Sunday, January 26, 2025
More
    હોમપેજદેશ'દરિયાદિલી જ્યાં દેખાડવાની છે ત્યાં દેખાડે મુસ્લિમ નેતાઓ, પ્રયાગને તેની જરૂર નથી':...

    ‘દરિયાદિલી જ્યાં દેખાડવાની છે ત્યાં દેખાડે મુસ્લિમ નેતાઓ, પ્રયાગને તેની જરૂર નથી’: મહાકુંભમાં ગર્જ્યા સીએમ યોગી, કહ્યું- ત્રણ પવિત્ર સ્થળો હિંદુઓને સોંપી દેવાં જોઈએ

    સીએમ યોગીએ કહ્યું કે, "જે પણ ભારતીય સનાતન આસ્થાને સન્માન આપે છે, તે તમામનું કુંભમાં સ્વાગત છે. પણ જે આ અસ્થા સાથે છેડછાડ કરવાની નિયતથી આવશે તો મને લાગે છે કે, 'જેવા સામે તેવા'નો જવાબ અહીંથી મળશે."

    - Advertisement -

    તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi) પ્રયાગરાજમાં (Prayagraj) એક ખાનગી ન્યૂઝ ચેનલના સાક્ષાત્કાર દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. વાસ્તવમાં તેઓ ઇન્ડિયા ટીવી પર પત્રકાર રજત શર્મા (Rajat Sharma) સાથે એક શોમાં ગેસ્ટ હતા. દરમિયાન શર્માએ તેમને પૂછ્યું કે, શું મહાકુંભમાં મુસ્લિમોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે? વક્ફ બોર્ડે કહ્યું છે કે, તેમણે દરિયાદિલી દેખાડીને મહાકુંભ માટે એમની જમીન આપી હતી અને હવે તેમને ના પાડવામાં આવી રહી છે. આ સવાલ પર સીએમ યોગીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, પ્રયાગરાજને દરિયાદિલીની જરૂર નથી.

    સીએમ યોગીએ કહ્યું કે, “જે પણ ભારતીય સનાતન આસ્થાને સન્માન આપે છે, તે તમામનું મહાકુંભમાં સ્વાગત છે. પણ જે આ આસ્થા સાથે છેડછાડ કરવાની નિયતથી આવશે તો મને લાગે છે કે, ‘જેવા સામે તેવા’નો જવાબ અહીંથી મળશે.” દરિયાદિલીની વાત પર તેમણે કહ્યું કે,”આટલી મોટી સંખ્યામાં અહીં દુકાનો લાગી છે, કોઈએ કોઈની જાતિ પૂછી? રહી વાત દરિયાદિલી દેખાડવાની તો થોડી કાશીમાં દેખાડો, મથુરામાં દેખાડો અને સંભલમાં દેખાડોને.”

    તેમણે કહ્યું કે, “પ્રયાગરાજમાં દરિયાદિલી દેખાડવાની કોઈ જરૂર જ નથી. પ્રયાગરાજનું હ્રદય ખૂબ જ વિશાળ છે અને તેને જે લેવાનું હતું તે તેણે લઈ પણ લીધું છે અને આગળ પણ લઈ જ લેશે. દરિયાદિલી ત્યાં દેખાડવાની જરૂર છે. જ્ઞાનવાપી સનાતન ધર્મના લોકોને પરત મળી જવી જોઈએ. શ્રીકૃષ્ણ જન્મભૂમિનું પાવન સ્થળ હજારો વર્ષોથી સનાતનના લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. શ્રીહરી વિષ્ણુનો જે આગામી અવતાર છે, તે સંભલમાં થવા જઈ રહ્યો છે તો તે સંભલમાં દરિયાદિલીની આવશ્યકતા છે. પ્રયાગરાજમાં તેની જરૂર જ નથી.

    - Advertisement -

    તેમણે આગળ જણાવ્યું કે, “હું મુસ્લિમ અગ્રણીઓને કહેવા માંગીશ કે, તેમણે વર્તમાન અને ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખીને એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, જીદથી સમસ્યાનું સમાધાન નહીં થાય. વાસ્તવમાં જ્યાં તેમણે દરિયાદિલી દેખાડવી જોઈએ ત્યાં તેઓ હ્રદય વિશાલ રાખી લે તો હિંદુ સમાજ તેમને માનથી હ્રદયમાં સ્થાન આપશે. અન્યથા તેમની સામે સંકટ આવવાના જ છે. અમે તે માનીને ચાલનારા લોકો છીએ કે, જ્યાં ધર્મ છે ત્યાં વિજય ચોક્કસ થશે અને અમે તેને લોકતાંત્રિક મૂલ્યોથી પરત લઇ લઈશું. અહીં તો મહાકુંભ થઈ જ રહ્યો છે અને આગળ પણ થતો જ રહેવાનો છે. એટલે અહીં કોઈ દરિયાદિલીની જરૂર નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં