Monday, January 13, 2025
More
    હોમપેજક્રાઈમબીવીએ એક જોડી કપડાં માંગ્યા તો શોહરે ફોન પર જ આપી દીધા...

    બીવીએ એક જોડી કપડાં માંગ્યા તો શોહરે ફોન પર જ આપી દીધા ટ્રિપલ તલાક: ઉત્તર પ્રદેશના જૌનપુરનો મામલો, પીડિતાના અબ્બાએ નોંધાવી પોલીસ ફરિયાદ

    શોહર જૌનપુરમાં રહેતી તેની બીવી દરખ્શાને ગંદી-ગંદી ગાળો પણ બોલવા લાગ્યો હતો. તથા તેણે ગુસ્સે થઈને ફોન પર જ તેની બીવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    - Advertisement -

    સરકારે ટ્રિપલ તલાક (Triple Talaq) આપવાને ગુનો જાહેર કરી તેની વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. તેમ છતાં હજુ પણ ટ્રિપલ તલાકના ઘણા મામલા સામે આવી રહ્યા છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જૌનપુરમાં (Jaunpur) સામે આવ્યો છે. જેમાં શોહરે તેની બીવીને ફોન પર જ ટ્રિપલ તલાક આપી દીધા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પીડિતાના અબ્બાએ તેના શોહર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    અહેવાલ અનુસાર, સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના જૌનપુરનો છે. શાહગંજ કોટવાલી ક્ષેત્રના શાહપંજા નિવાસી દરખ્શા બાનોના નિકાહ 4 વર્ષ પહેલાં સુલ્તાનપુર જિલ્લાના કાદીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા જૂના બજાર નિવાસી મેરાજ સાથે થયા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેના સાસરિયાં તેની સાથે મારપીટ કરતા હતા.

    દહેજની માંગ કરી કરતા હતા પરેશાન

    પીડિતાએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે, તેના સાસરિયાં દહેજની માંગ કરતા હતા તથા દહેજ આપવાનું દબાણ કરીને તેની સાથે મારપીટ પણ કરતા હતા. સાસરિયા દહેજમાં કાર માંગી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, કેટલાક સમય પહેલાં તે તેના અબ્બાના ઘરે રહેવા આવી હતી. તથા તેનો શોહર કમાવા માટે મુંબઈ જતો રહ્યો હતો.

    - Advertisement -

    આ દરમિયાન મેરાજ તેની બીવી સાથે ફોન પર સંપર્કમાં હતો. ત્યારે 7 જાન્યુઆરીએ દરખ્શા તેના શોહર મેરાજ સાથે ફોન પર વાત કરી રહી હતી. ત્યારે તેના શોહરે કહ્યું કે, તેનો ભતીજો ફૈઝાન ઘરે પરત આવી રહ્યો છે. ત્યારે તેની બીવીએ કહ્યું કે, ફૈઝાન સાથે એક જોડી કપડાં અને થોડાક રૂપિયા મોકલાવે. આ સાંભળીને તેનો શોહર મેરાજ ભડકી ગયો હતો.

    ફોન પર જ આપ્યા ટ્રિપલ તલાક

    શોહર જૌનપુરમાં રહેતી તેની બીવી દરખ્શાને ગંદી-ગંદી ગાળો પણ બોલવા લાગ્યો હતો. તથા તેણે ગુસ્સે થઈને ફોન પર જ તેની બીવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. આ સમગ્ર મામલે પીડિતાએ તેના અબ્બાને જાણ કરી હતી. ત્યારે પીડિતા અને તેના અબ્બા સાસરિયાં પાસે સમગ્ર ઘટનાની જાણ માટે પહોંચ્યા હતા.

    દરખ્શા અને તેના અબ્બાએ તેના સાસરિયાં સાથે ટ્રિપલ તલાક અંગે સમગ્ર ઘટના જણાવી પણ હતી. જોકે, તેના સાસરિયાં સાથે વાત કર્યા બાદ પણ ઘટનાનું કોઈ સમાધાન મળ્યું નહોતું. ત્યારે તેના અબ્બા પીડિતાને તેમની સાથે પિયર લઈ ગયા હતા. ત્યારપછી તેના અબ્બા સાથે મળીને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં