબૈદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. જણાવાઈ રહ્યું છે કે લવ જેહાદની વધતી ઘટનાઓથી હિંદુઓ નારાજ છે. અમુક સંસ્થાનોએ પુરોલાથી મુસ્લિમોના પલાયન અને અમુકે હિંદુ સંગઠનો દ્વારા તેમને ધમકાવવામાં આવ્યા હોવાની વાતો કહી છે. 

  ઑપઇન્ડિયાએ જ્યારે ઉત્તરકાશી અને ઉત્તરાખંડના હિંદુ સંગઠનો સાથે જોડાયેલા અમુક લોકો સાથે આ મામલે વાત કરી તો મામલો વિપરીત નીકળ્યો. હિંદુ સંગઠનોએ ઉત્તરાખંડના હિંદુઓને લવ જેહાદ, લેન્ડ જેહાદ, ડેમોગ્રાફી બદલાવ, વેપાર જેહાદ અને હત્યા જેવી ઘટનાઓથી પીડિત ગણાવ્યા. 

  મીડિયાનાં ઘણાં સંસ્થાનોએ એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે પુરોલાનાં હિંદુ સંગઠનોએ મુસ્લિમોને બજાર છોડીને જવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જેને લઈને વાયરલ થઇ રહેલા એક પોસ્ટરનો પણ વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પોસ્ટરમાં જેહાદીઓને સંબોધિત કરતાં 15 જૂન, 2023 સુધીમાં પોતાની દુકાનો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. દેવભૂમિ રક્ષા અભિયાન નામથી જારી કરવામાં આવેલા આ પોસ્ટરમાં 15 જૂનના રોજ મહાપંચાયતનું પણ એલાન કરવામાં આવ્યું છે. જોકે, પોસ્ટર છાપનાર પ્રિન્ટિંગ પ્રેસનો તેમાં કોઈ ઉલ્લેખ નથી. 

  - Advertisement -

  ‘ધ વાયર’નાં પત્રકાર આરફા ખાનમે આ મામલે હિંદુ સંગઠનોના પ્રદર્શનના વિડીયો કાપીને દર્શાવ્યા અને મુસ્લિમોને ભયભીત ગણાવ્યા હતા. ઑપઇન્ડિયાએ જ્યારે આ દાવાની તપાસ કરી તો ખરો ભય દેવભૂમિના હિંદુઓમાં જોવા મળ્યો. પોલીસે પણ મુસ્લિમોમાં કોઈ પણ પ્રકારનો ડર હોવાની વાતો નકારી કાઢી છે. 

  વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરનારાઓએ લગાવ્યાં પોસ્ટરો 

  ઑપઇન્ડિયાએ દેવભૂમિ રક્ષા અભિયાન સંગઠનના સંસ્થાપક સ્વામી દર્શન ભારતી સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, ઘટનાના દિવસે તેઓ પુરોલામાં હાજર હતા પરંતુ ન તો તેમણે આ પોસ્ટરો લગાવ્યાં છે કે ન તેમની જાણકારીમાં આવું કોઈએ કર્યું હતું. તેમણે આ પોસ્ટરોને અમુક લોકો દ્વારા વિક્ટિમ કાર્ડ રમવાનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. 

  ઉત્તરાખંડ પોલીસે પણ પોસ્ટર લગાવવા મામલે અજ્ઞાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક IPS અપર્ણ યદુવંશી અનુસાર, જલ્દીથી જ આરોપીની ઓળખ કરી લેવામાં આવશે. તેમણે દાવો કર્યો કે જિલ્લામાં કાયદો અને શાંતિ જળવાઈ રહ્યાં છે. 

  રોટી, બેટી અને ચોટી- ત્રણેય પર જોખમ 

  સ્વામી દર્શન ભારતીએ આગળ જણાવ્યું કે, હિંદુ ધર્મના ઉદ્દગમ સ્થળ દેવભૂમિ ઉત્તરાખંડ પર જેહાદીઓની મઝહબી નજર પડી ચૂકી છે. તેમણે કહ્યું, “ઉત્તરાખંડમાં ઘણા સમય પહેલાં કેટલાક મુસ્લિમો રોટલી માંગવા આવ્યા હતા, હવે તેઓ અમારી દીકરીઓ ભગાવી રહ્યા છે. આવનારા સમયમાં અમારી ચોટલીઓ પર પણ જોખમ ઉભું થશે.” 

  ચોટલીઓનો અર્થ તેમણે સનાતન સંસ્કૃતિના સંદર્ભમાં જણાવ્યો હતો. દર્શન ભારતીનો દાવો છે કે લવ જેહાદના મામલામાં હાલ ઉત્તરાખંડ સૌથી વધુ નિશાના પર છે અને મુસ્લિમ યુવકો દ્વારા અપહ્યત હિંદુ યુવતીઓનો માનવ તસ્કરી માટે પ્રયોગ કરવામાં આવે છે. 

  હિંદુ વિદ્યાર્થીની થઇ હતી હત્યા 

  પુરોલાના અન્ય એક સ્થાનિક નિવાસી અનિલ અસવાલે ઑપઇન્ડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે લગભગ 3 વર્ષ પહેલાં પુરોલાથી લગભગ 40 કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશ સરહદે આવેલા મોરી વિસ્તારમાં ઇન્ટર કોલેજમાં ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ તેના જ હિંદુ સહપાઠી યુવકને મારી નાંખ્યો હતો. બંને વચ્ચે મામૂલી બોલાચાલી થયા બાદ આ હત્યા થઇ હતી. દાવો છે કે આ ઘટનાથી સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો પરંતુ ત્યારે તેઓ શાંત રહ્યા હતા. અમને જણાવવામાં આવ્યું કે મોરી વિસ્તારના અનેક ગામોમાં મુસ્લિમો રહે છે. 

  છાશવારે દુકાનો અને મકાનોમાં થાય છે ચોરી 

  અનિલ અસવાલ અનુસાર, બહારથી આવીને વસેલા મુસ્લિમોએ કારણે પુરોલા અને આસપાસના વિસ્તારમાં છાશવારે ચોરીની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનાઓના કારણે ક્યારેક શટર તૂટવા તો ગાડીઓમાં તોડફોડ તો ક્યારેક સાયકલ ચોરી જેવી ઘટનાઓ બનતી રહે છે. ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું કે પોલીસ આ મામલા પોતાની રીતે રફેદફે કરવાના પ્રયાસ કરતી રહે છે. અનિલે આગળ જણાવ્યું કે, સ્થાનિકોમાં ફાટી નીકળેલા આક્રોશનું એક મોટું કારણ આ ઘટનાઓ પણ છે. 

  સગીર છોકરીને 5 દિવસ સુધી બંધક રાખી હતી 

  પુરોલાની ઘટનાઓથી પોતાને સંપૂર્ણ પરિચિત ગણાવીને દહેરાદૂન નિવાસી રાકેશ ઉત્તરાખંડીએ ગત વર્ષે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, પુરોલામાં એક 15 વર્ષની સગીર હિંદુ કિશોરીને 5 દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવી હતી. તેમનો દાવો છે કે આ ઘટનામાં તમામ આરોપી મુસ્લિમ સમુદાયના હતા, જે ભંગારનું કામ કરે છે. કિશોરીને ભૂખી-તરસી રાખવામાં આવી હતી, જોકે પછીથી તેને બચાવી લેવાઈ હતી અને આરોપીઓને જેલભેગા કરી દેવાયા હતા. જોકે, રાકેશે આ સજા પૂરતી ન હોવાનું કહ્યું હતું.  

  અનિલ અસવાલ અનુસાર, પુરોલા પાસેના એક શરણૌર ગામમાં મે, 2023માં એક મુસ્લિમ યુવક હિંદુ સમુદાયની 2 બાળકોની માતાને ભગાવીને લઇ ગયો હતો. તેમનો દાવો છે કે આ મહિલા હજુ સુધી મળી શકી નથી. 

  પુરોલાના રહેવાસી સંજુએ પણ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં સ્વીકાર્યું કે અહીં લવજેહાદના કારણે હિંદુ સમાજમાં ભયનો માહોલ છે. તેમણે હિંદુઓમાં આક્રોશનું કારણ બેન-દીકરીઓની ઈજ્જત સાથે થતી ખિલવાડ ગણાવ્યું. 

  વર્ષદિવસથી થઇ રહ્યો હતો અનાથ સગીર પીડિતા સાથે રેપ 

  જે સગીર છોકરી સાથે થયેલા લવ જેહાદ પર પુરોલા સહિત આખા ઉત્તરાખંડમાં હોબાળો મચી ગયો છે તે પીડિતા અનાથ હોવાનું સ્થાનિક નિવાસી અનિલ અસવાલે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, બાળકી લગભગ 40 કિલોમીટર દૂર રહેતી હતી, જે માતા-પિતાનાં મૃત્યુ બાદ પુરોલામાં મામાના ઘરે આવી ગઈ હતી. તેમણે દાવો કર્યો કે, આરોપી ઉબૈદ ખાન લગભગ 1 વર્ષથી તેની સાથે રેપ કરતો હતો, દરમ્યાન તેણે પીડિતાના અશ્લીલ ફોટો અને વિડીયો પણ બનાવ્યા હતા. 

  ઘટનાના દિવસનો ઉલ્લેખ કરતાં અનિલે જણાવ્યું કે, 26 મે (શુક્રવાર)ના રોજ તે યુવતીને લઈને બજારમાંથી પગપાળા નીકળ્યો હતો અને ક્યાંક દૂરના સ્થળે લઇ જવા માટે પેટ્રોલ પમ્પ પાસેથી એક વાહનમાં બેસાડવા માટે જતો હતો ત્યારે એક સ્થાનિક યુવકે પીડિતાને ઓળખી લીધી. તેણે લોકોની મદદથી આરોપી ઉબૈદ ખાન અને યુવતીને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. યુવતીના મામા સ્થાનિક બજારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જેથી ઘણા સમયથી ઝેરના ઘૂંટડા પી રહેલા હિંદુ સમાજના લોકો આક્રોશિત થયા હતા. 

  બાલે ખાન છે સ્થાનિક મુસ્લિમોનો નેતા 

  પુરોલાના રહેવાસી અનિલ અસવાલે જણાવ્યું કે ત્યાંના મુસ્લિમોનો નેતા બાલે ખાન નામનો એક વ્યક્તિ છે. તેમણે જણાવ્યા અનુસાર, વર્ષ 1978માં બાલે ખાન બહારથી આવીને પુરોલામાં સ્થાયી થયો હતો. તે સમયે તેની લોટની ઘંટી હતી, પછી સમય સાથે તેણે ઘણા કારોબાર બદલ્યા. અનિલનો આરોપ છે કે બાલે ખાને તેના ઘણા વ્યવસાયો બદલી નાખ્યા અને હવે તે બજારમાં કપડાંની મોટી દુકાન ચલાવે છે. અરબ દેશોમાંથી આવતા ભંડોળના આધારે બાલે ખાન સમય જતાં વધુ અમીર બન્યો. બીજી તરફ તેમના સમયના ઘણા હિંદુ ઉદ્યોગપતિઓએ ખોટને કારણે તેમના વ્યવસાય બંધ કરી દીધા છે.

  અનિલ અસવાલે અમને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે બાલે ખાન શરૂઆતમાં બજારમાં સ્થાયી થયો હતો ત્યારે તે હિંદુઓ સાથે ખૂબ જ નમ્રતાથી વર્તતો હતો, પરંતુ હવે તેનું વર્તન બદલાઈ ગયું છે. અમને કહેવામાં આવ્યું કે સ્થાનિક હિંદુ સમાજનો મોટાભાગનો ગુસ્સો બાલે ખાન વિરુદ્ધ છે. તેમના કહેવા મુજબ, બાલે ખાન બજારના તમામ મુસ્લિમોને તેમના ઘરે ભેગા કરે છે અને તેમના ટેરેસ પર નમાઝ વગેરે અદા કરાવે છે. તેમના અનુસાર, બાલે ખાન હવે વૃદ્ધ થઇ ગયો છે પરંતુ તેનો પુત્ર અશરફ પિતાના જ પગલે ચાલી રહ્યો છે. હાલ તે અબ્બા સાથે કપડાંની દુકાન ચલાવે છે. 

  પુરોલા કાંડ બાદ પણ ચાલુ છે લવ જેહાદ 

  રાકેશે એવો પણ દાવો કર્યો કે મેના છેલ્લા અઠવાડિયામાં પુરોલામાં લવ જેહાદની ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે ત્યારે ત્યારપછી પણ આજુબાજુમાં આવી જ બીજી બે ઘટનાઓ બની છે. તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરતા રાકેશે કહ્યું કે 8 જૂન 2023 (ગુરુવાર) ના રોજ સવારે 3 વાગ્યે તેમણે ચકરાતા નજીકથી 2 સગીર હિંદુ છોકરીઓને શોધી કાઢી હતી. 

  રાકેશના જણાવ્યા અનુસાર પીડિતાઓ નેપાળી મૂળની છે. એક મુસ્લિમ યુવક આ બંને છોકરીઓને પોતાની સાથે ક્યાંક લઈ જઈ રહ્યો હતો. આ છોકરીઓને ઓનલાઈન ગેમ દ્વારા ફસાવવામાં આવી હતી. આરોપીનું નામ નવાબ ઉર્ફે ગુડ્ડુ જણાવવામાં આવી રહ્યું છે અને તે યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી છે.

  છોકરીઓની માતાએ આપેલી ફરિયાદમાં નવાબ પર પીડિતા સાથે સેક્સ ચેટ કરવાનો અને તેને વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. રાકેશે ઉત્તરાખંડ પોલીસ પર આ મામલે કાર્યવાહીમાં ઢીલાશ રાખવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે બીજા કેસમાં આરોપીનું નામ શાહરૂખ છે, જે સહારનપુરનો રહેવાસી છે.

  દેવબંદ અને બરેલવીના મૌલવીઓના ફન્ડિંગથી હિંદુઓનો કારોબાર તબાહ 

  ઑપઇન્ડિયા સાથે વાત કરતા રાકેશ ઉત્તરાખંડીએ જણાવ્યું હતું કે દેવબંદ અને બરેલવી મૌલવીઓ પુરોલા અને તેની આસપાસના મુસ્લિમ વેપારીઓને ભંડોળ પૂરું પાડે છે. તેમણે દાવો કર્યો હતો કે માત્ર પુરોલા માર્કેટમાં જ નહીં, પરંતુ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પણ જે દુકાનો એક હિંદુ વેપારી 5,000 રૂપિયામાં ભાડે આપે છે, તે દુકાનો મુસ્લિમ દુકાનદારો 10,000 રૂપિયામાં ભાડે લે છે.

  રાકેશે હિંદુ વેપારીઓના વિનાશનું કારણ બહારથી આવતા ફંડિંગને જણાવ્યું હતું. તેમણે તેને વેપાર જેહાદ ગણાવ્યો હતો. રાકેશનો દાવો છે કે આ જ કારણ છે કે ઉત્તરાખંડમાં સલૂન, શાકભાજી, મિકેનિક વગેરેની નોકરીઓમાં હિંદુઓ ઘટી રહ્યા છે. રાકેશે દુકાનોનું ભાડું આપતા લોકોને હિંદુ ગણાવ્યા અને કહ્યું કે દરેકને સમજાવવું શક્ય નથી.

  ગાય કાપીને બચ્ચું બહાર કાઢી દીધું હતું 

  ગૌહત્યાની એક ઘટનાનો ઉલ્લેખ કરતા રાકેશે કહ્યું કે માર્ચ 2021માં દેહરાદૂન જિલ્લામાં એક ગાયની કતલ કરવામાં આવી હતી. ગાય ગર્ભવતી હતી અને તેના પેટમાં એક બચ્ચું હતું. ગાયની કતલ કરીને બચ્ચાને બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. વસંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

  થઇ રહી છે વિરોધની અસર 

  રાકેશે કહ્યું કે ઉત્તરાખંડમાં હિંદુઓના ગુસ્સાને જોતા મકાનમાલિકો દ્વારા કેટલાક મુસ્લિમોને તેમની દુકાનો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક શરૂઆતના કિસ્સાઓને બાદ કરતાં હવે હિંદુઓ દ્વારા કોઈપણ રીતે ગેરકાયદેસર કૃત્યો કરવામાં આવતા નથી.

  પોલીસ સાથે કાયદો અને વ્યવસ્થાને યોગ્ય રાખવામાં પોતાને ભાગીદાર ગણાવતાં તેમણે કહ્યું કે બંધારણીય રીતે ઉત્તરાખંડના વાતાવરણને બગાડનારાઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે. જોકે, મુસ્લિમ સમુદાયના ઘણા વેપારી લોકો હજુ પણ ત્યાં છે, જેમાં વાળંદ અને ભંગારના ડીલરો પણ સામેલ છે.

  ઉત્તરકાશીમાં રહેતા પત્રકાર દિનેશે પણ અમને જણાવ્યું કે ત્યાંના હિંદુ ઉદ્યોગપતિઓ તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. ઉત્તરકાશીના ધંધામાં મુસ્લિમોની દખલગીરીનું વર્ણન કરતાં દિનેશે કહ્યું કે મોટાભાગની દુકાનો ભાડે રાખવામાં આવી છે, જેને હિંદુઓએ ભાડે આપી છે. 

  પુરોલાના રહેવાસી અનિલ અસવાલે જણાવ્યું કે બજારના કેટલાક દલાલ પ્રકારના લોકો પોલીસની મદદથી બંધ બજારને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. અનિલનો દાવો છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા બજાર ખુલવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓ સિવાય અનિલે હિંદુઓના વિરોધને પણ અહિંસક ગણાવ્યો છે.

  મુસ્લિમોનું પલાયન નહીં ઘરવાપસી કહેવું જોઈએ 

  અનિલ અસવાલે ભવિષ્યમાં મુસ્લિમ દુકાનદારોને પોતાની દુકાનો ભાડે ન આપવાના દુકાન માલિકોના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેમનો દાવો છે કે લગભગ અડધો ડઝન મુસ્લિમોએ દુકાન ખાલી કરવી પડી શકે છે. જોકે, અનિલે મીડિયાને અપીલ કરી કે તેઓ આ કાર્યવાહીને હિજરતને બદલે ઘર વાપસી કહે. તેમણે કહ્યું કે મુસ્લિમો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેમના મૂળ ઘર મુઝફ્ફરનગર, મેરઠ વગેરેથી સ્થળાંતર કરીને આવ્યા હતા અને ઉત્તરકાશીમાં અસ્થાયી રૂપે કામ કરી રહ્યા હતા. અનિલ કહે છે કે હવે યુપીના જુદા જુદા ભાગોમાંથી હિજરત કરીને આવેલા મુસ્લિમો પોતપોતાના ઘરે પાછા જઈ રહ્યા છે.

  ઝડપથી વધતું વસ્તી અસંતુલન 

  રાકેશે કહ્યું કે પુરોલાની વસ્તીમાં મોટાપાયે અસંતુલન વધી રહ્યું છે. તેમણે મુખ્યમંત્રીને ત્યાં આવતા મજૂરોની ચકાસણી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે નબળા કાયદા અને દેખરેખના અભાવને કારણે ઘણા મુસ્લિમોએ માત્ર નકલી દસ્તાવેજો જ નથી બનાવ્યા, પરંતુ તેના થકી ત્યાં જમીન પણ ખરીદી છે. તેમણે કહ્યું કે એક મુસ્લિમ રહી આવે છે અને ધીમેધીમે ભીડ એકઠી કરી લે છે. જેને રાકેશે દેવભૂમિને જેહાદ ભૂમિ બનાવવાનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. તેમણે ઉત્તરાખંડમાં આવતા મુસ્લિમોને લઈને નિયમો કડક બનાવવાની માંગ કરી છે.

  પુરોલાના અનિલ અસવાલનો દાવો છે કે વર્ષ 1978માં મુસ્લિમોના માત્ર 3 પરિવાર હતા. હવે એ જ પુરોલામાં 40થી વધુ મુસ્લિમોની દુકાનો છે. દાવો છે કે આ દુકાનોમાં ઘણા લોકો કાયમી રીતે સ્થાયી થયા છે. અનિલના કહેવા પ્રમાણે, આ 40 દુકાનો અને તેની સાથે જોડાયેલા પરિવારોએ આસપાસના તમામ હિંદુઓના નાકમાં દમ કરી દીધો છે. 

  વિરોધમાં કોઈ રાજકારણ નહીં 

  રાકેશે કહ્યું કે લવ જેહાદ સામે વિરોધ માત્ર પુરોલામાં જ નથી, પરંતુ ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ફેલાયેલો છે. તેમણે કહ્યું કે આ વિરોધ પ્રદર્શનમાં કોઈ પણ હિંદુ પાર્ટીઓ જોઈ રહ્યો નથી પરંતુ દીકરીઓની સુરક્ષા માટે સૌ એકજૂટ છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે જેમ દરેક જગ્યાએ અપવાદો હોય છે તેમ પુરોલામાં પણ કેટલાક અપવાદો છે. તેમણે જણાવ્યું કે પોલીસની હાજરીમાં 8 જૂન, 2023 (ગુરુવાર)ના રોજ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, પરંતુ તેમની અપીલની કોઈ મોટી અસર થાય તેવી આશા ઓછી છે. 

  ઉત્તરાખંડ આંદોલનમાં માત્ર હિંદુઓનું બલિદાન

  રાકેશ ઉત્તરાખંડીએ કહ્યું કે જે મુસ્લિમો ઉત્તરાખંડને પોતાનું હોવાનો દાવો કરે છે તેઓ જણાવે કે તેમણે રાજ્યના નિર્માણમાં કેટલાં બલિદાન આપ્યાં છે. તેમણે કહ્યું કે હિંદુઓએ તેમની સંસ્કૃતિને બચાવવા માટે જીવ જોખમમાં મૂક્યા હતા, આ દિવસ જોવા માટે નહીં. 

  બંધ દુકાનોને ન ગણાવાય પલાયન 

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં પુરોલાના SHOએ કહ્યું કે કોઈપણ ફરિયાદ મળવા પર પોલીસ કડક કાર્યવાહી કરે છે. તેમણે કોઈ પણ મુસ્લિમ દ્વારા પલાયન કર્યાના સમાચારોને નકારીને વિરોધ પ્રદર્શનના કારણે બજાર બંધ હોવાની જાણકારી આપી હતી. બીજી તરફ, સ્ટેશન ઇન્ચાર્જનું કહેવું છે કે તમામ પક્ષો સાથે સકારાત્મક વાતચીત ચાલી રહી છે અને જલ્દીથી જ તમામ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં